________________
લલિતવિસ્તરા ગ્રન્થનો મૂળ મુદ્દો એ છે કે ચૈત્યવંદનની ક્રિયામાં જે ચૈત્યોને વંદન કરવામાં આવે છે, તે શ્રી અરિહંતોના બિંબો છે અને બિંબોનું નામ “ચૈત્ય એટલા માટે છે કે તેમને કરેલા વંદનાદિ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે.
શ્રી અરિહંતોના બિંબોમાં પ્રશસ્ત સમાધિવાળું ચિત્ત ઉત્પન્ન કરવાનું સામર્થ્ય શાથી આવે છે ? એ પ્રશ્નનો ઉત્તર ભાવ અરિહંતનું સ્વરૂપ જાણવાથી મળી રહે છે.
આ વૃત્તિમાં જે સૂત્ર ઉપર પ્રથમ વિવરણ કર્યું છે, તે સૂત્રનું નામ “નમોલ્યુ' સૂત્ર છે, તેને શક્રસ્તવ પણ કહેવાય છે. તેમાં “ભાવઅરિહંત” ના સ્વરૂપને જાણવા માટે તેત્રીસ વિશેષણો આપવામાં આવ્યા છે અને તે પ્રત્યેક વિશેષણ કેટલું અગિંભીર છે, તે સમજાવવા માટે પૂ શ્રી હરિભદ્રસૂરીજી મહારાજે અસાધારણ પ્રયાસ કર્યો છે.
આ પ્રયાસના ફળ રૂપે આપણને જાણવા મળે છે કે તીર્થકર ભગવંતોનો સંબંધ ત્રણ લોકની સાથે રહેલો છે. તેમણે ત્રણે લોકના સમસ્ત જીવોના કલ્યાણની કામના કરેલી છે, તીવ્ર ભાવના ભાવેલી છે. સર્વજીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટેનો માર્ગ શું હોઈ શકે તેના સંપૂર્ણ સાક્ષાત્કાર માટે અને તેમાં પ્રતિબંધક કર્મના નિર્મુલ ક્ષય માટે તીવ્ર તપ તપ્યા છે, ઉગ્ર સંયમ પાળ્યા છે, ઘોર પરીષહો અને ઉપગ સહ્યાં છે ઉપરાંત ગુરુકુળવાસમાં વસી શાસ્ત્રોના વિધિપૂર્વક અભ્યાસ કર્યો છે અને તે સમગ્ર સાધનાના પરિણામે વિશુદ્ધ સમ્યક્દર્શન અને પરહિત ચિંતનનો પ્રબળ અધ્યવસાય હોવાથી તેઓશ્રીને સર્વ પુણ્યપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ એવી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ નિકાચિત થાય છે.
તે પુણ્ય પ્રકૃતિના વિપાકોદય વખતે તેઓ વીતરાગ હોવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારૂં અને ભવોદધિ તારનારૂં તીર્થ સ્થાપે છે. આ તીર્થના આલંબને અનેક કોઈ જીવો પોતાનું
9 વિરૂચ ભાવ: $ વા ચૈત્યમ્ તિ વ્યુત્પત્તિ: | કલ્યાણ સાધે છે. આવો ભવ્ય ઉપકાર શ્રી તીર્થકર દેવોના આત્માઓથી જ થઈ શકે છે. પણ બીજાઓથી નહિ. તેનું કારણ આપતાં વૃત્તિકાર મહર્ષિ શ્રી તીર્થકર ભગવંતનાં “રિસરમા” એ વિશેષણનું વિવરણ કરતાં ફરમાવે છે કે શ્રી તીર્થકરોના આત્માઓમાં અનાદિકાલીન વિશિષ્ટ યોગ્યતા રહેલી છે અને તે યોગ્યતા તેમનામાં એવા પ્રકારની પરાર્થરસિકતા ઉત્પન્ન કરે છે કે વરબોધિના લાભ વખતે તેઓ પોતાના સ્વાર્થને ગૌણ કરનારા અને પરના ઉપકારને મુખ્ય બનાવનારા બની રહે છે. આ પરાર્થવ્યસનિતા તેમને સર્વશ્રેષ્ઠ પદવી આપનાર થાય છે. તીર્થપદવી તેમની યોગ્યતાના કારણે છે અને એ યોગ્યતા તેમની પરાર્થવ્યસનિતામાં પ્રેરક બને છે.
પૂશ્રી હરિભદ્રસૂરીજી મહારાજ કહે છે કે પુરૂષોમાં શ્રી તીર્થકર ભગવંતો ઉત્તમ એટલા માટે છે કે તેમનામાં જેવી પરાર્થવ્યસનિતા અને સ્વાર્થઉપસર્જનતા દેખાય છે, તેવી બીજા જીવોમાં દેખાતી નથી. આમ થવાનું કોઈ કારણ હોવું જોઈએ અને એ કારણ તેમની અનાદિ કાલીન અપ્રગટ (સ્વરૂપગત) યોગ્યતામાં રહેલ છે. સહકારી કારણો મળતાં જ તે યોગ્યતા નીકળી છે. અન્ય મોક્ષગામી