________________
द्वितीय भाग / सूत्र - ३०, षष्ठ किरणे
३०७
સમાધાન – નિષેધના બે પક્ષની અપેક્ષાએ પણ વસ્તુ, સદ્-અસદ્ આત્મક છે, કેમ કે-સત્ત્વથી અનનુવિદ્ધ (અનનુસ્કૃત) અસત્ત્વનો અભાવ હોઈ, ‘સત્ નહીં તે અસત્' આવા પ્રસજ્યપ્રતિષેધમાં પણ પરદ્રવ્યાદિરૂપે સત્નો જ નિષેધ છે. વળી તેનો (પરદ્રવ્ય આદિરૂપે વિદ્યમાન પટ આદિનો સ્વદ્રવ્યાદિરૂપે વિદ્યમાન ઘટમાં પ્રતિષેધ કરાય છે. પરરૂપ આદિથી અવચ્છિન્ન વિદ્યમાનતાનો ઘટમાં અભાવ હોવાથી તે પણ અસત્ત્વ, નિરૂપાખ્ય-નિઃસ્વભાવ નથી, કેમ કે-તેના સ્વરૂપ સત્ત્વનો અનુવેધવ્યાપ્તિ છે. ખરેખર, સત્ત્વાભાવ ઘટાત્મક છે, તેથી તેના સત્ત્વથી તે અનુવિદ્ધ છે, માટે નિરૂપાખ્ય ઘટ નથી.) પટ આદિનું તે ઘટમાં અસત્ત્વ હોઈ, તે પટ આદિ સ્વરૂપમાં સત્ત્વનો અનુવેધ હોવાથી, તે અસત્ત્વ નિરૂપાખ્ય નથી જ, માટે તે પક્ષમાં ફેંકેલ દોષનો પ્રસંગ નથી. પર્યુદાસપક્ષનો દોષ તો અસ્વીકારથી જ ખંડિત થઈ જાય છે. તથાચ સ-અસદ્ આત્મક વસ્તુ છે. ત્યાં (ખરેખર, ઘટ સ્વરૂપથી છે. પરરૂપ આદિથી અવચ્છિન્ન પટ આદિ આત્મક તો થતો નથી. વળી આ પ્રમાણે સત્ત્વ અને તેનો પ્રતિષેધ ઘટ સ્વરૂપ છે. એથી સત્ત્વ અસત્ત્વથી અનુવિદ્ધ છે અને અસત્ત્વથી અનુવિદ્ધ છે.) સ્વરૂપ સત્ત્વની સાથે અસંબદ્ધ પરરૂપથી અસત્ત્વ નથી, અથવા ૫૨રૂપ અસત્ત્વની સાથે અસંબદ્ધ સ્વરૂપથી સત્ત્વ નથી. વળી આ બન્નેનું એકત્વ જ સમજવાનું નથી, કેમ કેવિરોધ વગર સારી રીતે ઉભયની ઉપલબ્ધિ (અનુભવ) છે. વળી નાના(અનેક)પણું જ સમજવાનું નથી, કેમ કે-તથાપ્રકારની ઉપલબ્ધિ નહીં હોવાથી તેની વ્યવસ્થાનો અભાવ છે; માટે પરસ્પર અનુવિદ્ધ, ભેદઅભેદવૃત્તિ તે સ્વભાવવાળું તે વિશિષ્ટ ઉભય જ છે. અન્યથા, જો એમ ન માનો, તો વસ્તુગત વિશિષ્ટતા ઉપપન્ન થતી નથી.
શંકા – ભલે ! સત્ત્વ અને અસત્ત્વ વસ્તુ ધર્મ હો ! પરંતુ તે સત્ત્વ અને અસત્ત્વમાં વસ્તુનું સ્વરૂપપણું કેવી રીતે ? તે આ પ્રમાણે :
(૧) શું ધર્મ અને ધર્મીનો ભેદ છે ? અથવા (૨) અભેદ છે ? કે (૩) ભેદાભેદ છે ?
(૧) પહેલો પક્ષ નથી ઘટતો, કેમ કે-સત્ત્વ અને અસત્ત્વમાં ભેદ હોઈ વસ્તુમાં સદ્-અસદ્ આત્મકપણાનો અસંભવ છે.
(૨) બીજો પક્ષ પણ સંભવતો નથી, કેમ કે-એકધર્મીની સાથે અભિન્ન હોવાથી તે સત્ત્વ અને અસત્ત્વમાં એકતાની આપત્તિ છે, કેમ કે-‘તદભિન્નસ્ય તદભિન્નત્વ'ના નિયમથી સત્ત્વથી અભિન્ન ધર્મીથી અસત્ત્વ હોઈ સત્ત્વ-અસત્ત્વ એક થઈ જાય છે. જેમ કે-તે ધર્મીનું સ્વરૂપ. અથવા ધર્મીનો ભેદ થઈ જાય ! કેમ કે–સત્ત્વ અને અસત્ત્વનો ભેદ છે.
(૩) ત્રીજો પક્ષ પણ બરોબર નથી, કેમ કે-જે આકારથી ભેદ છે, તે આકારથી સર્વથા ભેદ છે જે આકારથી અભેદ છે, તે આકારથી સર્વથા અભેદ છે. તે પ્રકારે પણ એકમાં ભેદાભેદરૂપ ઉભયરૂપતાનો અસંભવ છે.
વળી જે આકારવડે જ ભેદ છે, તે આકારવડે જ અભેદ છે ઃ જે આકારથી અભેદ છે, તે આકારથી ભેદ છે-એમ કહેવું વ્યાજબી નથી, કેમ કે-વિરોધ છે ને ?