SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જવામાં આવ્યા, આ ઉપરથી કોના દેવ સાચા, કયો ધર્મ સાચે, એ મુંઝવણથી વિચારમાં પડે. આ વિચારનો છેવટ નિકાલ મારા હૃદયથી મેં તે વખતે એવો કર્યો કે જુદા જુદા માણસોના જુદા જુદા ઈશ્વર હેય નહિ, તેમજ જુદા જુદા ધર્મોના જુદા જુદા કાયદા કરે નહિ, માટે આ બધા ધર્મો વાસ્તવિક નથી. આપણે બનાવનાર તથા સુખદુઃખને કર્તા ઈશ્વર છે. તેજ ઈશ્વર, અને તેની પ્રાર્થના કરવી, તેમજ આપણું થએલા ગુન્હાની તે ઈશ્વર પાસે માફી માગવી, તેથીજ ઈશ્વર આપણું કલ્યાણ કરશે. આ ઠરાવપર આવી આવા પ્રકારને પ્રાર્થનાસમાજને નવીન ધર્મ નીકળ્યો હતો તે અંગિકાર કર્યો. મારા બાપદાદાને જૈનધર્મ છતાં તેની માહીતી તે મળેલી હતી જ નહિ ને અન્ય દર્શનનાં પુસ્તક વાંચવામાં આવતાં જૈન ધર્મવાળા જગતકર્તા ઇશ્વર નથી માનતા, તેથી જૈન ધર્મ નાસ્તિક છે માટે તે ધર્મ બેટ છે, એવું મારા મન સાથે નકકી તે વખતે થયું. પછી કેલેજમાં ભણવા સારૂ વડોદરા શહેરમાં આવ્યો ત્યારે જૈનીઓના સંબંધમાં આવ્યો, પણ જગતકર્તા ઈશ્વરનું ભુત વળગેલું એટલે જનધર્મઉપરના અભાવને લીધે ત્યાં પણ ધર્મોપદેશ સાંભળવા જતો નહિ, તેથી માહિતી શી રીતે મળે? અને વિચાર વમળમાં પડયો હતો, તેથી તેવી સ્થિતિમાં આ પ્રમાણે મારી ૩૮ વરસની ઉમર થતાં સુધી સત્ય ધર્મને પીછાની શક્યો નથી. ભાવી પ્રબળ છે, જેથી મારા કંઈક પુણ્યથી જન મહાત્મા પ્રવર્તકજી શ્રીમદ્ કાન્તિવિજયજી મહારાજ સાહેબ કે જે જગવિખ્યાત મહાપકારી સૂરીશ્વરજી મહારાજ શ્રી વિજયનંદ સુરી (આત્મારામજી મહારાજ)ના પરમ પવિત્ર શિષ્ય) તે વખત વડેદરે પધારેલા, તેઓ સાહેબને બીજા કારણોને લઈ દર્શનને પ્રસંગ મળ્યો, તે મહાત્માના દર્શન માત્રથી ને અમૃતમય વાણીના ભોપચારથી તેઓની અપૂર્વ કૃપાવડે હૃદયના અજ્ઞાનરૂપી અંધકારને પડદે તુટી ગયો, અને ઈશ્વરકર્તા ભુત મારા દીલમાંથી નાશી ગયું. પછી મારા મનના ઉઠતા પ્રશનોનું સમાધાન તેઓ સાહેબે ઘણીજ સારી રીતે કર્યું અને તેના ખુલાસા થાય એવાં પુસ્તક જૈન તવાદર્શ, અજ્ઞાન તિમિર ભાસ્કર, અપૂર્વ ગ્રંથ જૈનતરવસાર, અને પ્રનતર રત્નચિંતામણી વગેરે વાંચવા આપ્યાં. જેમ ઘણા વરસને રોગી માણસ હોય તેને અનુભવી વૈધ ધીરે ધીરે પ્રકૃતિને અનુસરતાં ઓસડ આપી ધીરે ધીરે નિરંગી બનાવે તેમ મને પણ તેવા પ્રકારનાં પુસ્તકે દૂરથી પણ મોકલાવી ધર્મની માહીતી ને મનની દઢતા કરી. તે ગુરૂ મહારાજની કૃપાદૃષ્ટિથી મારા સંશયો દર થયા અને કંઇક જ્ઞાનરૂપી પ્રસાદિની પ્રાપ્તિ થઈ. કાંઈ પણ શુભ ગુણ મારામાં કેઈની દ્રષ્ટિમાં આવેલા જે દેખાય તો તે ગુરૂ મહારાજનેજ પ્રતાપ છે.
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy