________________
द्वितीयो भाग / सूत्र - ४३, द्वितीयः किरणे
६६३ ૦ સર્વાર્થસિદ્ધ વિમાનના બાર યોજને ઉંચે વર્તમાન આઠમી પૃથ્વી છે.
૦ મનુષ્યક્ષેત્રપ્રમાણ સમાન ૪૫ લાખ જોજનનું પરિમાણ આયામવિષ્ક્રભની અપેક્ષાએ છે, એમ જાણવું.
૦ મધ્યમાં એટલે બહુ મધ્યદેશ ભાગમાં આઠ યોજન બાહ(જાડાઈ)વાળી આઠમી પૃથિવી છે.
૦ સર્વ દિશામાં-વિદિશાઓમાં અર્થાત્ ચારેય બાજુ પ્રાન્તભાગમાં, મધ્યબિંદુથી સર્વ બાજુએ પ્રદેશ હાનિથી ઘટતી ઘટતી છેડે માખીની પાંખ કરતાં પણ અત્યંત પાતળી, જાડાઈની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમા ભાગ પરિમિતિ આ પૃથ્વી છે.
૦ આ પૃથ્વીનો આકાર પહોળા મોઢાવાળી કથરોટમાં દૂધ ભરેલું હોય, તે પ્રમાણે ઉપરની સપાટી છે અને નીચેનો ભાગ કથરોટના નીચેના ભાગ જેવો કે ચતી (ઉંધી) રાખેલી છત્રી જેવો છે, એટલે ઉપરની સપાટીથી નીચેની જાડાઈ બરાબર વચ્ચે આઠ જોજન છે.
૦ નિર્મળ સ્ફટિક, કમલની નાળ, કપૂરની રજ, તુષારહિમ-ગોક્ષીર-તહારના વર્ણ જેવી શ્વેતસુવર્ણમયી ઇષપ્રાગુભારા આઠમી પૃથિવી છે.
૦ સિદ્ધશિલા એવા બીજા નામવાળી ઇષપ્રામ્ભારા નામની પૃથ્વી સિદ્ધિક્ષેત્રની અત્યંત નજીક હોવાથી ઉપચારથી સિદ્ધોની આધારભૂત શિલા “સિદ્ધશિલા' કહેવાય છે. તે લોકાગ્રસ્તૃપિકા' સર્વ પ્રાણભૂત-જીવ-સત્ત્વોને ઉપદ્રવકારી નહિ હોવાથી સર્વ પ્રાણ-ભૂત, જીવ-સત્ત્વોને સુખ કરનારી હોવાથી ‘લોકાગ્રસ્તૃપિકા' કહેવાય છે. મુક્ત જીવોના આશ્રયભૂત હોવાથી “મુક્તાલયા ઇત્યાદિ નામો વિચારવા.
ननु यदि सिद्धक्षेत्रस्य प्रत्यासन्नत्वात्सिद्धशिलेत्युच्यते तर्हि क्व सिद्धक्षेत्रमित्यत्राह - तत ऊर्ध्व चतुर्थगव्यूतिषष्ठभागे आलोकान्तं सिद्धानां निवासः ॥ ४३ ॥
तत ऊर्ध्वमिति । सिद्धशिलाभिख्यपृथिव्या ऊर्ध्वमित्यर्थः, तस्याश्चोपरि योजनमेकं ... लोकस्ततोऽलोकः, योजनस्यास्याधस्तनक्रोशत्रयं विहाय परिशिष्टस्य चतुर्थक्रोशस्योपरितनषष्ठभागे त्रयस्त्रिंशदुत्तरधनुस्त्रिशतीसम्मिते धनुस्तृतीयभागाधिके सिद्धानां निवास इति भावः ॥
શંકા – જો સિદ્ધિક્ષેત્રની અત્યંત નજીક હોવાથી સિદ્ધશિલા' કહેવાય છે, તો સિદ્ધ ક્ષેત્ર ક્યાં? આના : જવાબમાં કહે છે કે
સિદ્ધાત્માઓનો નિવાસ ભાવાર્થ – “તેનાથી ઉંચે ચોથા કોશના છઠ્ઠા ભાગમાં લોકના અંત સુધી સિદ્ધ આત્માઓનો
નિવાસ છે.”
વિવેચન – સિદ્ધશિલા નામની પૃથિવી ઉપર અર્થાત્ તે પૃથ્વી ઉપર એક યોજન સુધી લોક છે. ત્યારબાદ અલોક છે. આ યોજના નીચે ત્રણ ક્રોશને છોડી બાકીના ચોથા ક્રોશના ઉપર છઠ્ઠા ભાગમાં એટલે ધનુષ્યના ત્રીજા ભાગથી અધિક ૩૩૩ ધનુષ્યપ્રમાણ ચોથા ક્રોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોનો નિવાસ છે.