________________
तत्त्वन्यायविभाकरे
૦ સંવૃતબકુશ-જો કે સંવૃત શબ્દ, આશ્રવન્દ્વારના નિરોધકમાં, સતિરતિધરમાં, મન-વચન-કાયની ગુપ્તિવાળામાં કે યમ-નિયમ રકતમાં વર્તે છે, તો પણ બકુશ શબ્દના સામાનાધિકરણ્યથી લોકથી અજ્ઞાતત્વ માત્રમાં વર્તે છે. તથાચ જેમ પોતે કરેલા દોષોને લોકો ન જાણી જાય, તેમ દોષોને કરનારો બકુશ ‘સંવૃત’ કહેવાય છે.
६८६
૦ અસંવૃતબકુશ-પ્રગટ રીતે દોષકર્તા બકુશ ‘અસંવૃત.’
૦ અંશતઃ પ્રમાદી, નેત્રમલાદિને દૂર કરનાર ‘સૂક્ષ્મબકુશ.' પૂર્વે કહેલ પ્રકારવાળા બકુશો ઘણી વસ્રપાત્ર આદિ રૂપ ઋદ્ધિને અને ‘ગુણવંત છે, વિશિષ્ટ સાધુઓ છે' ઇત્યાદિ રૂપ કીર્તિને જેઓ ચાહે છે તે બકુશો તથા સુખમાં જે ગૌરવ-આદર તેને વરેલા તે બકુશો અત્યંત રાત-દિન આધ્યાત્મિક કરણીય ક્રિયાઓમાં ઉદ્યમી હોતા નથી. અસંયમથી નહિ જુદા પડેલા, ઘસાયેલ જંઘાવાળા, તેલ વગેરેથી કરેલ શરીરના સંસ્કારવાળા અને કાતરથી કાપેલ કેશવાળા પરિવારો જેઓના છે, તેવા ‘અવિવિક્ત પરિવારવાળા’ બકુશો હોય છે. સર્વ કે દેશથી છેદયોગ્ય અતિચારથી જનિત શબલતાથી યુક્ત ‘બકુશો' હોય છે.
अथ कुशीलमाह -
उत्तरगुणविराधनसंज्वलनकषायोदयान्यतरस्माद्गर्हितचारित्रः कुशील: I स चाssसेवनाकषायभेदेन द्विविधः ॥ ६ ॥
उत्तरेति । कुत्सितं शीलमाचारो यस्य स कुशीलः, यद्वा कुत्सितमुत्तरगुणप्रतिसेवनया संज्वलनकषायोदयेन वा दूषितत्वाच्छीलमष्टादशसहस्राङ्गशीलभेदं यस्य स कुशील: कालविनयादिभेदभिन्नानां ज्ञानदर्शनचारित्राचाराणां विराधक इत्यर्थः । तस्य प्रभेदं दर्शयति स चेति, आसेवनाकुशील इत्यर्थः ।
કુશીલનું વર્ણન
ભાવાર્થ – “ઉત્તરગુણવિરાધનથી કે સંજ્વલનકષાયના ઉદયથી દૂષિત ચારિત્રવાળો ‘કુશીલ' કહેવાય છે અને તે આસેવના અને કષાયના ભેદથી બે પ્રકારવાળો છે.
વિવેચન જેનો આચાર નિંદિત છે, તે ‘કુશીલ,' અથવા ઉત્તરગુણની વિરાધનાથી કે સંજ્વલનકષાયના ઉદયથી દૂષિત થવાથી અઢાર હજાર અંગરૂપ શીલભેદ રૂપશીલ, કુત્સિત જેનો છે, તે ‘કુશીલ’ કહેવાય છે. અર્થાત્ કાલ-વિનય આદિ ભેદવાળા, જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારોનો વિરાધક ‘કુશીલ’ હોય છે.
तौ दर्शयति,
-
—
वैपरीत्येन संयमाराधक आसेवनाकुशीलः । अयमेव प्रतिसेवनाकुशील उच्यते । संज्वलनक्रोधाद्युदयाद्रर्हितचारित्रः कषायकुशीलः ॥ ७ ॥