________________
४१४
तत्त्वन्यायविभाकरे પ્રાપ્ત કરાવે છે-જ્ઞાનારૂઢ કરાવે છે, એમ નયનો અર્થ છે. અર્થાત્ પ્રમાણની પ્રવૃત્તિ પછીના કાળમાં થનારો વિશિષ્ટ વિચાર “નય' કહેવાય છે. તેથી જ કહેવું છે કે “કૃતાર્થપ્રમાણ વધતાંતિ ” પદકૃત્ય ઇતર અંશના નિરાકરણમાં તો નયપણાનો વ્યાઘાત થતો હોવાથી કહે છે કે- ‘નિરાવૃત્તેતરાં દુર્નયમાં પણ અધિકૃત અંશના અપ્રતિક્ષેપક વક્તાનો અભિપ્રાય પણ હોવાથી, ત્યાં-દુર્જયમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘કૃતાર્થપ્રHIળવોધિતાંશપ્રદિતિ રૂપ આદિના ગ્રાહક અને રસ આદિના અપ્રતિક્ષેપક અપાય આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે વિશેષ્યપદે “વત્રીપ્રાયવશેષો નય:' એવું વિશેષ્યપદ છે.) ‘વવતુ ઉપપ્રાથવિશેષ:' આ પદથી જ્ઞાનરૂપ નયનું અપેક્ષારૂપ શાબ્દબોધપણું દર્શાવેલ છે.
૦ તથાચ અનંતધર્મ આત્મક વસ્તુના અંશભૂત પ્રતિનિયત ધર્મના પ્રકારવાળા અપેક્ષારૂપ શાબ્દબોધપણું જ્ઞાનરૂપ નયનું સ્વરૂપ છે.
૦ નયવાક્યનું તો અનંતધર્માત્મક વસ્તુના અંશભૂત પ્રતિનિયત ધર્મપ્રકારક અપેક્ષાત્મક શાબ્દબોધજનક વાક્યપણું સ્વરૂપ જાણવું.
૦ વળી અપેક્ષાત્વ એટલે ક્ષયોપશમજન્યતાવચ્છેદક વિશિષ્ટ જાતિ (જ્ઞાનત્વ) અથવા વિલક્ષણ વિષયિતા (વિલક્ષણ જ્ઞાનત્વ). ત્યાં પ્રમાણ છે કે તે ધર્મના પ્રતિપક્ષરૂપ ધર્મવત્તાથી (અસત્ત્વના પ્રતિપક્ષ સત્ત્વવત્તાથી જ્ઞાત પણ ઘટમાં અસત્ત્વવત્તાનો અનુભવ થાય છે. અને તે અનુભવ અપેક્ષા વગર સંભવતો નથી, કેમ કે-નિરપેક્ષ સત્ત્વ અને અસત્ત્વનો એક ઠેકાણે પરસ્પર વિરોધ છે. અનુભવાતાનો અપલાપ સંભવતો નથી, કેમ કે-અતિપ્રસંગ છે. એથી અપેક્ષાના અવલંબનથી જ તે સત્તાસત્ત્વની વ્યવસ્થા કરવી જોઈએ. માટે અપેક્ષા સિદ્ધ થાય છે એવો ભાવ છે.) જ્ઞાતપદાર્થમાં પણ તે ધર્મવત્તાથી પેદા થતા અનુભવની અન્યથા અનુપપત્તિ જ છે.
શંકા – લોકોને, “ઘડો છે' ઇત્યાદિ વાક્યના શ્રવણ બાદ કુંભવિષયવાળા શાબ્દબોધનો જ પોતાના આત્મામાં અનુભવ થવાથી, કુંભવિષયક અપેક્ષાઆત્મક શાબ્દબોધનો અનુભવ નહિ થતો હોવાથી અપેક્ષાત્મક નયજ્ઞાનની સત્તામાં માનનો અભાવ છે ને?
સમાધાન – વિરુદ્ધપણાએ ભાસમાન અનેક ધર્મોથી મિશ્રિત વસ્તુનું અપેક્ષા સિવાય વિવણિત એક ધર્મપ્રકારક નિશ્ચયના વિષયીકરણનો અસંભવ છે, માટે અપેક્ષાત્મક નયજ્ઞાનની સત્તા માનવી જ જોઈએ.
૦ અનપેક્ષાત્મક (તથાચ અનપેક્ષાત્મક તદ્ધર્મવત્તા (સત્ત્વ) બુદ્ધિ પ્રત્યે અનપેક્ષાત્મક તભાવવત્તા(અસત્ત્વ)ના નિશ્ચયનું પ્રતિબંધકપણું હોઈ, અપેક્ષાના અભાવમાં તધર્મવત્તા(સત્ત્વ)થી જ્ઞાતપદાર્થમાં અનપેક્ષાત્મક તવિરુદ્ધ ધર્મ(અસત્ત્વ) પ્રકારક જ્ઞાન ન થાય !) તે સત્ત્વ વિરુદ્ધ અસત્ત્વ પ્રકારજ્ઞાનની નયજ્ઞાનમાં અનુપપત્તિ છે.
૦ વળી અપેક્ષા સિવાય લૌકિક પણ વ્યવહાર સંગત થતો નથી, કે-અગ્રભાગની અપેક્ષાએ કપિના સંયોગના અભાવવાળા વૃક્ષમાં શાખાની અપેક્ષાએ જ કપિના સંયોગનો વ્યવહાર છે.
શંકા – અનંત પણ ધર્મોની ધર્મીની સાથે અભિન્નતા હોવાથી, ધર્મિગ્રાહક પ્રત્યક્ષ પ્રમાણથી જ સમસ્ત ધર્મોથી અન્વિત વસ્તુ વિવણિત ધર્મપ્રકારથી પણ નિશ્ચિત છે, તો અપેક્ષાથી સર્યું ને?