________________
द्वितीय भाग / सूत्र - २४, नवमः किरणे
४८७
૦ નામ આદિ નિક્ષેપરૂપ ત્રણ નિક્ષેપાઓ, આ ભાવનિક્ષેપ સંબંધી અધ્યાત્મના ઉપનાયક હોવાથી, અરિહંતપ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપ સ્વરૂપ રૂપે અનાદર કરનારા, ભાવનિક્ષેપને જ માત્ર અગ્રેસર કરનારાઓનો મત ખંડિત થાય છે, કેમ કે-નામ આદિ ત્રણ નિક્ષેપાઓના અનાદરમાં ભાવોલ્લાસ જ ક૨વો અશક્ય થાય છે.
૦ શાસ્ત્રની માફક નામ આદિ ત્રણ નિક્ષેપાઓ હૃદયમાં વિરાજમાન હોયે છતે, ભગવાન આગળ જ સ્ફુરાયમાન થાય છે. હૃદયમાં જ જાણે પ્રવિષ્ટ કરેલ છે એમ થાય છે. તન્મયી ભાવની માફક ભગવાનમાં તન્મય જીવ બને છે, તેથી સર્વકલ્યાણની સિદ્ધિ છે. ભાવોલ્લાસ તે નામાદિ ત્રણ નિક્ષેપાઓને આધીન છે. ‘સ્વાભાવિક જ ભાવોલ્લાસ છે. આ પ્રમાણે જૈન મતમાં એકાન્ત નથી, કેમ કે–સર્વ વ્યવહારોના વિચ્છેદનો પ્રસંગ થાય છે.
શંકા — ભાવ અરિહંતનું દર્શન, ભવ્યોને જેમ સ્વગત ફળ પ્રત્યે અવ્યભિચારી (વિરુદ્ધ નથી) છે, તેમ ત્રણ નિક્ષેપાઓની પ્રતિપત્તિ (સ્વીકાર) નથી. માટે નામાદિ ત્રણ નિક્ષેપાઓ પ્રત્યે આદર કેવી રીતે થાય ?
સમાધાન – સ્વગત ફળમાં, સ્વથી ભિન્ન ભાવનિક્ષેપમાં પણ વ્યભિચારનો અભાવ નથી એમ નથી પરંતુ વ્યભિચાર જ છે, કેમ કે–ભાવ અરિહંતને જોઈ ભવ્ય માત્ર કે અભવ્યો પ્રતિબોધને પામતાં નથી. ઇતિ.
૦ સ્વગત ભાવોલ્લાસનું નિમિત્તપણું તો ચારેય નિક્ષેપાઓમાં પણ સમાન છે. આ કથનથી સ્વગત અધ્યાત્મના ઉપનાયક્તા ગુણથી વંદ્યપણું પણ ચાર નિક્ષેપાઓમાં અવિશિષ્ટ છે.
૦ મસ્તક-ચરણ-સંયોગરૂપ વંદન ભાવભગવંતના પણ શરીરમાં જ સંભવ છે, અરૂપી એવા ભાવભગવંતમાં તો નહિ; કેમ કે-આકાશમાં જેમ, તો વંદનનો અસંભવ છે.
ભાવ અરિહંતના સંબંધથી શરીરની સાથે સંબંધવાળું વંદન ભાવ અરિહંતમાં જ આવે છે. આ પ્રમાણે તો નામ આદિમાં પણ સમાન જ છે. (જેનો ભાવનિક્ષેપ પૂજ્ય છે, તેના નામાદિ ત્રણ નિક્ષેપાઓ યથાયોગ્ય પૂજ્ય જ છે.)
શંકા – મહાનિશીથસૂત્રમાં ભાવાચાર્યને તીર્થંકરભગવાન તુલ્ય કહેલ છે. એથી નામ આદિ ત્રણ નિક્ષેપાઓનું અકિંચિત્કરપણું છે, માટે ભાવનિક્ષેપ માત્રને આગળ કરનારાઓનો કયો અપરાધ છે ? સમાધાન મહાનિશીથસૂત્રમાં ભાવાચાર્યમાં તીર્થંકરની તુલ્યતાને જણાવનારું વચન, પરમશુદ્ધ ભાવગ્રાહી નિશ્ચયનયના વિષયભૂત છે.
=
૦ ખરેખર, જે મતમાં એક પણ ગુણના ત્યાગમાં મિથ્યાર્દષ્ટિપણું મનાય છે, તે મતમાં બીજા નિક્ષેપાઓનો અનાદર હોવા છતાં, નૈગમ આદિ નયોના સમુદાયે નામ આદિ નિક્ષેપાઓનું પ્રામાણ્ય સ્વીકૃત કરેલ હોવાથી આપને કયો વ્યામોહ હોઈ શકે ? કેમ કેસર્વનયસંમત જ શાસ્ત્રના અર્થરૂપ છે. અન્યથા, જો સર્વનયસંમતને ન માનો, તો સમ્યક્ત્વ અને ચારિત્રને એક માનનાર નિશ્ચયનયે, અપ્રમત્ત સંયત(સાધુ)ને જ સમ્યક્ત્વના સ્વામી તરીકે કહેલ છે, પ્રમત્તગુણસ્થાનક સુધીનાને સમ્યક્ત્વસ્વામી તરીકે કહેલ નથી. તો શ્રેણિક આદિ ઘણા જીવોમાં પ્રસિદ્ધ સમ્યક્ત્વ અસ્વીકરણીય થશે ને ?