________________
द्वितीयो भाग / सूत्र -४१-४२, द्वितीयः किरणे
શુક્લવર્ણનો જ અભાવ છે. રૈવેયકવિમાનો અને અનુત્તવિમાનો પરમ શુકલ છે તથા સકલ વિમાનો નિત્ય પ્રકાશવાળા અને સ્વયં પ્રભાવાળા છે.
શંકા - આગમમાં પૃથ્વીઓ આઠ છે-એમ કહેલું છે. અધોલોકમાં સાત અને મુક્તિસ્થાનમાં ઇષપ્રાગુભારા નામની આઠમી પૃથિવી છે. સૌધર્મ આદિ દેવવિમાનોના અંતરાલ(મધ્ય)માં પૃથિવી નહિ હોવાથી આ દેવવિમાનો કોના આધારે રહેલા છે? આના સમાધાનમાં કહે છે કે પહેલાના બે સ્થાન' એટલે સૌધર્મ અને ઐશાનના બે સમુદાયો ઘનોદધિના આધારે છે.
૦ જગતના સ્વભાવથી જ આ ઘનોદધિ કંપિત ચલિત થતો નથી. ત્યાં રહેલા વિમાનો પણ કદાચિત જીર્ણ-જૂના થતા નથી.
૦ ‘તેના ઉપર ત્રણ સ્થાનો છે. એટલે સનસ્કુમાર-માટેન્દ્ર-બ્રહ્મલોક એમ ત્રણ સ્થાનો, અતિ ગાઢનિશ્ચળ ઘનવાત નામના વાતસમુદાયના આધારે પ્રતિષ્ઠિત છે.
૦ ‘તેના ઉપર ત્રણ સ્થાનો છે, એટલે લાન્તક-મહાશુક્ર-સહસ્ત્રારરૂપ ત્રણ સ્થાનો ઘનોદધિ-ઘનવાતના આધારે છે.
૦ “શેષ' એટલે આનત-પ્રાણત-આરણ-અમ્મતવિમાનો, રૈવેયકો અને અનુત્તરવિમાનો આકાશના આધારે પ્રતિષ્ઠિત છે. ત્યાં હેતુને કહે છે કે- “ગુરૂલઘુગુણવાળા હોવાથી એટલે કે-ઉંચે કે નીચે ગતિના સ્વભાવનો અભાવ હોવાથી આકાશના આધારે પ્રતિષ્ઠિત છે.
ग्रैवेयकेषु अनुत्तरविमानेषु ये देवा वसन्ति ते कल्पातीता उच्यन्त इत्याह - ग्रैवेयकेषु अनुत्तरे च कल्पातीता देवा निवसन्ति ॥४१॥
प्रैवेयकेष्विति । कुलकुक्षिग्रीवाभ्यः श्वास्यलङ्कारेष्विति ढकञ्प्रत्ययः । सामानिकादिकल्पनाविरहादेते कल्पातीतास्तेषामहमिन्द्रत्वादिति भावः ॥
રૈવેયકોમાં અને અનુત્તવિમાનોમાં જે દેવો વસે છે, તેઓ કલ્પાતીત કહેવાય છે. એ વિષયનું નિરૂપણ કરે છે કે
રૈવેયકો અને અનુત્તરોનું નિરૂપણ ભાવ્યર્થ – “કુલકુલિગ્રીવા' શબ્દથી શ્વાન-અસિ-અલંકાર અર્થમાં ઢફક્સ પ્રત્યય લાગવાથી જેમ કૌલેયક-કૌયક બને છે, તેમ અલંકાર અર્થમાં રૈવેયક શબ્દની સિદ્ધિ થાય છે. સામાનિક આદિ કલ્પવ્યવસ્થાનો અભાવ હોવાથી કલ્પાતીત કહેવાય છે, કેમ કે-તેઓ અહમિન્દ્રો છે.
अथ सिद्धक्षेत्रमाह -
तत ऊर्ध्वं द्वादशयोजनात्पञ्चचत्वारिंशलक्षयोजनपरिमाणा मध्ये चाष्टयोजनबाहल्याऽन्ते मक्षिकापक्षवत्कृशतरोत्तानातपत्राकारेप्रत्यारभाराभिधानाऽष्टमी स्वच्छ स्फटिकरूपा सिद्धशिलापराभिधाना पृथिवी ॥ ४२ ॥