________________
तृतीयो भाग / सूत्र -८, प्रथमः किरणे
५४५
સ્વભાવવાળા છે. જ્ઞાનાદિ કર્મના ઉદયથી જન્ય નહિ હોવાથી, ક્ષયોપશમ ક્ષયથી જન્ય હોવાથી, પરસ્વભાવી નથી પરંતુ આત્મસ્વભાવભૂત છે. માટે રાગાદિમાં સંગ મૂચ્છ છે અને જ્ઞાનાદિમાં સંગ, તેના સાધનોમાં સંગ મૂચ્છ નથી, નિષ્પરિગ્રહતા છે.
૦ પૂર્વકથિત પરિગ્રહથી, સર્વ પ્રકારથી જાવજજીવ સુધી જ્ઞાન, શ્રદ્ધાનપૂર્વક વિરતિ, એ “પંચમ મહાવ્રત' કહેવાય છે.
૦ આ પાંચ પ્રકારના મહાવ્રતની દઢતા સંપાદન કાજે પ્રત્યેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. ખરેખર, ભાવનાઓ દ્વારા અભ્યાસના અવિષયભૂત મહાવ્રતો, અભ્યાસના અવિષયભૂત વિદ્યાની માફક મલિન થાય છે. ત્યાં અહિંસાનામક મહાવ્રતની, (૧) ઈર્યાસમિતિ, (૨) મનઃસમિતિ, (૩) વચનસમિતિ, (૪) આદાનસમિતિ, અને (૫) આલોકિત પાન-ભોજન, એમ પાંચ ભાવનાઓ છે.
(૧) ઈર્યાસમિતિ=રવ-પર જીવની બાધાના પરિહારરૂપ ફળવાળી, આગળ યુગ માત્ર (ગાડી કે રથની ધોંસરી પ્રમાણ) નિરીક્ષણપૂર્વક, ઉપયોગવાળાની, ગમનના વિષયવાળી પ્રવૃત્તિ, એ “ઇર્યાસમિતિ.” ખરેખર, ગમનક્રિયામાં અનુપયોગી, જીવોને પગથી મારે, બીજે ઠેકાણે પાડે, તેમજ પરિતાપ પેદા કરે ! તેથી ઇયમાં ઉપયોગી અવશ્ય થવું જોઈએ. (ઈર્યામાં ઉપયોગ નહિ રાખવાથી જીવોને હણે, પગથી મારે, બીજે સ્થાને પાડે, પીડા ઉપજાવે ! જીવનથી રહિત બનાવે ! તથાચ કર્મનું ગ્રહણ હોવાથી તે ઇર્યામાં ઉપયોગી થવું જોઈએ. એવંચ ઇયસમિતિદ્વારા ભાવિત અંતરાત્મા જીવ, મલિનતા માત્રથી રહિત થવાથી, વિશુદ્ધ થતા પરિણામી થવાથી, અખંડચારિત્રી બનવાથી અને મૃષાવાદ આદિથી વિરતિ થવાથી મોક્ષ સાધક થાય છે, એમ સર્વત્ર ભાવવું.)
(૨) મનઃસમિતિ=મનોગુપ્તિ-આર્તધ્યાન-રૌદ્રધ્યાનના પરિહારપૂર્વક ધર્મધ્યાનમાં ઉપયોગ, એ મન સમિતિ.” (મનનું રક્ષણ) વધ-બંધન-પરિતાપદ્વારા કોઈ પણ જાતનું ક્રૂર કર્મ કદાચિત્ પણ મનથી થોડુંક પણ વિચારવું નહિ. આ પ્રકારે મનોગુપ્તિ યોગથી જીવ ચિત્તની સપ્રવૃત્તિરૂપ વ્યાપારથી ભાવિત થાય છે.
(૩) વચન સમિતિ-એવી રીતે પરિતાપ આદિકારી વચન પણ નહિ બોલવું, પરંતુ વચનસમિતિયુક્ત સાધુએ રહેવું જોઈએ.
(૪) આદાનસમિતિ-આગમના અનુસાર ઉપધિ વગેરેનું નિરીક્ષણ-પ્રર્માનરૂપ આદાનસમિતિ. ખરેખર, સાધુએ હંમેશાં પ્રતિલેખન, પઠ્ઠોડા અને પ્રમાર્જના કરી પાત્રો, વસ્ત્ર વગેરે જેવાં અને મૂકવાં.
(૫) આલોકિત પાનભોજન-નિયમપૂર્વક યથાયોગ્ય વહોરતાં, વાપરતાં સર્વત્ર આહારપાણી વગેરેને ઉપયોગપૂર્વક જોવારૂપ પાંચમી ભાવના છે. આ અહિંસાપાલનમાં હેતુભૂત વિશિષ્ટ પાંચ ભાવનાઓથી હંમેશાં સ્વસ્થ ચિત્તથી આરાધેલ અહિંસારૂપ વ્રત અનાશ્રવ(સંવર)નો ઉપાય છે.
૦ બીજા મહાવ્રતની ક્રોધપ્રત્યાખ્યાન-લોભપ્રત્યાખ્યાન-ભીરૂ–પ્રત્યાખ્યાન(અભીરુત્વ)હાસ્યપ્રત્યાખ્યાન અને આલોચ્યભાષણ, એમ પાંચ ભાવનાઓ છે.
(૧) ક્રોધવાળો ક્રોધથી અસ્થિર મનવાળો હોઈ અસત્ય બોલે, માટે ક્રોધની નિવૃત્તિ. (૨) લોભને પરતંત્ર બનેલો અર્થની ઇચ્છાથી અસત્ય બોલે, માટે લોભનો ત્યાગ.