________________
| શ્રી અહં નમઃ ||
- પ્રસ્તુતે
અનેક દેવ દેવીઓથી પરિવરેલા ઈન્દ્ર પોતાની ઈન્દ્રસભામાં બેઠા છે. ગીત અને સંગીતના છે જલસાઓ ગોઠવાયા છે. નૃત્ય અને ગાનમાં સહુકોઈ એકતાન બન્યા છે. અને અચાનક ..
ઈન્દ્રની આંખે મોટી થવા માંડી ... ભ્રમરો ઊંચી થવા માંડી .. જોતજોતામાં આખા છે શરીર પર વૈશ્વાનર છવાઈ ગયો ... આ મારું સિહાસન ધ્રુજાવ્યું કોણે ? એ ઈન્દ્રનો પ્રશ્ન હતો.
પોતાના જ અવધિજ્ઞાનથી જ્યારે જવાબ જાણ્યો ત્યારે ક્રોધ હર્ષમાં પલટાયો. ત્રિલોકનાથ શ્રી તીર્થંકર પરમાત્માનું વન જાણી રોમરાજી વિકસ્વર થઈ. અંતર ભક્તિભાવથી છલકાઈ ગયું.
ઈન્દ્ર સિહાંસન પરથી નીચે ઉતર્યા પ્રભુની દિશામાં ૭ - ૮ ડગલાં ગયા, દિલમાં ભાવોલ્લાસ સીમિત નહીં રહી શક્યો અને નમુત્થણે (શાસ્તવ) દ્વારા બહાર આવ્યો.
આવા મહત્વના પ્રસંગે ઈન્દ્ર મહારાજા જેવા પોતાના પ્રકૃષ્ટ ભક્તિભાવને આ શક્રસ્તવ દ્વારા વાચા આપે છે એનાથી જણાય છે કે આ સૂત્રમાં શ્રદ્ધા અને ભક્તિના કેવા ઉત્કૃષ્ટ રહસ્યો પડેલા છે.
સિદ્ધર્ષિ કે જેઓ મહાકવિ માઘના પિતરાઈ ભાઈ થાય, મહાત્મા ગગર્ષિના ઉપદેશથી વૈરાગ્ય પામ્યા. એમણે સંસારને તિલાંજલિ આપી, પણ સંસારને પ્રાપ્તિ થઈ એક અજોડ કવિની સારા વિશ્વના વિદ્વાનો કહે છે કે, તેઓએ રચેલ ચમ્ કાવ્ય “ઉપમિતિ ભવ પ્રપંચાકથા' માત્ર સંસ્કૃત વાફમયમાં જ નહીં, વિશ્વની તમામ ભાષાઓમાં અજોડ છે, આવી રૂપક કથા અન્ય કોઈ નથી.
ચમત્કારિક કલ્પનાશક્તિ ધરાવનાર આ વિદ્વાનના જીવનનો એક પ્રસંગ લલિતવિસ્તરા મહાગ્રન્થની ઉજ્જવળ યથોગાથા ગાય છે. બૌદ્ધદર્શનના સંગીત અભ્યાસ માટે તેઓ બૌદ્ધો પાસે ગયા. એમની વિધ્વતા પારખીને બૌદ્ધોએ એમને પોતાનામાં ખેંચી લેવા પ્રયાસો કરવા માંડયા. એમને પણ બૌદ્ધદર્શનનું આકર્ષણ થયું, અને ત્યાં રહી જવાનો નિર્ણય જણાવવા ગુરૂમહારાજ પાસે આવ્યા. ગુરૂદેવ પણ મહાન જ્ઞાની હતા. બૌદ્ધોના તર્કની સામે પ્રતિતર્ક દ્વારા જેમ દર્શનની સત્યતા સમજાવી, નિર્ણય બદલીને એની જાણ કરવા પાછા બૌદ્ધો પાસે ગયા. બૌદ્ધોએ પુનઃ દલીલો કરી પૂર્વના નિર્ણયનું વળગણ પેદા કર્યું. પાછા નિવેદન કરવા ગુરૂમહારાજ પાસે આવ્યા. પુનઃ ગુરૂદેવે એમને જૈનદર્શનમાં સ્થિર કર્યા. કહે છે કે આ રીતે સિદ્ધર્ષિએ ૨૧ વાર બૌદ્ધદર્શન અને જૈનદર્શન વચ્ચે આવનજાવન