SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિનષ્ટ થાય છે, દુર્ગુણો અને દુર્વ્યસનોથી આધ્યાત્મિક શક્તિ વિનાશ પામે છે. અરૂચિકર વસ્તુને સંગ તથા રૂચિકર વસ્તુને વિગ તેને રાગદ્વેષ ઉપજાવે છે, તૃષ્ણ-અહંભાવ પ્રબળ થાય છે. દુષ્ટવૃત્તિઓ ઉપરાઉપર પ્રગટે છે અને મમત્વ ભાવના વૃદ્ધિ પામે છે,” મહાત્માના આ વચને યથાર્થ છે, વળી આત્મોતિતિ ને માટે પૂવચાર્યોએ જે કથન કરેલું છે, તે વિચારતાં ખાત્રી થાય છે કે, માનવ જીવનની ઉજ્વળતા આત્મોન્નતિમાં જ પ્રકાશી રહેલી છે. હૃદયગત આંતરિક પ્રકાશનો પ્રાદુર્ભાવ પણ આત્મોન્નતિની પૂર્ણ કળામાં જ રહે છે. અનિર્વચનીય, પ્રેરણાજનક અને પ્રોત્સાહક વર્તન આત્મોન્નતિ શીખવે છે. શુદ્ધ, સરલ, વિનયવાળા અને દંભરહિત આચારો આભેન્નતિથી જ પ્રાપ્ત થાય છે. પરમ પવિત્ર જીવનનું દર્શન આત્મોન્નતિમાં થાય છે. અશુભ પ્રવૃત્તિ હિંસા અને વિષયાસકિત આત્મોન્નતિથી અતિ દૂર રહે છે, અને તૃષ્ણા, ઈર્ષ્યા અને અવિદ્યા વગેરે દુર્ગુણે આત્મન્નતિની પાસે આવી શકતા નથી. ટુંકામાં વિરતિ ધર્મની વિજયપતાકા ફરકાવનાર અને આત્મ કર્તવ્યમાં અચળ–એક નિષ્ઠા રાખનાર જે કોઈ પણ ભાવમય પદાર્થ હોય તે તે આત્મોન્નતિજ છે. આ લેખમાં એ વાત સિદ્ધ કરી બતાવી છે. પ્રાચીન સિદ્ધાંતને સિદ્ધ કરવા આધુનિક દષ્ટાંતેને યુક્તિપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. નવીન વિદ્યાના સંસ્કાર પામેલા વિદ્વાને અને વિદ્યાર્થીઓને આ લેખની પદ્ધતિ મનોરંજક થઈ પડે તેવી છે. શંકાઓથી આકુલ-વ્યાકુલ થનારા હૃદયને આ લેખ શાંતિપૂર્વક આશ્વાસન આપે છે, એથી સર્વથી વિશેષ અગત્યને, મધુર તથા સરળ ભાષાને, નવીન સાયન્સના પ્રમાણેથી યુક્ત અને વિદ્વાનેને આત્મિક આનંદમાં તલ્લીન કરનારો આ લેખ જન તેમજ જૈનેતર-સમગ્ર પ્રજાને મનનપૂર્વક આદંત વાંચવા યોગ્ય છે. આ લેખની અંદર પાત્રોની જનામાં જે મહાત્માને પ્રસંગ છે, તે ગુરૂતત્વના મહિમાને પરમ ઉત્કર્ષ દર્શાવનારો છે. એ મહાત્માનું ચારિત્રજીવન માનસિક ચક્ષુ સમક્ષ ખડું રાખવા એગ્ય ભાસે છે અને તેવા ઉત્તમ ગુરૂના સિદ્ધાંત અને ઉપદેશોનું અનુકરણ કરવાની શુદ્ધ આસ્તા પ્રગટ થઈ આવે છે અને તે સાથે જનકલ્યાણને માટે પ્રેમ, દયા અને અહિંસા વગેરે ઉતમોત્તમ ગુણ સેવન કરવાને ઉપદેશ મેળવી શકાય છે. એ મહાત્માના ઉપદેશદ્વારા લખેલા લેખે મનુષ્યનું આખું નિર્દોષ જીવન અને ચારિત્ર ઘડવામાં મુખ્ય સાધનરૂપ થાય છે. કામ, ક્રોધ, કલેશ,મેહ, મત્સર, તિરસ્કાર, ચિંતા, ઈર્ષા, અને દેષ વગેરે દુર્ગુણને નિરોધ કરે છે, અને ચિરસ્થાયી લાભ વિનાના એક દેશીય માર્ગની ઉપેક્ષા કરી આત્મન્નિતિના ઉત્તમ માર્ગની અપેક્ષા કરાવે છે.
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy