________________
तत्त्वन्यायविभाकरे
શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટભૂષણ ‘શ્રી લક્ષ્મીસાગરસૂરિ થયા. શ્રી લક્ષ્મીસાગરસૂરિના પટ્ટરૂપી સમુદ્રમાં ચંદ્રસમાન શ્રી ‘સુમતિસાધુસૂરીશ્વર’ થયા. (૬૧)
७२४
દાક્ષિણ્ય-દક્ષતા-સાધુતા આદિ ગુણોની શ્રેણીથી સંપુષ્ટ, જૈનશાસનરૂપી આકાશમાં સૂર્યરૂપ, જેઓ હરગિરિ વગેરે ઋષિઓને દીક્ષા આપનારા થયા. જેઓ શિથિલ સાધુઓના મધ્યમાં રહેવા છતાં ઉત્કૃષ્ટ સાધુના આચારમાર્ગ છોડનારા નહિ બન્યા. ગચ્છની પુષ્કળ પ્રભુતાથી વિશિષ્ટ, શ્રી સુમતિસાધુસૂરીશ્વરજી મહારાજના પાટરૂપી પ્રાસાદના શિખરાગ્રસ્થ સુવર્ણકલશરૂપ શ્રી ‘હેમવિમલસૂરીશ્વરજી’ થયા. (૬૨-૬૩) (યુગ્મમ્.)
શ્રી જૈનશાસનપ્રભાવક, આગમતત્ત્વની ગહનતાના સમર્થક, દેશનાદ્વારા જૈન(આત્મ) ધર્મપ્રચારક, વિશ્વતળમાં કીર્તિલતાપ્રવર્ધક, શિથિલ સાધુમાર્ગના ઉદ્ધારક, તપસ્વી નિગ્રંથ સમાજના રાજા, શ્રી હેમવિમલસૂરીશ્વરજીની પાટરૂપી મણિહારના નાયક મણિરૂપ ‘આનન્દવિમલસૂરીશ્વરજી’ થયા. (૬૪-૬૫) (યુગ્મમ્.)
મહાપ્રતાપી, મુનિઓના ઇન્દ્ર, અપ્રમત્ત, વાદિઓને વાદમાં જીતનારા, સર્વજ્ઞ-સિદ્ધાન્તવેત્તા, શ્રી આનન્દવિમલસૂરીશ્વરજીની પાટરૂપ સિંહાસનમાં રાજતેજસ્વી શ્રી ‘વિજયદાનસૂરીશ્વરજી' થયા. (૬૬) (યુગ્મમ્.)
વૈરાગ્યરત્નના રોહણાચલ, પંડિતતારૂપ આમ્રવૃક્ષના વસંતમાસરૂપ, સૌભાગ્ય અને સૌજન્યની વિહારભૂમિ, ક્રિયારૂપી સ્ત્રીને ક્રીડનકાજે મનોહર કુંજ, કુપાક્ષિકોના અજ્ઞાનરૂપી અંધકારના વિનાશમાં સૂર્ય, સૂરિઓથી નત, કરુણાના સાગર અને શમરૂપી રાજાના પ્રાસાદ જેવા શ્રી વિજયદાનસૂરીશ્વરજીના પાટરૂપી સરોવરમાં રાજહંસ શ્રી હીરસૂરીશ્વરજી થયા. (૬૭-૬૮)
જે યુક્તિઓની પરંપરાની પ્રયુક્તિથી આ સ્યાદ્વાદ સિદ્ધાન્તને અબાધ્ય (અકાઢ્ય) તરીકે પ્રમાણિત કરનાર, જે વિદ્વાન, પોતાના સિદ્ધાન્ત(સ્યાાદ સિદ્ધાન્ત)ની સુચારુ દૃષ્ટિથી (નયદૃષ્ટિથી) ભિન્ન મતોને સ્યાદ્વાદ સિદ્ધાન્તમાં સમાવેશ કરનારા જે હીરસૂરીશ્વરજી હતા. (૬૯)
જે હીરવાણી, પાણીની માફક કર્મના મેલને ધોતી, ઉદાત્ત-ગંભીર-અત્યંત હૃદયંગમ-મધુરધુરંધરપવિત્રતાવાહિની સભા મધ્યે શોભતી હતી. (૭૦)
યવનોમાં મુખ્ય, હિંસાપરાયણ શ્રીમદ્ અકબર આદિ અનેક ભૂપતિઓને દેશનામેઘની ધારાથી જે હીરસૂરીશ્વરજીએ દયામય (અહિંસક) બનાવ્યા છે. (૭૧)
ચાર વિદ્યાઓના નિધાન શ્રી સેનસૂરિ વગેરે સ્વશિષ્યોથી-દેવોથી ઇન્દ્રની જેમ સેવાતા જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી ખરેખર, જંગમકલ્પવૃક્ષ હતા. (૭૨)
વાદસ્થલીમાં સુસજ્જ થઈને આવેલા વાદિગજોને સિંહની જેમ ગાજતા હીરસૂરીશ્વરજીએ જીતીને શ્રી જૈનશાસનનો વિજયવંતો વિજયધ્વજ ફરકાવ્યો હતો. (૭૩)
વાદમાં વાવણૂક વાદીઓના વૃન્દ્રવિજેતા, શ્રી જૈનશાસનના સરસેનાધિપતિ, શમી(સાધુ)ઓના સ્વામી, શ્રી હીરસૂરીશ્વરજી મહારાજની પાટમાં ચૂડામણિ જેવા ‘શ્રી સેનસૂરીશ્વરજી’ થયા. (૭૪)
જે રૂપથી કામદેવસમાન છતાં વૃત્તિથી (મનોવૃત્તિથી) કામવાસનાનો નાશ કરનાર છે. ચરણયુગલથી જગતને પવિત્ર કરનાર તે વિજયસેનસૂરીશ્વરજી જય પામો. (૭૫)