________________
तृतीयो भाग / सूत्र - ४, प्रथमः किरणे णान्निवृत्तिविरतिः प्रथमं महाव्रतम्, सा देशतोऽपि स्यादित्यत्राह सम्यगिति, सर्वप्रकारेण भङ्गत्रयेण तादृशी निवृत्तिनिश्रद्धानमन्तरेण न सम्भवतीति सूचनाय मिथ्यादृशां तथाविरतेरज्ञानाश्रद्धानपूर्वकत्वसूचनाय च ज्ञानश्रद्धानपूर्विकेत्युक्तम् । यतो हि मिथ्यादृशां सम्यक्त्वाभावेन ज्ञानं श्रद्धा च वस्तुतोऽज्ञानरूपमश्रद्धारूपा चेति भावः । इत्वरकालतादृशविरतिवारणाय सम्यगित्यनेन यावज्जीवमपि विवक्षणीयम् । तथा च हिंसाया ज्ञानश्रद्धानपूर्वकं भङ्गत्रयेण यावज्जीवं निवृत्तिरिति भावार्थः । एकद्वित्रिचतुःपञ्चेन्द्रियाख्यान् प्राणिनः सम्यक् शास्त्रतो ज्ञात्वा तदनुसारेण च श्रद्धयोपरमः सर्वेषु व्रतेषु प्रधानत्वात्सूत्रक्रमप्रामाण्याच्च प्रथमं व्रतमिति यावत् । भङ्गत्रयं च द्रव्यभावतदुभयरूपम् ॥ હવે હિંસાદિસ્વરૂપના નિરૂપણપૂર્વક તે હિંસાદિથી વિરતિરૂપ વ્રતનું વર્ણન જણાવાય છે.
વ્રતનું વર્ણન ભાવાર્થ – “પ્રમાદના સહકારથી અને કાય આદિ વ્યાપારથી જન્ય દ્રવ્ય-ભાવ આત્મક પ્રાણોથી વિયોગ કરવાની ક્રિયા, એ હિંસા કહેવાય છે. તેનાથી સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વકની નિવૃત્તિ, એ પહેલું વ્રત वाय."
વિવેચન – પ્રમાદ એટલે પ્રયત્નનો અભાવ કે ઉપયોગનો અભાવ. જે પ્રમાદથી જન્ય પરિણામવિશેષથી જીવ, જોરદાર કર્મરૂપી દાવાનળથી પુષ્કળ કાયિક-માનસિક અનેક દુઃખરૂપી જ્વાળાઓની માળાઓના સમુદાય ભરચક સંપૂર્ણ લોકનું અવલોકનવાળો છતાં, તે લોકના મધ્યમાં રહેનારા છતાં, તે લોકમાંથી બહાર નીકળવાના સાધનભૂત અનન્ય સાધારણવીતરાગપ્રણીત ધર્મરૂપી ચિંતામણિને જોતો નથી, અથવા જોવા છતાં જીવ ધર્મનું આચરણ કરતો નથી, તે પ્રમાદ મદ્ય-કષાય-વિષય-નિદ્રાવિકથારૂપ પાંચ પ્રકારનો, અથવા અજ્ઞાન-સંશય-વિપર્યય-રાગ-દ્વેષ-સ્મૃતિધ્વસ-યોગદુષ્મણિધાન અને ધર્મના અનાદરના ભેદથી આઠ પ્રકારનો છે. તે પ્રમાદના સહકારથી કે તે પ્રમાદજન્ય આત્માના પરિણામવિશેષથી, મન-વચન-કાયાના વ્યાપારથી જન્ય જે દ્રવ્યરૂપ, ભાવરૂપ કે દ્રવ્ય-ભાવરૂપ પંચેન્દ્રિય આદિ પ્રાણોનું વ્યપરોપણ-વિયોગીકરણ-જીવથી પૃથક્કરણ, તે હિંસા કહેવાય છે. (પીડાના દાનના યોગથી શરીરના વિનાશની અપેક્ષાએ “આ પ્રાણીને હું મારું' આવા સંક્લેશરૂપ પરિણામથી પ્રાણોના વ્યપરોપણરૂપ હિંસા. આ હિંસા નિમિત્ત સહિત છે.
सर्व घटत एव, मूर्तामूर्त्तत्वाभ्याच्च देहात्मनोः कथञ्चिद्भेदः देहस्पर्शने च जीवस्य वेदनोत्पत्तेः कथञ्चिदभेदश्च, न च नाशहेतुना देहाद्भिन्ने नाशे क्रियमाणे देहतादवस्थ्यं, अभिन्ने च क्रियमाणे देह एव कृतः स्यादिति वाच्यम्, अभिन्ननाशकरणे देहस्य नाशितत्वेन कृतत्वाभावात् । न च स्वकृतकर्मवशाद्धिसाया भावे हिंसकस्याहिंसकत्वं वैयावृत्त्यकरस्येव कर्मनिर्जराहेतुत्वेन गुणत्वमेव स्यात्, कर्माभावे न निर्विशेषात्सर्वं हिंसनीयं भवेदिति वाच्यम् कर्मोदयस्य प्राधान्येन हेतुत्वेऽपि हिंसकस्यापि तत्र निमित्तत्वात् । न च तत्र तस्य निमित्तत्वे वैद्यादीनामपि हिंसाप्रसङ्ग इति वाच्यम्, दुष्टाभिसन्धित्वस्यापि निमित्तत्वादिति ॥