________________
तत्त्वन्यायविभाकरे स्पष्टत्वेन प्रत्यक्षमेव । न च स्मृतिप्रत्यभिज्ञादिस्वरूपसंवेदने परोक्षरूपे प्रत्यक्षलक्षणस्यातिव्याप्तिरति वाच्यम्, स्मृतिप्रत्यभिज्ञानादिस्वरूपसंवेदनस्य परोक्षत्वासम्भवात्, क्षायोपशमिकसंवेदनानां स्वरूपसंवेदनस्यानिन्द्रियप्रधानतयोत्पत्तेरनिन्द्रियाध्यक्षव्यपदेशसिद्धेः, बहिरर्थग्रहणापेक्षया च विज्ञानानां परोक्षत्वव्यपदेशेन सर्वज्ञानानां स्वरूपे स्पष्टप्रतिभासत्वात्प्रत्यक्षत्वमेवेति ॥
ત્યાં પાંચ પ્રકારના જ્ઞાનમાં ક્યા જ્ઞાનો પારમાર્થિક પ્રત્યક્ષ છે? અથવા કયા જ્ઞાનો પરોક્ષરૂપ છે?આવી શંકામાં કહે છે.
ભાવાર્થ – “ત્યાં અવધિ-મન:પર્યવ અને કેવલજ્ઞાનનો પારમાર્થિક પ્રત્યક્ષરૂપ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષરૂપ છે. પરોક્ષ જ્ઞાન પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ-સ્મરણ-પ્રત્યભિજ્ઞા-તર્ક-અનુમાન અને આગમના ભેદથી છ (૬) પ્રકારનું છે.”
વિવેચન – તતિ સ્પષ્ટતમ્ | પરોક્ષના પ્રકારાન્તરથી ભેદને કહે છે. “પરોક્ષ કૃતિ ' વળી મતિશ્રુતના ભેદથી બે પ્રકારનું પણ પરોક્ષ, ફરીથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ આદિના ભેદથી છ (૬) પ્રકારનું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષનો વિગ્રહ=બાધા વગરના પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ સંવ્યવહારના પ્રયોજનવાળું પ્રત્યક્ષ સાંવ્યવહારિક પ્રત્યક્ષ, બાહ્ય ઇન્દ્રિય આદિ સામગ્રીની અપેક્ષાથી જન્ય હોઈ નિશ્ચયનયથી પરોક્ષ છે માટે પરોક્ષમાં આ ગણેલ છે.
0 અનુમાન આદિ કરતાં અધિકપણારૂપે નિયત વર્ણ, સંસ્થાન આદિરૂપ પદાર્થના આકારવિશેષોનું પ્રતિભાસન હોવાથી, અનુમાન આદિથી ભિન્નપણાએ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું કથન કરેલ છે.
૦ ખરેખર, સામાન્યથી પ્રત્યક્ષનું લક્ષણ “સ્પષ્ટત્વ છે. તે સ્પષ્ટત્વ એટલે અનુમાન આદિથી અધિકતાપૂર્વક વિશેષોનું પ્રકાશન
આ સ્પષ્ટત્વરૂપ લક્ષણની અપેક્ષાએ, પારમાર્થિક પ્રત્યક્ષની માફક, સાંવ્યવહારિક પ્રત્યક્ષનું પણ પ્રત્યક્ષત્વ છે. ગાઢ અંધકારમાં મલિન વસ્તુનું સંવેદન પણ સંસ્થાન (આકાર) માત્રમાં સ્પષ્ટપણે હોઈ પ્રત્યક્ષ જ છે.
શંકા – સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાન આદિ સ્વરૂપ સંવેદનરૂપ પરોક્ષમાં પ્રત્યક્ષ લક્ષણની અતિવ્યાપ્તિ થશે જ ને?
સમાધાન – સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાન આદિના સ્વરૂપસંવેદનમાં પરોક્ષપણાનો અસંભવ હોવાથી, ક્ષાયોપથમિક સંવેદનોના સ્વરૂપસંવેદનમાં અનિન્દ્રિયની પ્રધાનતાએ ઉત્પત્તિ હોવાથી અનિન્દ્રિય પ્રત્યક્ષમાનસપ્રત્યક્ષના વ્યવહારની સિદ્ધિ છે. વળી બાહ્ય અર્થના પ્રહણની અપેક્ષાએ વિજ્ઞાનોમાં પરોક્ષપણાનો વ્યવહાર હોવાથી, સર્વજ્ઞાનના સ્વરૂપમાં સ્પષ્ટ પ્રતિભાસ હોવાથી પ્રત્યક્ષપણું જ છે એટલે અતિવ્યાપ્તિ નહિ આવે.