________________
તૃતીયો ભાગ / સૂત્ર – રૂ૬-રૂ૭-રૂ૮, પ્રથમ: વિળે
५८१
–
વિવેચન – એકલી સ્ત્રીઓના રાગના અનુબંધીસંલાપો. જેમ કે-‘કર્ણાટકની નારી સુરતના ઉપચારમાં ચતુર હોય છે, લાટદેશની નારી વિદગ્ધ પ્રિય હોય છે,' ઇત્યાદિરૂપ સંલાપો અને કથાઓનો બ્રહ્મચર્યગુપ્તિના ઇચ્છુકે સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. અન્યથા, પૂર્વકથિત રીતિથી સંશય વગેરે થાય. દેશ-જાતિ-કુળ-વેષ-ભાષા-ગતિ-વિભ્રમ-વિલાસ-ગીત-હાસ્ય-લીલા-કટાક્ષ-પ્રણય-કલહ અને શૃંગારરસથી અનુવિદ્ધ કામિનીઓની કથાઓ ખરેખર રાગપરંપરાજનક છે. તે કથાઓ અવશ્ય અહીં મુનિઓના મનને પણ વિકારમાં લઈ જાય છે, માટે તે કથાઓનો પણ પરિત્યાગ કરવો. (જે સાધુ કષાય આદિના પ્રમાદથી રાગ-દ્વેષને વશ થયેલો, મધ્યસ્થતા વિનાનો વિકથાને કહે છે, તે વિકથા કહેવાયોગ્ય નથી; કેમ કે-તથાવિધ પરિણામવિશેષ વક્તા અને શ્રોતામાં કારણ થાય છે. શૃંગા૨૨સથી કામદેવની દીપિકા તે વિકથાથી ઉત્તેજિત, ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જન્ય આત્માનો વિશિષ્ટ પરિણામરૂપ મોહ થાય છે. તેથી સ્વ-પર આત્મક ઉભયના પાપના ઉપાદાનભૂત કથા ન કરવી જોઈએ. તથાચ તપ-સંયમ-ગુણધારીઓ, ચારિત્રપરાયણો તેવી કથા કહે, કે જે સર્વ જીવ હિત કરનારી, નિર્જરાનામક ફળના સાધનભૂત, તેમજ કર્તા અને શ્રોતાઓના પણ ચિત્તના કુશળ પરિણામના મૂળ કારણભૂત થાય !)
निषद्याप्तिमा
स्त्र्यासनपरिवर्जनं निषद्यागुप्तिः ॥ ३७ ॥
स्त्रीति । स्त्रीणां यदासनं यत्र ताभिस्सह नोपविशेदुत्थितास्वपि मुहूर्त्तं तत्र नोपवेष्टव्यमिति सम्प्रदायः, यश्चैवंविधस्स निर्ग्रन्थः, अन्यथोक्तदोषप्रसङ्गः स्यादतस्तदासनं सर्वथा परिहरणीयમિતિ ભાવઃ ॥
નિષદ્યાગુપ્તિનું વર્ણન
ભાવાર્થ – “સ્રીના આસનનું પરિવર્જન, એ ‘નિષદ્યાગુપ્તિ’ કહેવાય છે.”
-
વિવેચન – સ્રીઓનું જે આસન છે, ત્યાં તે સ્ત્રીઓની સાથે બેસવું ન જોઈએ. તે સ્ત્રીઓના ઉઠ્યા બાદ પણ બે ઘડી સુધી (મુહર્ત પર્યન્ત) ત્યાં બેસવું ન જોઈએ. આવો સંપ્રદાય છે. જે આવા પ્રકારકનો છે, નિગ્રંથ કહેવાય છે. અન્યથા, કહેલા દોષનો પ્રસંગ થાય ! એથી તે આસન સર્વથા છોડવા જેવું છે.
इन्द्रियगुप्तिं कुड्यान्तरगुप्तिञ्चाह -
रागप्रयुक्तस्त्र्यङ्गोपाङ्गविलोकनत्यजनमिन्द्रियगुप्तिः । एककुड्यन्तरितमैथुनशब्दश्रवणस्थानपरित्यागः कुड्यन्तरगुप्तिः ॥ ३८ ॥
राति । अनुरागेण वनितानामङ्गोपाङ्गानां निरीक्षणत्यागः कार्यः, तासां नयननासिका - दीनि निरीक्षितमात्राण्यपि चेतो हरन्ति तथा दर्शनानन्तरं विभाव्यमानानि चेतो दूषयन्ति, ततस्तेषां सम्यग्दर्शनं ततश्चाहो ! सलवणत्वं लोचनयो:, ऋजुत्वं नासावंशस्येत्येवं विचिन्तनञ्च -