________________
३७२
तत्त्वन्यायविभाकरे
શંકા – પ્રમાણ પણ અર્થસંવેદનરૂપ હોઈ અંત તો ગત્વા તે પ્રમાણમાં જ ફળપણાનું કથન છે, માટે શું પ્રમાણ અને ફળમાં અભેદ થશે ને ? વળી કહેશો કે-એથી શું થયું? તો અમે કહીએ છીએ કેઅસત્ કારણપણાનો અને સફળપણાનો પ્રસંગ આવશે જ ને?
સમાધાન – અસતુ એવા કારણતાનો સતુ એવા ફલત્વના પ્રસંગરૂપ દોષ પ્રમાણફળની ઉત્પત્તિમાં છે પરંતુ પ્રમાણફળની વ્યવસ્થામાં દોષ નથી, કેમ કે-કર્મ(વિષય) સન્મુખ જ્ઞાનવ્યાપારમાં ફળપણું છે, કર્તાના વ્યાપારના ઉલ્લેખવાળા બોધમાં પ્રમાણપણું છે. એથી કર્તામાં રહેલ પ્રમાણરૂપ ક્રિયા હોય છતે અર્થપ્રકાશની
સિદ્ધિ છે.
૦ એક જ્ઞાનમાં રહેલ હોવાથી પ્રમાણફળમાં અભેદ છે અને વ્યવસ્થાપ્ય વ્યવસ્થાપક ભાવથી ભેદ છે. આમ ભેદાભેદ પ્રમાણફળભાવ અબાધિત સ્યાદ્વાદને અનુસરે છે.
૦ વળી ક્રિયા અને કરણનું કથંચિત્ એકત્વ છે. જેમ પ્રદીપ અને તમોવિનાશ છે, તેમ અહીં સમજવું અને પરશુ આદિની માફક કથંચિત્ અનેકત્વ જાણવું.
શંકા – “જેમ દેવદત્ત કુહાડાથી લાકડાને છેદે છે. આવા સ્થળમાં કરણભૂત પરશુ દેવદત્તમાં રહેલ હોઈ અને છેદનરૂપ ક્રિયા કાષ્ઠમાં રહેલ હોઈ અનેકત્વ (ભેદ) છે. જેમ “દીપક અંધકારને દૂર કરે છે પ્રકાશવડે.” આવા સ્થળમાં કરણરૂપ ઉદ્યોતનું અને તમોવિનાશરૂપ ક્રિયાનું અનેકત્વ (ભેદ) પ્રતીયમાન થાય છે. તેવી રીતે કરણભૂત પ્રમાણનું ફળજ્ઞાનરૂપ ક્રિયાનું અનેકત્વ (ભેદ) માનવું પડે છે, કેમ કે-અભેદમાં દૃષ્ટાન્તનો અભાવ છે ને?
સમાધાન – “પ્રદીપ પોતાને સ્વપ્રકાશવડે પ્રકાશિત કરે છે. આવી પ્રતીતિથી પ્રદીપરૂપ કર્તાથી અભિન્ન એવા કથંચિત્ કરણના અને પ્રદીપ આત્મક પ્રકાશનક્રિયાના કથંચિત્ અભેદની સિદ્ધિ છે. તેની માફક પ્રમાણફળમાં પણ કથંચિત્ અભેદની સિદ્ધિ છે, કેમ કે-દષ્ટાન્તનો સદ્ભાવ છે. તથા સર્વથા તાદાભ્યથી પ્રમાણફળની વ્યવસ્થા થવાને યોગ્ય છે.
શંકા - કેવલીઓમાં સદા સર્વ પ્રમેયનું પ્રત્યક્ષપણું હોવાથી અજ્ઞાનનિવૃત્તિરૂપ ફળ કેવી રીતે? સમાધાન – કેવલીઓમાં પ્રતિસમય સમસ્ત અર્થના વિષયની અજ્ઞાનનિવૃત્તિરૂપ ફળ છે જ.
શંકા – પ્રથમ સમયમાં જ કેવલજ્ઞાનની અર્થસંવેદનરૂપે પરિણતિ હોયે છતે, પ્રદીપપ્રકાશની માફક અજ્ઞાનવ્વસનો સંભવ છતાં દ્વિતીય આદિ ક્ષણમાં કેવી રીતે અજ્ઞાનનિવૃત્તિરૂપ પરિણતિ?
સમાધાન – અન્યથા, દ્વિતીય આદિ સમયમાં અજ્ઞાનનિવૃત્તિરૂપ ફળના અસ્વીકારમાં અજ્ઞતાનો પ્રસંગ છે, કેમ કે-અજ્ઞાનનિવૃત્તિનો અભાવ છે. તથાચ પ્રથમ સમયમાં અજ્ઞાનનિવૃત્તિ પ્રથમ સમય વિશિષ્ટપણાએ હતી, દ્વિતીય આદિ સમયમાં તો દ્વિતીય આદિ સમય વિશિષ્ટપણાએ અજ્ઞાનનિવૃત્તિરૂ૫ ફળ હોય છે; માટે ફળના અભાવરૂપ દોષ નથી.
अथ किं तस्य व्यवहितं फलमित्यत्राह -
केवलज्ञानस्य परम्परफलं माध्यस्थ्यं हानोपादानेच्छाया अभावात्, तीर्थकरत्वनामोदयात्तु हितोपदेशप्रवृत्तिः, सुखन्तु न केवलज्ञानस्य फलं, अशेषकर्मक्षयस्य પત્નીત્વ / ૨૨