SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. આ વેદવાક્ય નરકના અસ્તિત્વને જણાવે છે. નરકની -સિદ્ધિ સાબિતી આ વાક્ય ઉપરથી થાય છે. પરંતુ બીજી બાજુ બીજુ વેદવાક્ય એક એવું તારા જેવામાં આવ્યું અને તે છે – ર પેચ ના નિત” અર્થાત જીવ મટીને નારક થતું નથી. અથવા પલકમાં નારકી નથી એ પણ અર્થ થાય છે. આ વાકય નરક નથી એમ જણાવે છે એવું તે માની લીધું છે. ઉપર એક વાકય નરકની સિદ્ધિ કરતું હતું, અને આ વાકય નરકને નિષેધ કરે છે. એવા પર પર બને વિરુદ્ધ અર્થવાળાં વેરવાને વિચારતાં તું દ્વિધામ પડે અને તેથી સંશય થયે. હવે સંશયમાં નિર્ણય શું કરે ? એટલે તે માની લીધું કે નરક ગતિ પણ નથી અને નારકી જે પણ નથી. અને જે આ સંશયમાં તે નિર્ણય કર્યો ત્યાં તારે મતને પુષ્ટિ મળતે તર્ક તને લીધે કે હા. વાત તે સાચી જ છે. જે નારકીઓ હોય તે દેખાય કેમ નહીં ? અથવા માને કે ન દેખાય, પરંતુ જ્યાં હોય ત્યાંથી અહીંયાં આવે કેમ નહીં? મને તે હજી સુધી દેખાણ પણ નથી. મેં જોયા પણ નથી. માટે બરાબર છે કે નારકી જીવે પણ નથી અને નરક પણ નથી. આ પ્રમાણે એક બાજુ તે મનમાં દ્વિધા શંકા હતી જ અને બીજી બાજુ આ પ્રત્યક્ષ પ્રમાણથી તને પુરાવે મળે એટલે તે માની લીધું કે, નારક પણ નથી અને નરક પણ નથી. આ પ્રમાણે તારી માન્યતા થઈ ગઈ છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy