________________
तृतीयो भाग / सूत्र - ११, प्रथमः किरणे ખપાવે છે. માર્દવના વિરોધિભૂત આઠ મદના સ્થાનોને કહે છે. “રાતીતિ ' પિતાનો અન્વય (વંશ, જાતિ, તેથી પ્રખ્યાતતમ વંશપણું હોઈ જીવ ગર્વને કરે છે- હું વિશિષ્ટ જાતિમાં જન્મવાળો છું.”
૦ કર્મના પરિણામને જાણનારો, જાતિમદને પોતે કરેલ કર્મના ફળનો ભોક્તા હોઈ, જીવ ઊંચ-નીચ વિવિધ જાતિઓને પામે છે.” આમ અશ્રેયસ્કરપણાનો વિચાર કરી શકે છે.
૦ લાવણ્યના યોગવાળો, શરીરના અવયવોની વિશિષ્ટ રચના “રૂપ કહેવાય છે. કોઈ તે રૂપથી પણ મત્ત બને છે. કારણ આદિની પર્યાલોચનાથી તે રૂપથી પણ મદ કરવો જોઈએ નહિ.
૦ધન-ધાન્ય વગેરે પરિગ્રહ “ઐશ્વર્ય' કહેવાય છે. કર્મના પ્રભાવથી પ્રાપ્ત કે અપ્રાપ્ત, સંરક્ષણ કરાતા, ક્લેશકારી, અકાળમાં વિનાશી અને ભવિષ્યમાં આયાસ (શ્રમ) બહુલવાળા તે ઐશ્વર્યથી શો મદ? આમ વિચારી ઐશ્વર્યના મદનો ત્યાગ કરવો.
૦ માતાનો અન્વય (વંશ) કુળ કહેવાય છે. તે કુળથી પણ જાતિના મદની માફક મદ કરવો નહિ.
૦ તપ, બાહ્ય અને અત્યંતરના ભેદથી બાર પ્રકારનો છે. તે તપથી “હું જ તપસ્વી છું–આમ માનતો, બીજાઓનો તિરસ્કાર કરે છે. તે તપના મદથી અશુભ કર્મનો બંધ થાય છે. તે પાપકર્મ અનેક ભવોની પરંપરાઓમાં વર્તશે. આમ અપાયવાળો તપમદ છે, એમ જાણીને તપ મદનો ત્યાગ કરવો જોઈએ.
૦ શ્રતમદ-શ્રુત એટલે આપ્તપુરુષે રચેલ આગમ કહેવાય છે. તે શ્રતના વિજ્ઞાનથી ‘હું જ એકલો જ્ઞાની છું, બીજો નહિ–આમ મદનિષ્ઠ બને છે, તેથી બીજાને મૂર્ખ જ માને છે. તે શ્રતમદનો નિગ્રહ કરવાને ઇચ્છુક આ પ્રમાણે વિચારે કે-“ખરેખર, ક્ષયોપશમ ચડતો-ઉતરતો હોય છે. મારાથી બીજાઓ પણ ગીતાર્થોબહુશ્રુતો છે જ. હું કદાચિત્ બીજાઓ કરતાં અલ્પ શ્રુતવાળો હોઈ શકે, કેમ કે-આગમો અતિ ગહન અર્થવાળા હોય છે. શ્રુતને પામનારો છતાં તેનો અર્થ-વિશિષ્ટ અર્થ ન મેળવી શકનારો થઈ શક્યો હોઉં'એમ વિચારી શ્રતમદનો ત્યાગ શ્રેયસ્કર છે.
૦ લાભ-પ્રાપ્તિ, અધિક વિજ્ઞાની-અધિક જાતિમાન-અધિક શૌર્યશાળી આદિએ કરેલ, રાજા-સન્મિત્રમૃત્ય-સ્વજનો કરતાં સત્કાર-સન્માન આદિ રૂપ વિશિષ્ટ ફળને હું જ પામું છું ! બીજો પ્રયત્નવાળો પણ ન મેળવી શક્યો ! આ પ્રમાણે પોતાને લાભ થવાથી મદિષ્ટ થાય છે. સકળ જનની વલ્લભતાને પામેલો હું છું, આ બીજો કોઈને ગમતો નથી અને આના વચનનો પણ કોઈ આદર કરતો નથી. આથી સઘળો પણ આ લાભમદ, નિગ્રહનો વિષય કરવો જ જોઈએ. લાભાન્તરાયકર્મના ઉદયથી અલાભ અને તે લાભાન્તરાયકર્મના ક્ષયોપશમથી સત્કાર આદિનો લાભ, સંસારમાં ભટકતા જીવને કદાચિત્ થનારો હોઈ ક્ષણિક લાભ છે, શાશ્વત નથી, કેમ કે-કર્મને આધીન હોઈ સંસારનો અનુબંધી જ છે. માટે લાભના પદનો ત્યાગ શ્રેયસ્કર છે.
૦ વીર્ય એટલે પરાક્રમ. તે બળનો મદ પણ વિચાર કરીને ત્યાગ કરવા યોગ્ય છે. વયન્તિરાયના ક્ષયોપશમથી વીર્યનો પ્રાદુર્ભાવ છે. (વીર્ય બે પ્રકારનું છે. ઔદયિકભાવથી નિષ્પન્નની ક્રિયા કર્મના ઉદયથી નિષ્પન્ન જ “બાલવીર્ય કહેવાય છે. વર્ષાન્તરાયના ક્ષયથી જનિત જીવનું સહજ વીર્ય છે. ચારિત્રમોહનીયના ઉપશમ કે ક્ષયોપશમથી જનિત વીર્ય “પંડિતવીર્ય કહેવાય છે. આ બાલપંડિત વીર્યથી નાના પ્રકારની