________________
द्वितीयो भाग / सूत्र - २, द्वितीयः किरणे
५९९
પગમાં પાદુકા-જોડાં પહેર્યા હોય તે), વગેરે ચાલીશ પ્રકારના દાતારોના હાથથી ભિક્ષા આદિનું ગ્રહણ, એ દાયકદોષ' કહેવાય છે.
૦ ઉન્મિશ્રદોષ-અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિ આહાર; જાઈ, ગુલાબ આદિ પુષ્પોથી અથવા બીજ-લીલી વનસ્પતિ આદિથી મિશ્રિત, સાધુઓને અકલ્પનિક આહારને આપનારને, “મને કલ્પતું નથી'એમ સાધુએ કહેવું જોઈએ, જો ન કહે તો આ દોષ લાગે છે.
૦ અપરિણતદોષ-રૂપાન્તરને નહિ પામેલ અચિત્ત ન થયેલું કે ગ્રહણયોગ્ય ન થયેલું અપરિણત બે પ્રકારનું છે. દ્રવ્ય અને ભાવમાં પ્રત્યેક દાતા અને ગ્રાહકના સંબંધથી બે પ્રકારો છે. દૂધપણામાંથી પરિભ્રષ્ટ, દધિપણાને પામેલ પરિણત કહેવાય છે; અથવા દૂધપણામાં અવસ્થિત અપરિણત કહેવાય છે. ભાવવિષયવાળું તો બંને પુરુષોને હોય છે, એમ ટીકામાં કથિત જાણો.) જેમ દૂધ દૂધપણામાં જ રહેલ, દધિપણાને નહિ પામેલ. અશનાદિ વસ્તુ બેથી અધિક માલિકની હોય, તેમાંથી એક સાધુને આપવાની ઇચ્છાવાળો હોય પણ બીજાની ઇચ્છા જો ન હોય, તો તે ગૃહસ્થદાતા ભાવ અપરિણત કહેવાય. અશનાદિ વહોરતી વખતે સંઘાટક સાધુમાંથી એક સાધુને વસ્તુ અચિત્ત-કથ્ય લાગે છે, બીજા સાધુને વસ્તુ અચિત્તઅકથ્ય લાગે છે. તે સાધુ ગ્રાહકભાવ અપરિણત કહેવાય.
૦ લિપ્તદોષ–જે અશનાદિથી હાથ, પાનું ખરડાય તે. દહીં, દૂધ આદિ લિપ્તદ્રવ્ય કહેવાય. (ખરડાયેલું ભાજન, ખરડાયેલો હાથ, સાવશેષ દ્રવ્ય) ચારેય બાજુથી ચીકણી માટીથી ખરડાયેલ, નિંદિત દ્રવ્ય આદિથી ખરડાયેલ લિપ્ત કહેવાય છે, કે જેથી સાધુને દોષ લાગે છે.
૦ છર્દિતદોષ-અપાતા અન આદિનું પથ્વીકાય આદિમાં પડવું. તે છર્દિત કહેવાય છે. સાધને વહોરાવતી વખતે જો દાતારના હાથમાંથી જમીન ઉપર છાંટા પડે અથવા વહોરાવાની ચીજ ઢળે, તો છર્દિતદોષ લાગે. પડેલું તે દ્રવ્ય કદાચ સચિત્તમાં પડે, કદાચ અચિત્તમાં કે મિશ્રમાં પડે, તેથી પડેલા સચિત્ત-અચિત્ત-મિશ્રદ્રવ્યો કે જે આધારરૂપ અને આધ્યેયરૂપ હોય છે, તેના સંયોગથી ચાર ભાંગાઓ થાય છે. આ સંબંધી સઘળા ભાંગાઓમાં ભોજન આદિનું ગ્રહણ પ્રતિષિદ્ધ છે. એમ એષણાનાં દશ દોષો સમાપ્ત થાય છે.
સંયોજના આદિના પાંચ દોષો
સોજા, સંયોજના એટલે ભોજન આદિનું ગુણાન્તરનું ઉત્પાદક દ્રવ્યાન્તરની સાથે ભળવું. તે સંયોજના, સંયોજના, અતિ બહુક, અંગાર, ધૂમ અને નિષ્કારણરૂપે પાંચ પ્રકારનાં છે. (સંયોજના બે પ્રકારની છે. ૧-દ્રવ્ય વિષયવાળી અને ૨-ભાવવિષયવાળી. દ્રવ્યસંયોજના બાહ્ય અને આંતરિક છે, જ્યારે ભિક્ષા માટે જતો, દૂધ આદિને ખાંડ વગેરેની સાથે રસની આસક્તિથી સંયુક્ત કરે છે, ત્યારે બાહ્યસંયોજના, જયારે ઉપાશ્રયમાં આવીને ભોજનવેળાએ પાત્રમાં, કોળિયામાં કે મુખમાં સંયુક્ત કરે છે, ત્યારે અત્યંતરસંયોજના. આ પ્રમાણે થતાં આત્મામાં જ્ઞાનાવરણીય આદિ કર્મ સંયુક્ત કરાવે છે, દીર્ઘતર સંસારથી દુઃખનો સંયોગ કરાવે છે.)
૦ સંયોજના–લોભથી અંડક (રોટલી આદિ) આદિનું બીજા દ્રવ્યરૂપ ખાંડ-ઘી આદિની સાથે રસવિશેષના ઉત્પાદન માટે વસતિની બહાર કે અંદર જોડાણ કરે, તે સંયોજના.