________________
द्वितीयो भाग / सूत्र - १३, सप्तमः किरणे,
३७७
ધ્રૌવ્યાત્મક પ્રમાતા સ્વીકારવો જોઈએ. તે આ પ્રમાણે–પ્રમાણ-વિષયફળ પ્રમાતાઓનું નિરૂપણ થઈ ચૂકેલું હોવાથી પ્રમાણ નિરૂપણ સમજી લીધું છે. આ પ્રમાણે પ્રમાણનિરૂપણ સમાપ્ત થાય છે.
ઇતિ તપાગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમવિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં પ્રમાણ “નિરૂપણ' નામનું સાતમું કિરણ સમાપ્ત થયેલ છે.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
સાતમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.