________________
ગુજતુતિ. यस्यास्याद चनोमिरंगललिता संनिर्गता शांतिदा । स्याद्वादामल तीरतत्त्वविटपिप्रौल्लाससंदायिनी । भव्यात्मानघ पांथ तर्पणकरी ग्रंथावली जान्हवी। .
नित्यं भारतमापुनाति विजयानंदाख्यसूरिंनुमः ॥ १॥ જેમના રૂપમાંથી પ્રગટ થએલી ગ્રંથશ્રેણીરૂપ ગંગા કે જે વચન રૂપ તરંગોના રંગથી સુંદર છે, જે સ્યાદ્વાદરૂપ નિર્મલ તીર ઉપર રહેલા તત્વરૂપી વૃક્ષને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મારૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ અને શાંતિ આપનારી છે, તે ગ્રંથ શ્રેણીરૂપ ગંગા અદ્યાપિ આ ભારતવર્ષને પવિત્ર કરે છે, તે શ્રી વિજયાનંદ સૂરિજીને અમે સ્તવીએ છીએ. ૧.
અમદાવાદ: ધી “ડાયમંડ જ્યુબિલી” પ્રીન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.