________________
द्वितीयो भाग / सूत्र - २, अथाष्टमः किरणे
३९५ જ વિષયરૂપપણાએ પ્રતિભાસમાનપણું છે, એમ યોગાચારના બીજા નામવાળા વિજ્ઞાનવાદી-બૌદ્ધો કહે છે.) તે બૌદ્ધો પણ સમીચીન બુદ્ધિસંપન્ન નથી.
ઉત્તરપક્ષ – કેમ કે-“આ ચાંદી નથી” આવા બાધકજ્ઞાનથી, અન્યત્ર આદિરૂપ બીજે ઠેકાણે) વર્તમાન રજત આદિનું શુક્તિકા દેશસ્થપણારૂપે જ બાધ ન થવાથી, તે રજત આદિ નિષ્ઠ બાહ્યતા માત્રનું બાધન થતું નથી. વળી આત્મા એટલે વિજ્ઞાન-વાસનાના મહિમાથી બાહ્યની માફક પરિફુરિત થાય છે. આ પણ યુક્તિ વગરનું છે, કેમ કે-તે વાસના (૧) વસ્તુરૂપ છે કે (૨) અવસ્તુરૂપ છે?
(૨) અવસ્તુરૂપ બીજો પક્ષ નથી, કેમ કે-આકાશકુસુમની માફક અસતુ હોઈ, તે વાસનામાં રજતવ્યવસ્થાપકપણાનો અસંભવ છે. (૧) પહેલો પક્ષ પણ નથી. જો તે વાસનાની જ્ઞાનથી ભિન્નતા માનવામાં આવે, તો તમોએ સ્વીકારેલ જ્ઞાનની અદ્વૈતતાનો ભંગ થાય છે અને જો જ્ઞાનથી તે વાસનાની અભિન્નતા માનવામાં આવે, તો જ્ઞાનાકાર, જ્ઞાનાકારના માહાસ્યથી બાહ્યની માફક પ્રતિભાસે છે, એવું કહેલું હોવું જોઈએ. જો અભિન્ન છે, તો તે જ સાધ્ય અને તે જ સાધન થવાથી અવિશેષ(સાધ્ય-સાધનના અભેદોનો પ્રસંગ આવશે ! માટે વાસનાની માન્યતા યુક્તિવાળી નથી. વળી જ્ઞાનાકારરૂપે જ રજતના સંવેદનમાં “હું રજત છું' આવી અન્તર્મુખરૂપે પ્રતીતિ થવી જોઈએ ! આ ચાંદી છે' આ પ્રતીતિ બહિર્મુખ નથી, પરંતુ જ્ઞાનમાં રહેલ પણ રજતનો આકાર અનાદિ વાસનાના માહાભ્યથી શુક્તિનિષ્ઠાપણાએ પ્રતિભાસે છે. આવા સ્વીકારમાં તો અન્યથાખ્યાતિના અંગીકારની આપત્તિ થાય !
શંકા - ભ્રાન્તિઓ, સ્વ આકારને જ બાહ્યરૂપપણાએ રજતાદિક રૂપે પ્રકાશે છે ને?
સમાધાન – આ બાબતમાં પ્રમાણનો અભાવ છે, કેમ કે-(રજતનો અનુભવ. ખરેખર, તે અનુભવ ઈદેવરૂપે જ રજતને જણાવે છે પરંતુ જ્ઞાનાકારરૂપે નહીં, જેથી પ્રમાણભૂત થાય !) રજતનો અનુભવ રજતજ્ઞાનાકારનો સાક્ષી નથી થતો. ઈદંપણાએ ચાંદીનો જ ભાસક (બોધક) હોવાથી, શુક્તિકામાં રજત આકારતાના પ્રતિષેધકરૂપે બાધકજ્ઞાનનું પણ ત્યાં પ્રમાણપણું નથી.
શંકા – રજતમાં પુરોવર્તી શુક્તિ આકારપણાના પ્રતિષેધમાં અર્થની અપેક્ષાએ જ્ઞાનાકારપણાની સિદ્ધિ છે ને?
સમાધાન – રજતમાં પુરોવર્તી શક્તિ આકારપણાના પ્રતિષેધમાં અર્થથી દેશાન્તરની સત્તાની જ સિદ્ધિ છે, કેમ કે-પ્રત્યક્ષ દષ્ટનું અતિક્રમણ કરી અદૃષ્ટ જ્ઞાનાકારપણાની કલ્પનામાં બીજ નથી કેમ કે-“આ રજત નથી પરંતુ શુક્તિકાનો ટૂકડો છે” આવા ઉલ્લેખથી નિષેધની અનુપત્તિ છે. તમારા મતમાં, શુક્તિકામાં રજતનો પ્રસંગ (આરોપ) નહિ હોવાથી, “આ શુક્તિ મેં રજતપણાએ જાણેલી છે' આવા પ્રત્યભિજ્ઞાનની અનુપપત્તિ છે. વળી ‘આંતરિક ચાંદી બાહ્યરૂપે જાણેલ છે. આવા પ્રત્યભિજ્ઞાનની જ આપત્તિ છે.
૦ જ્ઞાન બાહ્ય પદાર્થના વિષયવાળું નથી. આવી માન્યતામાં રજત આકારના ઉલ્લેખની માફક નીલ આદિ આકારના ઉલ્લેખથી પ્રવૃત્તિની આપત્તિ છે, કેમ કે-નિયામકનો અભાવ છે અને અસતુ એવા રજત દેશ-કાળ આદિનો અવભાસમાં વાસનાનું નિયામકપણું છે. જો એમ કહો, તો અસખ્યાતિની આપત્તિ છેઆત્મખ્યાતિની માન્યતા ઉડી જાય છે.