SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રતકાળે નવીન વિદ્યાના પ્રભાવથી ભરપૂર એવી સાયન્સની પદ્ધતી વિશેષ રૂચિકર થઈ પડી છે અને ઉછરતા નવીન વિદ્વાનનું હૃદય તે ઉપર વિશેષ વિશ્વાસી હોવાથી આ લેખમાં તેને આદર આપવામાં આવ્યો છે. આ લેખના સાત વિભાગ પાડવામાં આવ્યા છે અને તે યાત્રા રૂપે દર્શાવેલા છે. પહેલી યાત્રામાં મહાત્માના મેળાપને રસિક પ્રસંગ વર્ણવી પ્રતિપાઘ વસ્તુને આરંભ કરવામાં આવ્યું છે. તેની અંદર જગત કર્તા ઈશ્વર નથી તે વિષયનું વિસ્તારથી વિવેચન કરી અને ઈરાવતાર વિષે જૈન ધર્મની માન્યતા કેવી છે, એ વાત જણાવી પ્રથમ યાત્રા પૂર્ણ કરવામાં આવી છે. બીજી યાત્રામાં જગતનું અનાવિ સિદ્ધ કરી બતાવ્યું છે અને તેમાં જર્મનીના તત્ત્વજ્ઞાની પ્રેફેસર ડિલ્યુશનના મતનું પ્રમાણ આપવામાં આવ્યું છે. તે પછી દ્રવ્યનું સ્વરૂપ અને સ્વભાવ તેને લગતા સાયન્સના નિયમો સાયકલ સાયન્સ પ્રમાણે છેવોના આહાર, અને પરમાણુઓનું સ્વરૂપ, અને જગતની વિચિત્રના પ્રશ્નનું સમાધાન, વગેરે ઉપયોગી વિષયનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્રીજી યાત્રામાં જીવનું અસ્તિત્વ અને પરમાત્માની ઓળખને મહાન વિષય ચર્ચલે છે. તે વિષયક પ્રશ્નના સમાધાનમાં લેખકે વિષયમાં ખુબી અચ્છી રીતે બતાવી આપી છે. નાસ્તિક મતના ખંડનમાં પરદેશી રાજા અને કેશીગણધરને સુબોધક વૃત્તાંત આપી આસ્તિકતાની ભાવનાને જાગૃત કરી છે. તે સિવાય આત્માની અનાદિ, સિદ્ધિ, કર્મસહિત અને કમરહિત છના બેભેદનું પ્રતિપાદન, સંસારી શબ્દને અર્થ, જીવના બીજા ભેદે, નવીન સાયન્સ પ્રમાણે ચિતન્યની સાબીતી, આત્મા સાથે કર્મોની વર્ગને સંબંધ, આત્માનું સંક્ષિપ્ત સ્વરૂપ, કર્મોનું સ્વરૂપ, આત્મસ્વરૂપ, સિદ્ધના જી વનું સ્વરૂપ, જીવ સ્વરૂપ વિષેના અન્યમતના કથનનું અવાસ્તવિકપણુની સિદ્ધિ, ભિન્ન ભિન્ન સ્વભાવવાળા આત્મા અને કર્મને યોગ, તે વિષે આ પેલાં દષ્ટાંત, જીવને સુખદુઃખ લાગવા વિષે નવીન ઉપજાવેલા દષ્ટાંતે, આત્માની ત્રિવિધ પરિણતિ, બહિરાભા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ, આત્માને શુભાશુભ કર્મો ગ્રહણ કરવાના પાંચ કારણે, જડકર્મની શક્તિનું વિવેચન, અમૂર્તજીવ ને મૂર્ત કર્મોને સંયોગ થવા વિષે ઓકિસજન વાયુનું દષ્ટાંત, જીવની સાથે જન્માંતરમાં કર્મનું અનુગમન કેવી રીતે થાય છે? તેનું દષ્ટાંત સહિત નિરૂપણ, પ્રતિમા–મૂર્તિપૂજાનું પ્રતિપાદન, પ્રભુભક્તિને પ્રભાવ અને અજીવ પ્રતિમા શું ફળ આપી શકે? તે પ્રશ્નનું સવિસ્તર સમાધાન ઇત્યાદિ શાસ્ત્રીય વિષયે આપી લેખકે આહત તત્વવિદ્યા અને પ્રતિપાસના સિદ્ધ કરી બતાવી છે,
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy