________________
४४२
तत्त्वन्यायविभाकरे
શંકા – ઘટની ઉત્પત્તિ પહેલાં તે સૂક્ષ્મ ક્રિયાનું સત્ત્વ હોય છતે, તે વખતે પણ તે ઘટોત્પત્તિનો પ્રસંગ આવશે ને? અને જો અસત્ત્વ હોય, તો કાર્યના અવ્યવહિત પૂર્વવૃત્તિત્વના અભાવથી કારણતાના અભાવનો પ્રસંગ આવશે ને?
સમાધાન – કાર્યના વ્યાપ્યતાવચ્છેદક પરિણામવિશેષરૂપ કારણતામાં કાર્યસહવૃત્તિત્વનો નિયમ છે.
શંકા – જો કરાતો ઘટ કરાયેલો જ છે, તો ચક્રભ્રમણ આદિથી ઉપલલિત દીર્ઘ ક્રિયાકાળમાં શાથી ઘડો દેખાતો નથી?
સમાધાન – ઘટના અનુકૂળ વ્યાપારરૂપ ક્રિયામાં દીર્ધકાળપણાનો અભાવ હોઈ ચરમ સમયમાં જ ઘટના અનુકૂળ વ્યાપારરૂપ ક્રિયાનો સ્વીકાર છે.
૦ પરંતુ ઘટના વિષયવાળી ઉત્કૃષ્ટ અભિલાષાથી જ માટીના મર્દન આદિ રૂપ આંતરાલિક (વચ્ચે થનાર) કાર્યના કરણના સમયમાં “હું ઘટને કરું છું. આવો વ્યવહાર છે.
૦ કરેલાને જ કરવામાં ક્રિયાની નિષ્ફળતા પણ નથી, કેમ કે-ક્રિયા દ્વારા જ સમાપ્તિ પેદા કરીને કાર્યમાં કૃતત્વની ઉપપત્તિ છે.
શંકા - જો એમ છે, તો અન્યોકન્યાશ્રયદોષ છે, કરેલાનું ક્રિયાજન્યપણું છે અને કૃત જ ક્રિયાને પેદા કરે છે પરંતુ અકૃત નહિ, કેમ કે-અસત્ છે ને?
સમાધાન – ઘટવ આદિ દ્વારા જ ક્રિયામાં કાર્ય-કારણભાવ છે. (ઘટ પ્રત્યે ક્રિયા કારણ છે પરંતુ કૃતઘટ પ્રત્યે નહિ, કે જેથી અન્યોન્ડન્યાશ્રયદોષ થાય! તથાચ કાર્યતાવરચ્છેદકમાં કતત્વનો પ્રવેશ કરાતો નથી અને
ત્યાં કતત્વનો લાભ-કારણ સમાજ(સમુદાય)ને આધીન છે. જેમ નીલ ઘટત્વ, કપાલ આદિ કાર્યતાવચ્છેદક નથી પરંતુ નીલતાની સામગ્રીના અને ઘટસામગ્રીના સમાજથી નીલ ઘડો થાય છે. તેમ અહીં પ્રકૃતિમાં સમજવું.) અથદિવ તે ઘટમાં કૃતત્વની ઉપપત્તિ છે.
૦ વળી જો કરાતામાં કૃતપણાનો અભાવ માનવામાં આવે અને ક્રિયાના સમયમાં કાર્યનો અભાવ માનવામાં આવે, તો તેનાથી પહેલાં અને પછીથી તે (કાય) થઈ શકે નહિ, કેમ કે-કારણનો અભાવ છે.
શંકા – સામગ્રીમાં સ્વ(ક્રિયા)ના સમયમાં કાર્યવ્યાપ્યત્વનો અભાવ હોવા છતાં, અવ્યવહિત ઉત્તર સમયાવરચ્છેદથી (અપેક્ષાથી) તે કાર્યવ્યાપ્યત્વના સ્વીકારથી દોષ નથી ને?
સમાધાન – અવ્યવહિત ઉત્તરત્વના પ્રવેશમાં ગૌરવ હોવાથી, ઉત્તરત્વ માત્રના પ્રવેશમાં વ્યવહિત ઉત્તરકાલાવચ્છેદથી કાર્યોત્પત્તિનો પ્રસંગ આવવાથી સ્વ(ક્રિયા-કાર્ય) સમયના અવચ્છેદથી સામગ્રીમાં કાર્યવ્યાપ્યત્વવ્યાપ્તિ)નો સ્વીકાર ઉચિત છે. કારણાભાવમાં કાર્યભાવનું વ્યાપ્યત્વ (વ્યાપ્તિ) હોવાથી કારણના ઉત્તરકાળમાં (માત્ર ઉત્તરકાળમાં) કાર્યનો અભાવ છે.
૦ સંગ્રહનયને સંમત સામાન્ય, ઉપયોગ નહિ હોવાથી અને અનુભવ નહિ હોવાથી, જેમ વ્યવહારનય તે સામાન્યને માનતો નથી, તેમ સ્વપ્રયોજન(કાય)નો અસાધક હોવાથી પારકા ધનની માફક નિષ્ફળ એવી ભૂતકાળની અને ભવિષ્યકાળની વસ્તુને ઋજુસૂત્રનય માનતો નથી, પરંતુ વર્તમાનકાળમાં વર્તી જ લિંગવચનના ભેદવાળી પણ વસ્તુ સ્વીકારે છે. ત્યાં એક પણ ત્રણ લિંગવાળી વસ્તુ, જેમ કે- તટઃ, તટી, તટં