________________
तृतीयो भाग / सूत्र - ३, प्रथमः किरणे
५२७ वैयर्थ्यापत्तेरिति ध्येयम् । सर्वेषु व्रतेष्वहिंसायाः प्रधानत्वात्तत्प्रतियोगिन्या हिंसाया आदावुपादानम् । यद्यपीदमेवेत्थमेव वा कर्त्तव्यमिति बुद्धिपूर्वकपरिणामविशेषेण कृतोऽन्यनिवृत्तव्रतशब्दवाच्या, तथा च निवृत्तौ प्रवृत्तौ च व्रतशब्दो वर्त्तते, यथा पयो व्रतयतीत्यादौ व्रतशब्दः, पयोऽभ्यवहार एव प्रवर्तते नान्यत्रेति तदर्थः । एवं हिंसादिभ्यो निवृत्तश्शास्त्रचोदितकर्मानुष्ठान एव प्रवर्त्तते, ज्ञानक्रियाभ्यां मोक्षश्रुतेश्शास्त्रविहितनिवृत्तिप्रवृत्तिक्रियासाध्यकर्मक्षपणस्यैव मोक्षावाप्तिसाधनात्तथापि निवृत्तेः प्राधान्यात्साक्षात्सैव दर्शिता । सम्बन्धिशब्दत्वाच्चैकतरोपादानेऽन्यतरस्यापि प्रतीत्या हस्तिपकदर्शनाद्धस्तिबोधवत् तत्पूर्वक प्रवृत्तेरपि गम्यत्वात् । अन्यथा निवृत्तिमात्रस्य निष्फलत्वापत्तिः स्यात् संवराविशेषप्रसङ्गश्च स्यात् । तदिदं व्रतं देशसर्वभेदेन द्विविधमपि संवरहेतुभूतमगार्यनगारिसाधारणम् । अत्र चानगारिसम्बन्ध्येव ग्राह्यं सम्यक्चरणाङ्गत्वात् । एवमेवान्यत्र तत्तदङ्गतयोक्तानामपि पुनरत्र तन्निर्देशस्तथा बोध्यः ॥
વ્રતના સ્વરૂપનો નિર્ણય ભાવાર્થ – “હિંસા-અનૈત-સ્તેય-અબ્રહ્મ-પરિગ્રહોથી વિરમણરૂપ પાંચ વ્રતો છે.” વિવેચન – પરિગ્રહ સુધીના, દ્વન્દ સમાસવાળા, હિંસા વગેરે પંચમી વિભક્તિ અંતવાળા છે, કેમ કેજો જુગુપ્સા-વિરામ-પ્રમાદ અર્થવાળા હોય, તો પંચમી વિભક્તિ થાય છે, માટે પરિગ્રહથી પંચમી વિભક્તિ છે. હિંસાથી-અમૃતથી ચોરીથી-અબ્રહ્મથી-પરિગ્રહથી વિરમણ, એ વ્રત કહેવાય છે.
શંકા – ધ્રુવપણાએ પ્રસિદ્ધ અર્થનું “ધ્રુવ અપાયમાં અપાદાન છે.” આ સૂત્રથી અપાદાનપણું હોઈ, ગામથી આવે છે' ઇત્યાદિની માફક પ્રકૃતિમાં હિંસાદિ પરિણામોમાં ધ્રુવપણાનો અભાવ હોવાથી કેવી રીતે અપાદાનપણું છે? વળી દ્રવ્ય અર્થની અપેક્ષાએ હિંસાદિ પરિણત આત્મા જ હિંસાદિ વ્યવહારવાળો થાય છે.” આમ ધૃવત્વ છે એવું નહીં બોલવું, કેમ કે તે પ્રકારે હોય છતે તેનું નિત્યપણું હોઈ વિરમણની ઉપપત્તિ થતી નથી ને ?
સમાધાન – બુદ્ધિદ્વારા ધ્રુવત્વની વિવક્ષા કરવાથી અપાદાનત્વની ઉપપત્તિ છે. ખરેખર, જે પ્રેક્ષાકારી મનુષ્ય, જે આ હિંસા આદિ પરિણામો પાપહેતુભૂત છે અને પાપકર્મો છે, ત્યાં પ્રવૃત્તિ કરનારને અહીં જ રાજાઓ દંડે છે અને પરલોકમાં બહુવિધ દુઃખને પામે છે. આવી બુદ્ધિથી ધ્રુવપણું સંપ્રાપ્ત કરીને અટકે છે. આમ તેઓનું ધ્રુવપણું કાલ્પનિક બનાવવું. વસ્તુતઃ ધ્રુવપણાનો અભાવ છતાં અપાદાનસંજ્ઞા કરવા માટે જુગુપ્સા ઇત્યાદિ પ્રવૃત્તિથી દોષ નથી. અન્યથા, ધ્રુવત્વની કલ્પના કરી “અપાદાનમાં પંચમી” આ સૂત્રથી જ પંચમીની સિદ્ધિ થયે છતે તે વચનની નિરર્થકતાની આપત્તિ થાય !
૦ સઘળા વ્રતોમાં અહિંસાનું પ્રધાનપણું હોવાથી તે અહિંસાની પ્રતિયોગિની-શત્રુભૂત હિંસાનું આદિમાં ગ્રહણ કરેલું છે.