________________
तत्त्वन्यायविभाकरे
सामायिकेति । आत्मार्थं परार्थं वा सामायिकादेर्व्रतस्य केवलमारोपयिता प्रव्राजकाचार्य इत्यर्थः । दिगाचार्यस्वरूपमाह सचित्तेति, स्पष्टम् गुर्वादिष्टदिग्वर्त्तिसाधूनां सारणादिकर्त्तारोऽपि दिगाचार्याः । श्रुतोद्देष्टारमाह प्रथमत इति, विशदं मूलम् । श्रुतसमुद्देष्टारमाचष्टे - उद्दिष्टेति, पूर्वोद्दिष्टगुर्वाद्यभाव इत्यर्थः उद्दिष्टं स्थिरपरिचितं कुरु, सम्यग्धारय, अन्याञ्च प्रवेदयेति समकालं भिन्नकालं वा समुद्देशकोऽनुज्ञापको वा श्रुतसमुद्देष्टेति भावः । आम्नायार्थवाचकमभिधत्ते-आम्नायस्येति, आम्नायस्यागमस्य, उत्सर्गः सामान्येनोक्तो विधिर्यथा त्रिविधं त्रिविधेन प्राणातिपातविरतिः, अपवादः, विशेषेणोक्तो विधिः, यथा 'पुढवाइसु आसेवा उप्पण्णे कारणम्मि जयणाए । मिगरहियस्स ठियस्स अववाओ होइ नायव्वो" इति । तदेवं उत्सर्गमपवादमुत्सर्गापवादञ्च यथावत्परिज्ञाय सूत्रार्थानामुपदेशक इत्यर्थः ॥
५७२
તે આચાર્યના કિંચિદ્ ગુણના પ્રાધાન્યની ઉપાધિકૃત પ્રભેદને કહે છે. પ્રવ્રાજક આદિના સ્વરૂપનું વર્ણન
ભાવાર્થ – “સામાયિક આદિ વ્રતનું આરોપણ કરનાર ‘પ્રવ્રાજક’ કહેવાય છે. સચિત્ત-અચિત્ત-મિશ્ર વસ્તુની અનુજ્ઞાકારક ‘દિગાચાર્ય’ કહેવાય છે. પ્રથમથી આગમના ઉપદેશક શ્રુતોદ્દેષ્ટા' કહેવાય છે. ઉદ્દિષ્ટ ગુરુ આદિના અભાવમાં સ્થિર પરિચિત કરાવનાર હોઈ સમ્યગ્ ધારણના અનુપ્રવચનદ્વારા તે જ આગમના સમુદ્દેષ્ટા અથવા અનુજ્ઞા કરનાર ‘શ્રુતસમુદ્દેષ્ટા' કહેવાય છે. આગમરૂપ આમ્નાયના ઉત્સર્ગ-અપવાદ આત્મક અર્થના પ્રવક્તા ‘આમ્નાયાર્થવાચક’ કહેવાય છે.”
વિવેચન – પોતાના માટે કે બીજાના માટે સામાયિક આદિ વ્રતના કેવળ આરોપણ કરાવનાર ‘પ્રવ્રાજક આચાર્ય' કહેવાય છે. દિગાચાર્ય સ્વરૂપને કહે છે કે- ‘સવિત્તે’તિ સ્પષ્ટ છે. ગુરુના આદેશ પામેલ દિશામાં રહેનાર સાધુઓની સારણા આદિ કરનારાઓ પણ ‘દિગાચાર્ય’ કહેવાય છે. શ્રુતના ઉદ્દેષ્ટાને કહે છે કે‘પ્રથમત’ કૃતિ । મૂળ સ્પષ્ટ છે. શ્રુતના સમુદ્દેષ્ટાને કહે છે કે- ‘ઋèિ’ ત્તિ । પૂર્વે ઉદ્દિષ્ટ ગુરુ આદિના અભાવમાં એવો અર્થ છે. ‘ઉદ્દિષ્ટને સ્થિર પરિચિત કરો’-‘સારી રીતે ધારણ કરો’ અને ‘બીજાઓને પ્રવેદન કરો.' આમ સમકાળમાં કે ભિન્નકાળમાં સમુદ્દેશ કરનાર કે અનુજ્ઞા આપનાર ‘શ્રુતસમુદ્દેષ્ટા' કહેવાય છે. આમ્નાયાર્થ વાચકને કહે છે કે- ‘આમ્નાયસ્કૃતિ ।' આમ્નાય-આગમનો ઉત્સર્ગ એટલે સામાન્યથી કહેલો વિધિ. જેમ કેત્રિવિધ ત્રિવિધથી પ્રાણાતિપાતથી વિરતિ. અપવાદ એટલે વિશેષથી કહેલો વિધિ. જેમ ‘પુજવાસુ આસેવા સપ્પો ામ્મિ નયળાણ્ । મિરહિયક્ષ નિયમ્સ અવવાઓ હોફ નાયો ।' (કારણ ઉત્પન્ન થયે છતે, જયણાપૂર્વક પૃથિવી આદિ વિષયક આસેવન, મૃગ ગયો છતાં મૃગ નથી ગયો, એમ કહી સ્થિર રહેલાને અપવાદ (અસત્યવાદ નહીં) થાય છે, એમ જાણવું.) તેથી આ પ્રમાણે ઉત્સર્ગને, અપવાદને અને ઉત્સર્ગઅપવાદને યથાર્થ જાણીને સૂત્ર-અર્થોનો ઉપદેશક.