________________
હે અલભ્રાતા ! જે મેં કેવલ પુણ્ય પક્ષમાં કહ્યું હતું તે જ ઉલટાવીને અહીંયાં આ એકાન્ત પાપવાદના પક્ષમાં વિચારવું. તે જ તર્ક યુક્તિ અહીયાં પણ વાપરવી જેમ પુણ્ય ઘટવાથી દુઃખ ન થઈ શકે, તેમ પાપ ઘટવાથી પણ સુખ ન થઈ શકે. જે ઘણું ઝેર ઘણું નુકસાન કરતું હોય તો થેડું ઝેર પણ નુકસાન જ કરશે. થેડું ઝેર ફાયદે તે નથી જ કરતું. એવી જ રીતે એમ સ્પષ્ટ કહી શકાય કે ઘણું પાપ ઘણું દુઃખ આપે તે ડું પાપ ડું પણ દુઃખ જ આપશે. થોડું પાપ સુખ તો ન જ આપી શકેકયાંથી આપે? પાપ તે પાપની જ કક્ષાનું છે. જેમ ઝેર તે ઝેરની જ કેટીનું છે. પ્રમાણ ઓછું વધારે છે.
પ્રમાણમાં ફરક પડવાથી એને ફળમાં પણ ફરક પડી શકે છે. પરંતુ પ્રમાણ ઘટવાથી વિપરીત ફળ તે ક્યાંથી આપી શકે ? માટે પાપ સાવ ડું પણ હોય તે થોડું પણ દુઃખ આપશે અને જે સુખ જોઈતું હોય તે આપણે પુણ્ય તત્વની સાબિતી કરવી જ પડશે. (૩) પુણ્ય-પાપ સંકીર્ણ (મિશ્રગ પક્ષ ઉચત નથી. कम्म जोगनिमित्त सुभाऽसुभा वा स एगसमयम्मि । होज्ज न ऊभयरुवो कम्मपि तओ तयणुरुवं ।
હે અલભ્રાતા ! એકાન્તરૂપે પુણ્ય-પાપને ઉભયસંકીર્ણ મિશ્રગે માનીએ તે પણ ઉચિત નથી. કારણ કે તેવા કર્મનું કેઈ કારણ નથી.