________________
ગ્રંથકારપરપરા પરિચય
७१९
તે સ્થૂલભદ્રસ્વામીના પટ્ટરૂપી ભાલમાં તિલકસમાન શ્રીમાનું “મહાગિરિજી' અને શ્રીમાનું સુહસ્તિસ્વામીજી પટ્ટધર થયા. તે સુહસ્તિસ્વામીજીના શ્રી સુસ્થિતસ્વામી અને પંડિત “સુપ્રતિબુદ્ધ એમ બે પટ્ટધર થયા. તે બંનેથી (સૂરિમંત્રના કોટિ જાપથી કે કોયંશના ધારક હોવાથી) કૌટિક નામક ગણ પ્રગટ થયો હતો. (૭)
શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ કૌટિકના સદા ક્રિયામાં રૂચિવાળા “ઈન્દ્રદિનસૂરિ પટ્ટધર થયા અને ઇન્દ્રન્નિસૂરિના પટ્ટધર દિનસૂરિજી થયા. તે દિન્નસૂરિજીના પટ્ટધર, ગિરિની માફક સુધીર અને ગંભીર હૃદયવાળા, સિંહની માફક શૂરવીર “સિંહગિરિજી થયા. (૮)
મતિથી બૃહસ્પતિ જેવા, જેણે સમસ્ત અગિયાર અંગોનો બચપણમાં અભ્યાસ કરી લીધો હતો, જેનાથી પ્રભાવસંપન્ન વજશાખા પ્રગટ થયેલી છે, આકાશગામિની-વૈક્રિયલબ્ધિ આદિ વિદ્યાના અધીશ, પાપરૂપી પર્વતના ધ્વસમાં વજસમાન, તે સિંહગિરિસૂરિજી, પટ્ટના રાજા, “શ્રી વજસ્વામીજી' સંસારરૂપી દાવાનળથી વિશ્વનું રક્ષણ કરે ! (૯) .
ઇન્દ્રિયસેનાના વિજેતા, શ્રી વજસ્વામીના પાટરૂપી પૂર્વાચલમાં સૂર્યસમાન શ્રી “વજસેનસૂરિજી' થયા. તે વજસેનસૂરિના પાટમાં રત્નસમાન, ચાકુલ(ચંદ્રગચ્છ)ના મૂળ કારણરૂપ ગુરુ “ચંદ્રસૂરિજી થયા.
(૧૦).
- ત્યારબાદ જૈનાગમના પારદ, ભવ્યોના ભદ્રને કરનારા, ઘણા આચાર્યોથી પ્રણત, અપ્રમત્ત, જ્ઞાનક્રિયા-પરાક્રમ અને કૃપાના સાગર, ચંદ્રસૂરિજીના પટ્ટાલંકાર “સામંતભદ્રસૂરિજી થયા. (૧૧)
સામન્તભદ્રસૂરિજીના પદરૂપી પૂર્વાચલમાં સૂર્યસમાન, સાધુક્રિયામાં કર્મઠતાથી પ્રસિદ્ધ અને જ્ઞાનાનંદથી ભરેલા ચિત્તવાળા “શ્રીવૃદ્ધદેવસૂરિવર્ય થયા. (૧૨)
તે વૃદ્ધદેવસૂરિજીના પાટમાં તિલકસમાન શ્રી પ્રદ્યોતનસૂરિરાજ થયા. વિજયા આદિ ચાર દેવીઓથી સંસેવ્ય ચરણયુગલવાળા, જે દયાસિંધુએ શાંતિસ્તોત્રની રચના દ્વારા મારિનો રોગ દૂર કર્યો હતો, તે પ્રદ્યોતનસૂરિપટ્ટભૂષણ ‘પં.શ્રી માનદેવસૂરિજી તમોને સુખ આપો ! (૧૩).
શ્રી જૈનશાસનગગનદિવાકર, વિદ્યારૂપી ધનથી પૃથ્વીમાં પ્રસિદ્ધ મહિમાવાળા, સિદ્ધાન્તપારગામી, શ્રી ભક્તામરકાવ્યની ચારૂરચનાની ચતુરતાથી પ્રસિદ્ધ, સમ્યજ્ઞાની, શ્રી માનદેવસૂરિજીના પાટરૂપી નિર્મળ હારના નાયક મણિસમાન અજોડ મુનિવર્ય “માનતુંગસૂરિવર્ય બુદ્ધિશાળીઓને જ્ઞાનલક્ષ્મી કરો! (૧૪)
જેણે નાગપુરીમાં અત્યંત મહત્ત્વશાળી શ્રી નમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી હતી, તે “વીરા આચાર્યમહારાજ તે માનતુંગસૂરિના પટ્ટરૂપી શેષનાગમાં વાસુદેવ સમાન થયા. (૧૫)
ચારિત્રની પવિત્રતાને ધારણ કરનાર શ્રી જયદેવસૂરિજી શ્રી વીરસૂરિના પટ્ટધર થયા. પડતા પ્રાણીઓના રક્ષક “દેવાનંદસૂરિજી' શ્રી જયદેવસૂરિજીના પટ્ટધર થયા. શ્રી દેવાનંદસૂરિના પટ્ટધર ગણાધિપતિ, વિદ્વાનું “વિક્રમસૂરિપુરંદર' થયા. શ્રી વિક્રમસૂરિજીના પટ્ટધર યોગીશ્વર-જ્ઞાનીશ્વર શ્રી “શ્રી નરસિંહસૂરિ' થયા. (૧૬)