________________
ષમાં ગુરૂ શિષ્ય સંવાદ (પ્રશ્નોત્તર) સ્પે. વાર્તાના રૂપમાં આખા ગ્રંથનું સ્વરૂપ તિયાર કરવામાં આવ્યું, જે જમાનાને અનુસરીને તૈયાર કરવામાં આવેલ આ પેજના સામાજીક દષ્ટિએ સર્વને રસમય થઈ પડે તેમ હાઈ રૂચીકર થવા સંભવ છે.
ઉક્ત મહાત્મા પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજ જૈન સાહિત્યના જેમ એક પરમ ઉપાસક છે, તેમ આવા અત્યુત્તમ ગ્રંથ એકલા જૈનેને નહિ પરંતુ જૈન અને જૈનેતર પ્રજાને સામાન્ય રીતે દરેક મનુષ્યોને ઉપયોગી, ઉચીકર અને આત્મ કલ્યાણ કરનારા થઈ પડે તેમ ધારી તે પ્રસિદ્ધિમાં મૂકવાને, તેમજ તે ભેટ અથવા અલ્પકિંમતે આપતાં તેને બહેળે ફેલાવો થતાં જૈન દર્શનની મહત્વતા તથા વિશાળતા બતાવવા માટે તેમજ તે વડે જનસમાજનું કલ્યાણ કેમ વિશેષ થાય તેવું તેઓશ્રીનું વિશાળ જ્ઞાન, ઉદાર વિચાર અને ઉચ્ચ ભાવનામય અંતઃકરણ હોઇ તેથી, તેમજ વળી આ સભા પ્રત્યેની અપૂર્વ કૃપાવડે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને માટે અમો ભાગ્યશાળી થયા છીએ, જેથી ઉક્ત મહાત્માની આવી અપૂર્વ કૃપા, અમૂલ્ય સુચના માટે તેમજ જનસમુહનું આત્મ કલ્યાણ કરવાની ઉચ્ચ અભિલાષાને લઈ આ સભા તે મહાત્માને અંતઃકરણપૂર્વક આભાર માને છે.