________________
द्वितीयो भाग / सूत्र - ६, षष्ठ किरणे
२४७ मानानुपलभ्यमानेन्द्रियार्थत्वात् तथाविधगन्धाधारद्रव्यपरमाणुवत्, न द्वितीयो गन्धद्रव्येण व्यभिचारात्, वर्तमानजात्यकस्तूरिकादिगन्धद्रव्यं हि पिहितद्वारापवरकस्यान्तरविशति बहिश्च निर्याति । न तृतीयः तडिल्लतोल्कादिभिरनैकान्तिकत्वात् । चतुर्थोऽपि गन्धद्रव्यविशेषसूक्ष्मरजोधूमादिभिर्व्यभिचारी, नासायां निविशमानस्य गन्धद्रव्यादेस्तद्विवरद्वारदेशोद्भिन्नश्मश्रुप्रेरकत्वादर्शनात् । नापि पञ्चमः, नाकाशगुणश्शब्दोऽस्मदादिप्रत्यक्षत्वाद्रूपादिवदित्यनुमानेनासिद्धेस्तस्मात्स पौद्गलिक एवेति भावः । ननु स्वार्थप्रत्यायनशक्तिमानेव शब्दोऽत्र विवक्षितो न तादृक् शब्दत्वं वर्णे निरर्थकत्वादित्याशङ्कायामाह घटादीति, तथा च घटादिसमुदायघटका वर्णाः प्रत्येकमर्थवन्तः तव्यत्ययेऽर्थान्तरगमनात् तस्य व्यत्यये हि राक्षसाः साक्षरा इत्यादावर्थान्तरगमनं दृश्यते तस्मादवश्यं वर्णा अर्थवन्तः, उपलक्षणोऽयं हेतुस्तेन वर्णत्वाद्धातुप्रत्ययनिपातवत् वर्णविशेपानुपलब्धौ पूर्वदृष्टार्थासम्प्रत्ययात् यथा प्रतिष्ठत इत्यत्र प्रशब्दानुपलब्धौ प्रस्थानरूपस्यार्थस्यासम्प्रत्ययादित्यादयो हेतवोऽत्र सङ्गृह्यन्ते ।।
' શબ્દનો વિભાગ ભાવાર્થ- “શબ્દ, વર્ણ-પદ-વાક્યરૂપે ત્રણ પ્રકારનો છે. ભાષાવર્ગણાના પરમાણુઓથી આરંભેલ રૂપી આકાર આદિ “વર્ણ છે. ઘટ આદિ સમુદાયમાં વર્તમાન વર્ગોનો પ્રત્યેકનો અર્થ છે, કેમ કે તેઓના વ્યત્યયમાં બીજા અર્થમાં તેઓ જાય છે.”
વિવેચન – વર્ણનું લક્ષણ-આઠ પ્રકારકની વર્ગણાઓમાં જે ભાષાયોગ્ય વર્ગણા છે, તેઓના પરમાણુઓથી જનિત જે રૂપવાળો અકાર વગેરે “વર્ણ' કહેવાય છે.
૦ પરમાણ્વારબ્ધ—એ પદથી વર્ણનું પૌદ્ગલિકપણું દર્શાવેલ છે. મૂર્તિમત્વ એ હેતુગર્ભિત વિશેષણ છે. જે મૂર્તિમાન છે, તે પૌલિક છે. જેમ કે-ઘટ વગેરે. વળી મૂર્તિવાળો વર્ણ છે તેથી પૌદ્ગલિક છે.
શંકા – વર્ણરૂપ શબ્દ પૌલિક નથી, કેમ કે-(૧) સ્પર્શરહિત આશ્રયરૂપ છે. (૨) અત્યંત ગાઢ પ્રદેશમાં પ્રવેશતો કે નીકળતો શબ્દ રોકાતો નથી. (૩) પહેલેથી કે પાછળથી શબ્દના અવયવો દેખાતાં જ નથી. (૪) સૂક્ષ્મ, રૂપી બીજા દ્રવ્યોનો પ્રેરક નથી. (૫) શબ્દ આકાશનો ગુણ છે.
સમાધાન – આ પાંચેય હેતુઓ હેત્વાભાસરૂપ છે. તે આ પ્રમાણે :-(૧) શબ્દપર્યાયનો આશ્રય ભાષાવર્ગણા છે (સજાતીય પુગલોના સમુદાયને વર્ગણા કહે છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ, ભાષા અને મન-એમ સાત પ્રકારે વર્ગણા છે. તેમાં જે પુલવર્ગણામાંથી શબ્દ બને છે, તેને ભાષાવર્ગણા કહે છે.), પરંતુ શબ્દનો આશ્રય આકાશ નથી. શબ્દના આશ્રયભૂત ભાષાવર્ગણા પુદ્ગલસ્વરૂપ હોવાથી તેમાં સ્પર્શ અવશ્ય છે. જેમ ગંધદ્રવ્યના આશ્રયભૂત પરમાણુઓનો દૂર રહેલા મનુષ્યોને પણ અનુકૂળ વાયુથી અનુભવ થાય છે અને જો પ્રતિકૂળ વાયુ હોય, તો પાસે રહેલા મનુષ્યોને પણ તે ગંધનો અનુભવ થતો નથી. તેથી ગંધ જેમ ઇન્દ્રિયનો વિષય હોવાથી પૌદ્ગલિક છે, તેમ શબ્દ પણ ઇન્દ્રિયનો વિષય હોવાથી પૌદ્ગલિક છે. આથી