________________
द्वितीयो भाग / सूत्र -५, षष्ठ किरणे
२४५
સામાન્ય-વિશેષમાં વાચ્ય-વાચકપણું યુક્ત નથી, કેમ કે-વિરૂદ્ધ ધર્મનો અધ્યાસ હોઈ તે સામાન્ય-વિશેષમાં (શબ્દાર્થમાં) તાદાભ્યનો અસંભવ છે. તેથી જ કોઈ વાઢે કે વાચક નથી. એવા મતનું ખંડન થાય છે, કેમ કે-શબ્દાર્થમાં યોગ્યતાનામક સંબંધનો સદ્ભાવ છે. “આંગળીની ટોચમાં સો હાથી છે' ઇત્યાદિમાં અર્થનો અભાવ છતાં નયન અને રૂપમાં જેમ યોગ્યતા છે, તેમ યોગ્યતાનો અનુભવ છે. ઘટની-રૂપની સાથે આંખનું તાદાત્મ કે તદ્ ઉત્પત્તિ નથી. “યોગ્યતાના સંબંધપણામાં શબ્દની જેમ અર્થનું પણ વાચકપણું થશે !'-એમ પણ નહિ કહેવું, કેમ કે-જ્ઞાન અને શેયમાં જ્ઞાપ્ય-જ્ઞાપક શક્તિની માફક પદાર્થોમાં પ્રતિનિયત શક્તિ હોય છે. વળી સામાન્ય-વિશેષવાળી વસ્તુનો બોધક હોઈ શબ્દમાં વાચકપણાનો અસંભવ પણ નથી. | સામાન્ય-વિશેષવાળો પદાર્થ, સંકેતના વ્યવહારકાળનો અનુયાયીપણાએ પ્રતીતિવિષય હોઈ વિશેષ વાચકપણાના પક્ષમાં ગૃહિત દોષ પણ નથી, કેમ કે સામાન્ય-વિશેષરૂપ સ્વલક્ષણમાં સંકેતનું વિધાન છે. એમ પણ નહીં કહેવું કે–વ્યક્તિઓ અનંત હોઈ, પરસ્પર અનુગમનો અભાવ હોઈ સંકેતવિધાનની ઉપપત્તિનો અભાવ છે, કેમ કે સમાન પરિણતિની અપેક્ષાએ વિશિષ્ટ ક્ષયોપશમથી પ્રકટ થયેલ તર્ક નામના પ્રમાણમાં વ્યક્તિઓની પ્રતિભાસમાનતા હોઈ સંકેતવિષયતાનો સંભવ છે. [વાચ્ય-વાચકભાવરૂપ સંબંધ, શબ્દ અર્થની સાથે કથંચિત્ અભિન, પહેલાં વાચ્યની ઉત્પત્તિમાં વાચ્યકાળમાં અંશથી ઉત્પન્ન થઈને, વાચકોત્પત્તિકાળમાં અંશથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળો, સકળ શબ્દાર્થ સાધારણ છતાં પ્રતિનિયત શબ્દાર્થસંકેતથી અભિવ્યક્ત થતો સંબંધ છે જ. તે વાચ્ય-વાચકભાવરૂપ સંબંધના બળથી શબ્દાર્થવિજ્ઞાન સંભવિત છે જ પરંતુ વિકલ્પજન્ય શબ્દ નથી, તેમજ શબ્દજન્ય વિકલ્પ નથી, એમ બૌદ્ધમતનું ખંડન જાણવું.]
ननु प्रदीपः प्रकाशमानो यथाऽन्यानपेक्ष एव स्वसन्निहितं शुभमशुभं वा भावं प्रकाशयति तस्मात्तस्यार्थप्रकाशकत्वं स्वाभाविकं तथा प्रयुज्यमानश्शब्दोऽपि श्रुतिगतस्सत्ये वाऽसत्ये वा संगते वाऽसङ्गते वा सफले वा निष्फले वा सिद्धे वा साध्ये वा वस्तुनि प्रतीतिमुत्पादयत्यतोऽस्यार्थबोधजननसामर्थ्यं स्वाभाविकमुच्यते, परन्त्वयं संकेतसापेक्षः पदार्थप्रतीतिजनकः इति प्रदीपतोऽस्य विशेषः, एवञ्चार्थबोधसामर्थ्यमेवाऽस्य स्वाभाविकं न तु स्वनिष्ठयाथार्थ्यायाथार्थे अपि स्वाभाविके इत्याशयेनाह -
वक्तृगुणदोषाभ्याञ्चास्य याथार्थ्यायाथायें ॥५॥
वक्तृगुणदोषाभ्याञ्चेति । चस्त्वर्थे, तथा चास्य याथार्थ्यायाथार्थ्ये न स्वभावप्रयुक्ते किन्तु पुरुषगुणदोषप्रयुक्ते इति भावः । पुरुषस्य गुणाः करुणादयः, दोषाच्च द्वेषादयः, यदि ते स्वाभाविके स्यातां तर्हि प्रतारकतद्भिन्नप्रयुक्तवाक्येष्वर्थव्यभिचाराव्यभिचारनियमो न स्यात् तथा च सम्यग्दर्शिनि पुरुषे शुचौ वक्तरि यथार्था शाब्दी प्रतीतिरन्यथा तु मिथ्यार्थेति ભાવ: |