________________
३६८
तत्त्वन्यायविभाकरे
૦ પર્યાયથી ભિન્ન ગુણવિશેષ ગ્રાહ્ય હોયે છતે, ખરેખર, તે ગુણવિશેષના ગ્રાહક ગુણાસ્તિકના પણ થાય જ ! અન્યથા, નયોની અવ્યાપકતા થાય ! અને ભગવંતોએ આનો આદેશ કરેલો નથી. તેથી આ ગુણાસ્તિકનય ભિન્ન નથી. વળી ગુણોના પર્યાયપણામાં ‘મુળપર્યાયવદ્રવ્ય’ [આ પ્રમાણે પણ ‘મતુપ્ પ્રત્યયના યોગથી દ્રવ્યભિન્ન ગુણપર્યાયની સિદ્ધિ છે' એમ નહીં કહેવું, કેમ કે-નિત્યયોગમાં મતુર્ પ્રત્યયનું વિધાન હોઈ દ્રવ્ય અને પર્યાયનું તાદાત્મ્ય છે. હંમેશાં નિર્વિભાગવર્તી છે. અન્યથા, પ્રમાણની બાધાની આપત્તિ છે અથવા સંજ્ઞા-સંખ્યા-સ્વલક્ષણ-અર્થક્રિયાના ભેદથી કથંચિદ્ તે બંનેનો અભેદ હોવા છતાં, ભેદની સિદ્ધિ હોવાથી મત્તુપ્ પ્રત્યયની અનુપપત્તિ નથી.]‘ગુણપર્યાયવાળું દ્રવ્ય છે' ઇત્યાદિ વચન, એકીસાથે કે ક્રમથી (રહેનાર) થનાર પર્યાયવિશેષનું પ્રતિપાદક (વાચક) છે. એથી જ જે પર્યાય જ છે, તે ગુણ છે ઇત્યાદિ આગમ પણ સંગત થાય છે. આ કથનથી ‘ગુણનો વિકાર પર્યાય છે’-આવી માન્યતાનું ખંડન થયેલું છે, કેમ કે-ગુણમાં જ પર્યાયનું ઉપાદાનકારણપણું માનવામાં દ્રવ્યનું કાર્ય ગુણથી જ સિદ્ધ થવાથી, ગુણપર્યાયમાં જ પદાર્થપણાનો પ્રસંગ થવાથી દ્રવ્યની નિરર્થકતાની આપત્તિ છે.
શંકા – દ્રવ્યનો પર્યાય-ગુણનો પર્યાય, એ રૂપ કાર્યના ભેદથી દ્રવ્ય અને ગુણરૂપ કારણના ભેદથી દ્રવ્ય નિરર્થક કેવી રીતે ?
સમાધાન – અન્યોડન્યાશ્રય દોષ આવે છે. જેમ કે-કારણનો ભેદ થયે છતે કાર્યભેદ છે અને કાર્યનો ભેદ હોયે છતે કારણનો ભેદ સિદ્ધ થાય છે. ઇતિ. તેથી જ આ પ્રમાણે દ્રવ્યપર્યાયરૂપ સામાન્યવિશેષ એક વસ્તુ છે, કેમ કે-પ્રતિભાસનો ભેદ હોવા છતાંય અભિન્ન છે. જે પ્રતિભાસના ભેદમાં પણ અભિન્ન છે, તે એક છે. જેમ મેચકનું જ્ઞાન.
૦ તથાચ દ્રવ્યપર્યાય ભિન્ન નથી તેથી એક વસ્તુ છે.
૦ આ અસિદ્ધહેતુ નથી, કેમ કે-કેવળ દ્રવ્ય-કેવળ પર્યાય વસ્તુરૂપે જ્યારે કહેવાય, ત્યારે જ અસિદ્ધિ થાય ! પણ તે જ નથી, કેમ કે-ક્રમયૌગપદ્યથી વિરોધ હોઈ અર્થક્રિયાનો અસંભવ છે. વળી ‘જ્યાં ક્રમયૌગપદ્યથી વિરોધ, ત્યાં અસિદ્ધ છે' એમ કહેવું વ્યાજબી નથી, કેમ કે-સર્વથા એકસ્વભાવવાળા દ્રવ્યમાં જે પર્યાયમાં ક્રમયૌગપદ્યનું અદર્શન છે. અનેક પર્યાયસ્વરૂપવાળા જ દ્રવ્યમાં જ તે ક્રમયૌગપદ્યનો અનુભવ છે.
-
શંકા – દ્રવ્યપર્યાય વાસ્તવિક છતાં અભેદ અસિદ્ધ છે, કેમ કે-ઘટ આદિ દ્રવ્ય કરતાં રૂપાદિ પર્યાયોમાં જ્ઞાનપ્રતિભાસનો ભેદ છે. જેમ કે-ઘટ-પટ આદિ. કેમ બરોબર છે ને ?
સમાધાન– તે જ્ઞાનપ્રતિભાસ એકત્વનો વિરોધ નથી, માટે દ્રવ્યપર્યાયમાં અભેદ સિદ્ધ છે. ખરેખર, ઉપયોગવિશેષથી રૂપાદિજ્ઞાનપ્રતિભાસ ભેદ સ્વવિષયની એકતાનું નિરાકણ કરતો નથી. જેમ કે-સામગ્રીના ભેદમાં ક્રમથી એક અર્થથી ઉપનિબદ્ધ વિશદથી ઇતર (પરોક્ષ) જ્ઞાન.
૦ વિશેષણથી વિરૂદ્ધ હેતુ નથી, કેમ કે-વિશેષણભૂત પ્રતિભાસભેદનો અવ્યતિરિક્તત્વ(અભેદ)રૂપ હેતુની સાથે વિરોધની અસિદ્ધિ છે.
શંકા – અવ્યતિરિક્તત્વ એટલે એકતા જ. તથાચ સાધ્યથી અવિશિષ્ટ હેતુ થશે ને ?
સમાધાન – કથંચિત્ પણ અશક્ય વિવેચનત્વવાળા અવ્યતિરિક્તત્વને હેતુપણાએ પ્રયોગ છે.