________________
શ્રી હરિભદ્રસૂરિકૃતિની નિશાની તરીકે વિરહ’ શબ્દ, આ ગ્રન્થમાં પ્રકરણના અંતિમભાગે, ગ્રન્થના ઉપસંહારમાં અને પ્રશસ્તિમાં એમ ત્રણવાર કહેલો માલુમ પડે છે.
પ્રસ્તુત ગ્રન્થમાં દર્શાવેલ મતાંતરોને જોવાથી સહ્રદય પુરૂષોનું અંતઃકરણ, અવશ્ય, મધ્યસ્થષ્ટિથી પ્રતિપાદન કરેલ નિર્ણયને અનુસરનારૂં બનશે જ.
‘લલિતવિસ્તરા’ એ કરેલો શ્રી સિદ્ધર્ષિગણિ ઉપર મહોપકાર
સિદ્ધર્ષિ. બૌદ્ધના સિદ્ધાંતના અભ્યાસમાત્રથી ચલિત ચિત્તવાળા બનેલા, પરંતુ બૌદ્ધોના પરિચયથી નહીં. વળી તેઓ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના સાક્ષાત્ પરિચયમાં આવેલા નથી. કારણકે; “માં બુદ્ધવા કિલ સિદ્ધસાધુરખિલવ્યાખ્યાતૃચૂડામણિઃ, સંબુદ્ધઃ સુગપ્રણીતસમયાભ્યાસાચ્ચલચેતનઃ ! યત્કર્તૃઃસ્વકૃતી પુનર્ગુરુતયા ચક્રે નમસ્યામસૌ”
અર્થાત્ - બુદ્ધના રચેલા શાસ્ત્રના અભ્યાસથી સિદ્ધર્ષિનું ચિત્ત, જૈનશાસનથી ચલિત થયું હતું પણ ‘લલિતવિસ્તરા' ના વિચારપૂર્વકના વાંચનથી સિદ્ધર્ષિ, જૈનશાસનમાં સ્થિર થયા. અને સઘળા વ્યાખ્યાનકારોમાં ચૂડામણિ એવં કૃતજ્ઞશરોમિણ મહાજ્ઞાની સિદ્ધર્ષિએ પોતાની કૃતિ - ઉપમિતિભવ પ્રપંચાકથામાં ગુરુ તરીકે માની શ્રી હરિભદ્રસૂરિજીને નમસ્કાર કરેલ છે. વિ. શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત લલિતવિસ્તરાની પંજિકાના બીજા શ્લોકને જોવાથી સ્પષ્ટ માલુમ પડે છે. પરંતુ સિદ્ધર્ષિગણિને પ્રતિબોધ કરવામાં કયા સૂત્રનું વ્યાખ્યાન સમર્થ હેતુ તરીકે બન્યું છે તેનો નિર્ણય સ્પષ્ટ થઈ શકતો નથી. કેમકે; અનેક સ્થળે બૌદ્ધનું અને બૌદ્ધવિશેષોનું સામાન્ય વિશેષથી ખંડન પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ સિદ્ધર્ષિનો કોઈ ઉલ્લેખ નથી કે આ ગ્રન્થનો અમુક ભાગ મને બોધિસ્થિરતાકારક બન્યો છે. પરંતુ એટલું તો ચોક્કસ જ છે કે લલિતવિસ્તરાએ તેમની બોધિવિષયક સ્થિરતામાં પૂરેપૂરો ભાગ ભજવ્યો છે.
આ. શ્રી હરિભદ્રસૂરિજીનું સંક્ષિપ્ત જીવન
શ્રી પ્રભાવકચરિત્રમાં જણાવ્યા પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિ ચિત્તોડનગરના રાજા જિત્તારીના પુરોહિત હતા, પણ કથાવલીના લેખના અનુસારે એવિદ્વાન્ પિર્તગુઈ’ નામની કોઈ બ્રહ્મપુરીના રહેવાસી હતા, એમની માતાનું ‘ગંગા’ અને પિતાનું નામ ‘શંક૨ભટ્ટ' હતું.
શ્રી હરિભદ્રે પોતે પ્રકાણ્ડપંડિત હોવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેનું બોલેલું ન સમજું તેનો શિષ્ય થઈ જાઉં.' આ પ્રતિજ્ઞાની સાથે ચાલતા તે ચિત્તોડનગરે આવ્યા હતા. તે અવસર ચિત્તોડમાં જિનભટ્ટસૂરિ (કથાવલી પ્રમાણે જિનદત્તાચાર્ય) નામના જૈન આચાર્ય વસતા હતા, તેમના સંઘાડામાં ‘યાકિની’ નામક મહત્તરા સાધ્વી હતા. એક દિવસ હરિભદ્રે યાકિનીના મુખે ‘ચક્તિદુર્ગંહરિપણગં’ ઈત્યાદિ ગાથા સાંભલી પણ તેઓ સમજ્યા નહીં તેમણે સાધ્વીને તે ગાથા સમજાવવા કહ્યું તો તેણીએ પોતાના પૂર્વોક્ત ગુરુ પાસે જવા કહ્યું. હિરભદ્રે આચાર્યજિનભટ્ટ પાસે જઈને ગાથાનો અર્થ પૂછયો પણ આચાર્યે કહ્યું કે આ સૂત્રોના અર્થો જૈન પ્રવ્રજ્યા લઈને વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં
૧૮