________________
દ્વિતીયો મા /સૂત્ર - ૨૧-૨૨-૨૩, વશમઃ શિરો
५१३ તત્ત્વનિર્મિનીષ હોય, ત્યારે સામર્થ્યમાં બે અંગો-અસામર્થમાં ત્રણ અંગો અને જો કેવલી પ્રતિવાદી હોય, તો બે અંગો હોય છે.
શંકા – પરત્ર તત્ત્વનિર્ણિનીષ વાદીનો કેવલીની સાથે કેવી રીતે વાદ હોઈ શકે? પ્રતિવાદી કેવલી સમસ્ત પદાર્થના પરમાર્થદર્શી છે ને?
સમાધાન – અસીમ માહાત્મવાળા મોહમહીપતિથી હણાયેલ હોઈ, નિર્ણિત તત્ત્વવાળાની જેમ પોતાને મારનાર વાદીની, કેવલીની પાસે તત્ત્વનિર્ણયની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ છે. પરમ કૃપારૂપી અમૃતના પૂરથી પરિપૂરિત અંત:કરણવાળા હોઈ કેવલીભગવાન તેવા વાદીને બોધ કરનાર હોય છે.
૦ જ્યારે કેવલી વાદી હોય, જિગીષ કે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ કે પરત્ર તત્ત્વનિર્ણિનીષ પ્રતિવાદી હોય, ત્યારે ચાર અંગો હોય છે. કેવલીનું વાદીપણું પરોપકાર-એકપરાયણતાથી સમજવું. બાકીનું મૂળ સ્પષ્ટ અર્થવાળું છે.
वादः केषां न भवतीत्यत्राह -
जिगीषुस्वात्मतत्त्वनिर्णिनीष्वोः स्वात्मतत्त्वनिर्णिनीषुजिगीष्वोः, स्वात्मतत्त्वनिर्णिनीष्वोरुभयोरुभयोश्च केवलिनोर्वादिप्रतिवादिभावासम्भवान्न वादः प्रवर्त्तते ॥१२॥
जिगीष्विति । उभयोरिति, स्वात्मनि तत्त्वनिर्णिनीष्वोः स्वस्मिन् तत्त्वनिर्णयाभावेन परावबोधार्थं प्रवृत्तेरसम्भवान्न वादित्वं प्रतिवादित्वं वाऽश्नुत इति भावः । उभयोश्चेति, परोपकारिणः केवलिनः परत्र तत्त्वनिर्णिनीषायास्सम्भवेऽपि केवलकलावलोकितसकलवस्तुतया कृतकृत्ये केवलिनि विषये न सा समुदेतीति तयोर्न वादिप्रतिवादित्वमिति भावः ।।
૦ વાદ કોની સાથે કોનો થતો નથી? આ બાબતને દર્શાવે છે કે
ભાવાર્થ – “જિગીષ-વાદી અને પ્રતિવાદી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષનો, સ્વાત્મનિ તત્વનિર્મિનીષવાદી અને જિગીષ-પ્રતિવાદીનો, સ્વાત્મનિ તત્ત્વનિર્મિનીષ વાદી-પ્રતિવાદી ઉભયનો, કેવલી ઉભયનો અને વાદ-પ્રતિવાદીભાવનો અસંભવ હોઈ વાદ પ્રવર્તતો નથી.”
વિવેચન – ‘૩મોરિ'તિ, સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ બંને, પોતાનામાં તત્ત્વનિર્ણયનો અભાવ હોવાથી, પરને સમજાવવા માટે પ્રવૃત્તિનો અસંભવ હોવાથી વાદીપણું કે પ્રતિવાદીપણું પામતાં નથી. “યોતિ ' પરોપકારી કેવલીને પત્ર તત્ત્વનિર્ણિનીષાનો સંભવ છતાં, કેવલજ્ઞાનથી અવલોકિત સકળ વસ્તુવાળા હોઈ, કૃતકૃત્ય કેવલીભગવંતરૂપ વિષયમાં તે ઉદય પામતી નથી. માટે તે બે કેવલીમાં વાદી-પ્રતિવાદીત્વ નથી.
अथ प्रत्येकमङ्गानि निरूपयितुमारभते -
प्रथमं वादारम्भको वादी, तदनु तद्विरुद्धारम्भकः प्रतिवादी, एतौ स्वपरपक्षस्थापनप्रतिषेधौ प्रमाणतः कुर्वीयाताम् ॥ १३ ॥