________________
- ક આશ્રવ સમયે જ શુભ અને અશુભ એવા બે ભેદે છે. શુભાશ્રવ તે જ પુણ્ય, અને અશુભા-શ્રવ તે જ પાપ શિઃ પુજારા, અશુમ પા] આ પ્રમાણે તત્વાર્થસૂત્રમાં પુણ્ય-પાપ બનેને આશ્રવતત્વમાં ગણાવીને તેને શુભ-અશુભ કહ્યા છે. ' ક્રિયા સફળ હેય છે –
જીવ માત્ર આ સંસારમાં પ્રવૃત્તિશીલ છે. કાર્યશીલ છે. દરેક જીવ પ્રવૃત્તિ-કિયા કાર્ય તે કરે છે, સતત કરે છે. વિદ્યાર્થીને એમ જણાવવામાં આવે કે તું પરીક્ષા આપ ખ... પણ પરિણામ એટલે એનું ફળ કંઈ જ નહીં આવે. પાસ પણ નહીં કે નાપાસ પણ નહીં. વ્યાપાર કરે પરંતુ તેમાં કમાણી પણ નહીં અને નુકસાન પણ નહીં તે તે ધોરણ ચાલશે. અર્થાત ફળ ન મળે તેવી ક્રિયા કેઈ નથી કરતું. દરેકની દરેક ક્રિયા ફળ સાપેક્ષ જ હોય છે. દરેક ક્રિયાની પાછળ દરેક જીવના મનમાં ફળપ્રાપ્તિની ઈચ્છા) અપેક્ષા પડેલી જ હોય છે. હું પાણી પી લઉં જેથી તરસ મટી જાય, હું બરોબર ભણું જેથી પાસ થાઉં. હું ધંધામાં બરાબર લક્ષ આપું જેથી કમાણ સારી થાય. હું કંઈક દાનાદિ કરૂં, બીજાને આપુ જેથી આપણને પણ કયારેક કોઈ આપશે, આપણે સુખી થઈશું. આ પ્રમાણે બધી જ કિયાઓ-પ્રવૃત્તિઓ ફળની અપેક્ષાવાળી જ હોય છે. દરેક ક્રિયાનું ફળ ચોકકસ હોય છે.
અને ક્રિયા-પ્રવૃત્તિઓ બે પ્રકારની હોય છે. સારી અને ખરાબ. કોઈ દાન આપે છે. તે કોઈ ચોરી કરે છે. ખાસ