________________
४३४
तत्त्वन्यायविभाकरे
(પ્રશ્ન એ થાય છે કે-પ્રમાણની પ્રતિષ્ઠાવાળું સામાન્ય જ છે, વિશેષો નથી. આવું કથન વ્યાજબી નથી, કેમ કે-વિનિગમનના વિરહથી વિપરીત પણ કહી શકાય છે. આવી આશંકામાં બીજા દોષને કહે છે કે ‘વિશે'તિ )
૦ વળી વિશેષનો આગ્રહ વિશેષથી છોડવો જોઈએ, કેમ કે-વિશેષવ્યવસ્થાપક પ્રમાણનો અભાવ છે. તે આ પ્રમાણેઃ-ભેદરૂપ વિશેષો છે અને કોઈ પ્રમાણ ભેદને અવગાહન કરતું નથી. ખરેખર, પ્રત્યક્ષ પ્રમાણ તો ભાવથી સંપાદિત સત્તાવાળું છે. તે ભાવનો જ સાક્ષાત્કાર કરવા માટે યુક્ત છે, અભાવનો નહિ. તે પ્રત્યક્ષનો સકલ શક્તિ(યોગ્યતા)ના વિરહરૂપ હોઈ, તે અભાવના સાક્ષાત્કારના ઉત્પાદનમાં વ્યાપારનો અભાવ છે. (ભાવની સાથે જ યોગ્યતા હોવાથી-ઇન્દ્રિયનો સંબંધ હોવાથી વ્યાપારનો અભાવ છે, એવો ભાવ છે. અભાવ આત્મક ભેદમાં અયોગ્યતા હોવાથી વિષયમુદ્રાથી કારણપણાનો અસંભવ હોઈ અનુત્પાદકપણું છે, તો પણ તે ભેદનું ઇન્દ્રિયથી પ્રત્યક્ષપણાના સ્વીકારમાં તમામનું ઇન્દ્રિયથી ગ્રહણ થશે ! વસ્તુતઃ અભાવના ગ્રહણમાં અયોગ્યતા હોવાથી અનુત્પાદક ઇન્દ્રિયથી તે અભાવનું જ્ઞાન થાય છે. એવા સ્વીકારમાં તમામનું પણ તેથી જ્ઞાનરૂપ ગ્રહણ થશે ! આવા આશયથી કહે છે કે-“અનુત્પત્ર્યિ 'તિ ) અનુત્પાદકના સાક્ષાત્કાર કરવામાં સર્વના સાક્ષાત્કારનો પ્રસંગ આવે છે. તથા સર્વ દેખનારો સર્વદર્શી થઈ જશે! આ બાબત અનિષ્ટ છે, તેથી ભાવગ્રાહક જ તે પ્રત્યક્ષ પ્રમાણ ઈષ્ટ છે. વળી તે ભાવ સઘળે ઠેકાણે અવિશિષ્ટ છે, માટે તે પ્રત્યક્ષથી તે પ્રકારે જ ભાવ ગ્રાહ્ય છે. તે પ્રત્યક્ષના ઉત્તરકાળમાં થનારો વિકલ્પ, “આ ઘડો છે-પટ આદિ નથી એવા આકારને રચનારો અવિદ્યારૂપ મૂળથી જન્ય હોવાથી પ્રમાણ નથી. તે પ્રમાણ પ્રત્યક્ષથી વિશેષના જ્ઞાનરૂપ નથી. અનુમાન આદિ પ્રમાણોથી વિશેષનું જ્ઞાન નથી, કેમ કે-શેષ પ્રમાણવર્ગ પ્રત્યક્ષરૂપ મૂળથી જન્ય છે. તેથી “સામાન્ય જ પરમાર્થ છે, વિશેષો નહિ-એમ સંગ્રહનય માને છે. તે સંગ્રહનો વિભાગ કરે છે. સત્ માત્ર જ પરસામાન્ય કહેવાય છે. સત્ત્વના અવાજોર પ્રભેદોમાં ઉદાસીનતા પરસંગ્રહની હોય છે. ઉદાહરણ-“વિશ્વ એક છે-સત્ અવિશેષ હોવાથી. “ખરેખર, આ પ્રમાણે કહ્યું છd, સત્' આ પ્રમાણેના જ્ઞાનશબ્દથી અનુવૃત્તિરૂપ હેતુથી અનુમિત સત્તાવાળા હોઈ સમસ્ત પદાર્થોનું એકત્વ સંગૃહિત કરાય છે. “વિશેષો છે' એમ નહિ કહેલું હોવાથી વિશેષોમાં ઉદાસીનતા વ્યક્ત થાય છે. સાલીનતે'તિ પ્રત્યનિક ધર્મોમાં ઉપેક્ષા એવો અર્થ જાણવો, કેમ કે-ધર્માન્તર પ્રહણલક્ષણવાળું પ્રમાણ, ધર્માન્તર ઉપેક્ષાલક્ષણવાળો નય, ધર્માન્તર હાનિલક્ષણવાળો દુર્નય હોય છે કેમ કે-પ્રમાણથી તદ્અતત્ સ્વભાવની પ્રતિપત્તિ છે, નયથી તત્ પ્રતિપત્તિ છે, દુર્ણયથી અન્યનું નિરાકરણ છે, એવો ભાવ છે. હવે બીજા ભેદને કહે છે કે દ્રવ્યત્વ વગેરે અપરસામાન્ય છે, એવો ભાવ છે. સત્તાની અપેક્ષાએ કપિયા (કેટલીક) વ્યક્તિમાં રહેલ હોવાથી દ્રવ્યત્વ અપર સામાન્ય જાણવું. ‘તથમિપ્રાય' કૃતિ ! સ્વદ્રવ્યત્વ)વ્યાપ્ય અવાન્તરવિષયક ઉપેક્ષા સહકૃત તે દ્રવ્યભૂત અર્થની એકતાના ગ્રહણનો અભિપ્રાય, એવો અર્થ છે. અવાન્તરવિષયના પ્રતિક્ષેપના અભિપ્રાયપણામાં દુર્નયપણાનો પ્રસંગ આવે છે. આના દષ્ટાન્તને કહે છે કે
થે'તિ-દ્રવ્ય-વ્ય' | એવા અભિન્ન જ્ઞાનશબ્દરૂપ લિંગથી અનુમિત (અનુમાનવિષય) દ્રવ્યત્વ આત્મકપણાની અપેક્ષાએ ધર્મ આદિ છ દ્રવ્યોનું ઐક્ય સંગૃહિત કરાય છે.