________________
૬૮૪
तत्त्वन्यायविभाकरे देहस्येति । अङ्गोपाङ्गसंघातरूपस्य देहस्य वस्त्रपात्राद्युपकरणानाञ्चालङ्करणेऽनुवर्तनशीलः, अष्टाविंशतिविधमोहनीयक्षयाकांक्ष्यपि ऋद्धियशस्कामत्वात् सुखशीलतावाप्तिव्यापारप्रवणत्वाच्चाहोरात्राभ्यान्तरानुष्ठेयासु क्रियासु नितरामनुद्यततया चरणपटस्य विशुद्ध्यविशुद्धिसंकीर्णस्वभावतामापादयतीति कर्बुरत्वाद्बकुश उच्यत इत्यर्थः, तत्प्रभेदमाह शरीरेति । शरीरबकुशं निरूपयति, अनागुप्तेति, मलनिस्सारणेति, मलानां दूरीकरणं दन्तानां धावनं केशानां च संस्कारः, इत्यादीनामनुष्ठातेत्यर्थः, अयं मूलगुणान्न विराधयति उत्तरगुणांस्तु भ्रंशयति, उपकरणबकुशमाह श्रृंगारायेति, विभूषार्थं दण्डपात्रकादि तैलादिनोज्जवलीकृत्य ग्रहणप्रवणः, अकाल एव प्रक्षालितचोलपट्टकान्तरकल्पादिः प्रभूतवस्त्रपात्रादिकामुक उपकरणबकुश इति भावः ॥
બકુશનું વર્ણન ભાવાર્થ – “શરીરના અથવા ઉપકરણોના અલંકાર-શોભાની અભિલાષા કરનારા અને ચારિત્રને મલિન કરનારો “બકુશ' કહેવાય છે. તે બકુશ શરીર અને ઉપકરણના ભેદથી બે પ્રકારનો છે. અનાગુપ્ત સિવાય ભૂષણ માટે, હાથ-પગ વગેરેનું પ્રક્ષાલન, આંખ આદિના મલનું કાઢવું, દાંત ધોવા અને કેશના સંસ્કાર વગેરેનો કર્તા “શરીરબકુશ' કહેવાય છે. શૃંગાર માટે, તેલ આદિથી દંડ-પાત્ર વગેરેને ઉજ્જવળ કરી પ્રહણના સ્વભાવવાળો ‘ઉપકરણબકુશ' કહેવાય છે.”
વિવેચન – અંગ અને ઉપાંગના સંઘાતરૂપે દેહને અને વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણોને શણગારવામાં વર્તનારા, અઠ્ઠાવીશ પ્રકારના મોહનીયના ક્ષયના આકાંક્ષી હોવા છતાં ઋદ્ધિ અને યશકીર્તિની કામનાવાળા હોવાથી, સુખશીલતાની પ્રાપ્તિના વ્યાપારમાં પરાયણ હોવાથી, તેમજ રાત-દિવસ અત્યંતર (આધ્યાત્મિક) કરણીય ક્રિયાઓમાં બિલકુલ આળસુ હોવાથી ચારિત્રરૂપી પટને વિશુદ્ધિ અને અવિશુદ્ધિ મિશ્રિત સ્વભાવવાળું બનાવે છે. આમ કાબરચિતરું-રંગરંગીલું કરનાર હોવાથી “બકુશ' કહેવાય છે.
૦ શરીરબકુશ-ગુપ્તેન્દ્રિય જે નથી ચારેય બાજુથી જે ગુપ્ત નથી, તેવા અનાગુપ્ત સિવાય શોભા માટે હાથ-પગ વગેરેનું પ્રક્ષાલન, નેત્ર આદિના મલને કાઢવા અર્થાત્ મેલને દૂર કરવું, દાંતોનું ધોવું અને કેશોના સંસ્કાર ઇત્યાદિ ક્રિયાઓનો કરનાર “શરીરબકુશ' કહેવાય છે. આ મૂલગુણોનો વિરાધક નથી થતો પરંતુ ઉત્તરગુણોનો નાશક બને છે.
૦ ઉપકરણબકુશ-વિભૂષા માટે દંડ-પાત્ર આદિને તેલ વગેરેથી ઉજ્જવળ કરી ગ્રહણમાં પરાયણ, અકાળમાં જ ચોળપટ્ટો-આંતરકલ્પ (ચાદર) વગેરેનો ધોનારો, તેમજ ઘણાં વસ્ત્ર-પાત્ર આદિની કામના રાખનારો “ઉપકરણબકુશ' કહેવાય છે.
बकुशमेव प्रकारान्तरेण विभज्य दर्शयति -
पुनरपि बकुशः पञ्चविधः, आभोगानाभोगसंवृतासंवृतसूक्ष्मभेदात् शरीरोपकरणानामलंकारस्साधूनामकार्य इति ज्ञानवान् कर्ता च बकुश आभोगबकुशः ।