________________
नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये ।
मदर्थ निर्मितायेन वृत्तिललितविस्तरा ॥ આપણે પણ આ બોલી ઊઠશું જેટલો ગોળ નંખાય એટલું ગળ્યું થાય.
આ ગ્રન્થને જેટલું વધુ ને વધુ વાગોળવાનું થાય એટલા ગૂઢ રહસ્યો એમાંથી પ્રાપ્ત છું. થાય છે.
શકસ્તવની મુખ્યતા સાથે ચૈત્યવંદનના આ સૂત્રોના એક એક પદ પાછળ રહેલા ગૂઢ છે રહસ્યોના સાગરને યાકિનિમહત્તરાસૂનુશ્રી હરિભદ્રસૂરિ મહારાજે આલલિતવિસ્તરા મહાગ્રન્થમાં આ ઉતાર્યો છે. એક એક પદને હેતુ તરીકે લઈ, આગ્રન્થમાં હેતુવાદથી એ સિદ્ધિ કરવામાં આવી છે કે શ્રી તીર્થંકરદેવ જેવું કોઈ પરમોચ્ચ તત્ત્વ આ વિશ્વમાં નથી અને શ્રી જૈનદર્શન જેવું કોઈ સંપૂર્ણ સત્ય દર્શન આ વિશ્વમાં નથી. ચૈત્યવંદનની મહાન ક્રિયાને ભાવોના પ્રાણ રેડી ચૈત્યવંદન કરવાનું માર્ગદર્શન આ ગ્રન્થમાંથી મેળવી શકાય છે.
આ લલિતવિસ્તાર માં કેવા રહસ્યો છૂપાયેલા છે જાણવા માટે એનો કંઈક વિષય પરિચય મેળવીએ.
ગ્રન્થકારે મંગળ કરીને ચૈત્યવંદનની સફળતા દર્શાવ્યા બાદ એ સમ્યક કઈરીતે થાય એ માટેના વિધિમાં ઉપયોગ વગેરે ૫ અંગોનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ ધર્મના અને ચૈત્યવંદનના અધિકારીની વિશેષતાઓ દશવી અનધિકારીને આપવામાં રહેલા દોષો - અધિકારીને આપવામાં થતા લાભોનું પ્રરૂપણ કર્યું છે. તદનન્તર અપવાદમાર્ગનું સ્વરૂપ, શાસ્ત્ર પરીક્ષા અને શુદ્ધદેશનાનું નિરૂપણ કરી ચૈત્યવંદનની પૂર્વવિધિ જણાવી છે. તે પછી સ્તોતવ્ય વગેરે ૯ સંપદાઓ જણાવી વ્યાખ્યાનાં સંહિતા વગેરે ૬ પ્રકારનાં સ્વરૂપ અને જિજ્ઞાસા વગેરે ૭ પ્રકારનાં અંગો પર ગ્રન્થકારે સુંદર પ્રકાશ કર્યો છે. હવે પછી, તમોત્થણે અરિહંતાણં વગેરે એક એક પદ લઈ તેની વ્યાખ્યામાં ગ્રન્થકારે નીચેની બાબતો અંગે રહસ્યો ખોલ્યાં છે.
નમો અરિહંતા - ધર્મવૃક્ષનાં બીજ વગેરે, ભાવનમસ્કારમાં તરતમતા, ઈચ્છા વગેરે ૩ યોગ, ધર્મ - યોગ સંન્યાસ
ભગવંતા - ‘ભગ’ ના ઐશ્વર્ય વગેરે ૬ અર્થોની શ્રી અરિહંતમાં વિદ્યમાનતા આઈચાર • સાંખ્યના અકતૃત્વવાદનું તેમજ સ્વભાવમાત્રવાદનું ખંડન તિલય - આગમધામિકનાં વેદ અપૌરુષેયત્વવાદનું નિરસન ....
સાંસાહાણ - અનાદિ પરમેશ્વર મહેશના અનુગ્રહથી જ બોધ - નિયમની પ્રાપ્તિ થાય એવા મહેશાનુગ્રહ મતનું નિરાકરણ
પરિસરમાણ - બધા જીવો એક જાતીય હોય છે એવા કેટલાક બૌદ્ધોના મતનો નિરાસ, સહજ તથા ભવ્યત્વના કારણે શ્રી તીર્થકરના જીવોમાં રહેલ પરાર્થવ્યસનીપણું વગેરે ૧૦ વિશિષ્ટ
(