________________
કર્મ ન જ ખપે અને નવા બંધાતા જ જાય. જે એવી સ્થિતિ સર્જાય તે કલ્પના કરે કે શું બને ? શું થાય ? શી સ્થિતિ થાય?
આત્મા કર્મના ઢગલા નીચે દબાઈને શું જડ થઈ જવાને છે? ના. પરિણામિક ભાવો દ્રવ્યનું સ્વસ્વરૂપમાં નિશ્ચિતપણે સ્થિર રહેવાનું જણાવે છે. જીવ કયારેય જડ થતું જ નથી. અને જડ કયારેય જીવતે જ નથી. ભવી ક્યારેય અભવી થતું જ નથી. અને એજ પ્રમાણે અભવી પણ કયારેય ભવી થવાને જ નથી. આ નિશ્ચિત અપરિવર્તનશીલ સ્વભાવ તે પરિણામિક ભાવ કહેવામાં આવે છે. | સર્વ જીની કર્મ પરંપરાની દ્રષ્ટિએ કર્મ અનાદિ છે. એક જીવની કર્મપરંપરાને વિચાર કરતા તે પણ અનાદિ છે. પરંતુ પરંપરાને ન જોતાં એક ખાસ કમને જોવામાં આવે છે તે સાદિ છે. અને એક દિવસ ખપી જવાનો જ છે માટે સાન્ત જ છે.
કર્મો રોજ બંધાય છે. તેમ જ ખપે પણ છે. એક પણ કર્મ એવું નથી કે જે ખપે જ નહીં. કારણ કે જે જે કર્મ બંધાય છે, જયારે બંધાય છે. ત્યારે ત્યારે તે તે કર્મની સ્થિતિ પણ બંધાય છે. અને સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટ ગમે તે બંધાય છે. બંધાયેલા કર્મની Time Limit સ્થિતિ (અવધિ) પૂરી થતાં તે કર્મ ખપવાનું જ છે. કાં તે ઉદયમાં આવીને ખપે અથવા તો આપણે ઉદીરણા કરીને ખપાવીએ અથવા એના સમયે ઉદયમાં આવે કર્મ ભેગવાય, એનાં સુખદુખ ભોગવી લઈએ પછી એ કર્મ એની અવધિ પૂરી થતાં