________________
२ न्यायालोके प्रथमः प्रकाश:
મુવિદ્વા૨શ્ન: इह खलु सकलदुःखजिहासया परमानन्दसम्पत्तये च मुक्त्युपायेषु प्रवर्तमाना दृश्यन्ते मुनयः । तत्र केयं मुक्तिः ? | समानाधिकरणदुःखप्रागभावाऽसहवृत्तिदुःखध्वंस इति नैयायिकादयः ।
------------- મ મત---- 'न्यायालोकमित्यनेनाभिधेयप्रदर्शनं कृतम् । अभिधेयाख्यानुबन्धग्रहणेन अनुबन्धसजातीयत्वात् सम्बन्धाधिकारिखयोजनग्रहणं तद्ग्रहणे तत्सजातीयोऽपि गृह्यते' इतिव्यायात् कर्तव्यम् । अनुबन्धश्च स्वविषयकज्ञानव्दारा शारो प्रवर्तकः । आत्मन एतत्प्रकरणकर्तृत्वाधिकारित्वादिप्रदर्शनार्थं न्यायविशारदत्वबिरुदमाविष्कृतम् । काश्यामाह्वानपुरस्सरमनेकप्राज्ञपण्डितान् पराजितवान् महावादी यदा प्रकृतग्रन्थकृता जितस्तदा काशीविबुधैः न्यायविशारदत्वबिरुदं प्रादायि प्रस्तुतग्रन्थकृते इति सुप्रसिदमेव । तदुक्तं ग्रन्थकृतैव न्यायखण्डखाद्ये प्रतिमाशतके च 'पूर्व न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधैः ॥' (न्या.खं.खा.प्र.) इति ।
उपोन्दातसङ्गतिमाविष्करोति- इहेति । परमानन्दविकलस्य दुःखहानस्यानुपादेयत्वात्, दुःखानुविन्दानन्दस्य चोदवेजकत्वात् 'परमानन्दसम्पत्तये च' इति निर्देशस्यावश्यकता । तत्र = मुक्त्युपायघटकीभूता का = किंस्वरूपा किंलक्षणा किंहेतुका च इयं मुक्तिः = मुक्तिपदाभिधेया व्यक्ति: ? इति जिज्ञासा । समानाधिकरणदुःखप्रागभावासहवृत्तिद्धःखध्वंस: इति नेयायिकादयः । अत्र असहवृत्तित्वं = असमानकालीनत्वम् । संसारिणामिदानीन्तनदुःखध्वंसातिव्याप्तिवारणाय 'समाने'ति तदविशेषणम्, इदानीन्तनस्य तत्समानकालीनत्वात् ।
પ્રયોજન - આ ચાર અનુબંધના ભેદ છે. અહીં વિષયસ્વરૂપ અનુબંધનું શબ્દત: ગ્રહણ કરવામાં આવેલ છે અને શેષ ત્રાણ અનુબંધ સામર્થ્યગમ્ય છે. પોતાના વાર્થ સાથે આ ગ્રન્થનો અભિધેય-અભિધાયકભાવ સંબંધ છે, જેને વા-વાચકભાવ સંબંધ પણ કહે છે. અભિધેયાર્થના જિજ્ઞાસુ અને સમર્થ વિદ્વાન શ્રોતા અથવા પાઠક અહીં અધિકારી છે - આ અર્થતી જણાય છે. ગ્રંથકારનું સાક્ષાત પ્રયોજન છે જિજ્ઞાસુ અધિકૃત શ્રોતાવર્ગ-પાઠકવૃંદ ઉપર ઉપકાર કરવો તથા શ્રોતા અથવા વાચક મહાશયનું સાક્ષાત પ્રયોજન છે ન્યાયાલોક ગ્રંથના અભિધેયાર્થના જ્ઞાનની પ્રાપ્તિ. ગ્રંથકાર અને શ્રોતા થા વાચક બન્નેનું પરંપર પ્રયોજન છે મોક્ષપ્રાપ્તિ. આ વાત પણ સામર્થ્યગમ્ય છે. કે શ્રીમદ્જીએ શબ્દત: સાક્ષાત ફક્ત અભિધેયાત્મક એક અનુબંધનું જ પ્રતિપાદન કર્યું છે છતાં પણ તને તત્સનાતોf yધ' ન્યાયથી અનુબંધસજાતીય સંબંધ, અધિકારી અને પ્રયોજનનું પણ અર્થત: પ્રતિપાદન થઈ ગયું - આવું સમજાય છે. આ રીતે અનુબંધ ચતુષ્ટયનું જ્ઞાન થવાથી અધિકૃત વ્યક્તિની પ્રસ્તુત ગ્રન્થમાં પ્રવૃત્તિ સુકર બને છે.
મંગલ શ્લોકના ચતુર્થ પાદમાં “ધીમાન્ ચા વિરાર’ આ રીતે ગ્રંથકારે પોતાનો વિશિષ્ટ ઉલ્લેખ કરેલો છે. સેંકડો ગ્રંથના રચયિતા શ્રીમદ્ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજના બુદ્ધિવૈભવની તો શું વાત કરવી ? કાશીમાં ૭૦૦ વિદ્યાર્થીઓને ભણાવનાર ભટ્ટારકજી પાસે જ્યારે ગ્રંથકાર શ્રીમદજી અધ્યયનમાં મગ્ન હતા, તે સમયે કાશીમાં એક મહાવાદી સંન્યાસીએ વાદ માટે કાશીના વિદ્વાનોને આહવાન આપ્યું. વાદમાં ધુરંધર પંડિતો પણ જ્યારે હારી ગયા ત્યારે ભટ્ટારકજીની નજર પ્રસ્તુત ગ્રંથકાર શ્રીમદ્જી ઉપર સ્થિર થઈ. શ્રીમદ્ જશવિજયજી મહારાજે જંગી માનવમેદની વચ્ચે પંડિતોની વાદસભામાં ગુરુકૃપાના અચિત્ય પ્રભાવથી સ્યાદ્વાદયુક્તિ દ્વારા એ મહાવાદી સંન્યાસીને હરાવ્યો. અનેકાંતદર્શનની જયપતાકાને કાશીના વિશાલ ગગનાંગણમાં લહેરાવનાર શ્રીમદ્ જશવિજયજી મહારાજને અત્યંત સન્માનપૂર્વક કાશીના વિદ્વાનોએ ‘ન્યાયવિશારદ' બિરુદથી વિભૂષિત કર્યા. આ અતિમહત્ત્વપૂર્ણ સત્ય ઘટનાનું દિગ્દર્શન પોતાના વિશિષ્ટ ઉલ્લેખ દ્વારા શ્રીમદ્જીએ અહીં કરેલ છે. પ્રતિમાશતક ગ્રન્થના અને ન્યાયખંડખાધ ગ્રન્થના છેડે આ સાત્વિક સત્ય ઘટનાને શ્રીમદ્જીએ આ રીતે આલેખેલ છે કે ‘પૂર્વ ચાયવરત્નવિટું સરિયાં કન્ન સુધે.’ ધન્ય છે મહામહોપાધ્યાયજીની પ્રકટ પ્રતિભા અને ગરવી ગુરુભક્તિને.
૬૦. વાસ્તવમાં આ જગતમાં સર્વ દુઃખની નિવૃત્તિની ઇચ્છાથી અને પરમાનન્દસ્વરૂપ આત્મવૈભવ ની પ્રાપ્તિના ઉદ્દેશથી મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરનારા પરમર્ષિઓ દેખાય છે. કેવલ દુઃખની નિવૃત્તિ કે ફક્ત સુખની પ્રાપ્તિ પ્રાજ્ઞ પુરુષોને કામ હોતી નથી, કારણ કે એ બેમાંથી એકની પ્રાપ્તિ ન થાય તો અન્યની પ્રાપ્તિ અત્યન્ત ફળવાન બનતી નથી. કોઈ બુદ્ધિમાન મૂચ્છ, બેહોશી વગેરેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતો નથી. તેથી સિદ્ધ થાય છે કે કેવલ દુઃખાભાવ કામ નથી. તેમજ સ્વાદિષ્ટ મધુર ગુલાબજાંબુ ખાતી વખતે તેમાંથી કોઈ કાંકરી નીકળે તો ગુલાબજાંબુના રસાસ્વાદની મજા મરી જાય છે. તેથી તેવું સુખ પણ કામ નથી હોતું કે જે દુઃખથી મિશ્રિત હોય - આ પણ સિદ્ધ થાય છે. આથી પરમર્ષિઓની પ્રવૃત્તિની ઉદ્દેશ્ય કોટિમાં સકલદુઃખનિવૃત્તિ અને પરમાનંદ પ્રાપ્તિ બન્નેનો સમાવેશ અનિવાર્ય છે. ‘વિવિધ ઉદ્દેશ્યવાળી પરમર્ષિઓની મુક્તિઉપાયવિષયક પ્રવૃત્તિના ઘટક સ્વરૂપે અભિમત મુક્તિપદાર્થ શું છે? આ પ્રશ્ન પર અહીં મીમાંસા થઈ રહી છે.
* नैयायिठसंभत भोक्षनी सभीक्षा * સના યાયિક વગેરે વિદ્વાનોનો મત એવો છે કે જે દુઃખધ્વસ પોતાના સમાનાધિકરણ દુઃખપ્રાગભાવનો અસહવર્તી = અસમાનકાલિક હોય તે દુઃખધ્વંસ જ મોક્ષપદાર્થ છે. મોક્ષપદાર્થની આવી પરિભાષા અનુસાર જે દુઃખવિનાશ અંતિમ હશે તે જ મોક્ષ બની શકશે, કારણ કે તે ચરમદુઃખધ્વસના અધિકરણીભૂત આત્મામાં ત્યાર પછી અન્ય દુઃખધ્વંસ ઉત્પન્ન નહીં થાય. સ્પષ્ટ જ છે કે અંત્ય દુઃખનિવૃત્તિ જ એવી હશે જે સ્વસમાનાધિકરણ પૂર્વવર્તી દુઃખપ્રાગભાવની સમાનાધિકરણ નહિ હોય. જે દુઃખધ્વંસ ચરમ નહિ હોય,