________________
द्वितीयो भाग / सूत्र -३, षष्ठ किरणे
२४१ देशकत्वादिति लोकोत्तरः, स क इत्यत्राह तीर्थकरादिरिति, आदिना गणधरादीनां ग्रहणम् । तीर्थं प्रवचनं तत्करणशीलोऽचिन्त्यमाहात्म्यमहापुण्यापराभिधानतीर्थकरनामकर्मविपाकादिति तीर्थकरः, श्रीवर्धमानजिनप्रमुखपुरुषविशेष इत्यर्थः ॥
યથાર્થ વક્તા શંકા - કોણ આ યથાર્થ વક્તા થઈ શકે, કે જેના વચનથી ઉત્પન્ન અર્થવિજ્ઞાન આગમરૂપે પ્રમાણ થઈ શકે ? માટે અહીં કહે છે કે
ભાવાર્થ – “પ્રક્ષણદોષવાળો, સત્ય અર્થનો જાણકાર, યથાવસ્થિત અર્થનો વ્યાખ્યાતા, એ “યથાર્થ વક્તા' કહેવાય છે. આ યથાર્થ વક્તા બે પ્રકારે છે. (૧) લૌકિક. જેમ કે-પિતા વગેરે (૨) લોકોત્તર. જેમ કે-તીર્થકર વગેરે.”
વિવેચન – જેવું અર્થવિજ્ઞાન જેવા શબ્દથી પ્રતિપાદન કરવાને ઈષ્ટ છે, તેવા શબ્દ-અર્થ ઉભય સંબંધી દોષશૂન્યપણું, એ પ્રક્ષણદોષનો અર્થ છે. અહીં શબ્દદોષ અસાધુ શબ્દત આદિરૂપ છે, અર્થદોષ અયથાવસ્થિતત્વ આદિરૂપ છે. ઉભય દોષ વાચ્ય-વાચકત્વના અભાવ આદિરૂપ જાણવો.
૦ જો કે વસ્તુતઃ પ્રક્ષીણદોષત્વ એટલે રાગ-દ્વેષશૂન્યત્વ જ છે.
(ક્ષીણદોષના વચનને છોડી, સદોષના વચનથી બુદ્ધિમાનોની પરલોક આદિ અદૃષ્ટ અર્થમાં પ્રવૃત્તિયુક્ત નથી. એથી વીતરાગનું વચન પરમ પ્રમાણભૂત છે.)
તો પણ લૌકિક આપ્તના સંગ્રહ માટે આંશિક અર્થ કહેલ છે. ૦ સર્વજ્ઞમાં આ અર્થ સંગત થાય છે જ, કેમ કે તે સર્વજ્ઞમાં જ સમસ્ત શબ્દ-અર્થ ઉભયદોષશૂન્યત્વ છે.
લક્ષણનું પદકૃત્ય–(૧) યથાવસ્થિત અર્થપરિજ્ઞાતા યથાવસ્થિતપણાએ પદાર્થનો પ્રત્યક્ષ આદિ પ્રમાણથી પરિજ્ઞાતા.
જ્ઞાન સિવાય ઉપદેશનો અસંભવ છે, એમ જણાવવા માટે આ વિશેષણ છે. (૨) યથાવસ્થિતાર્થ પ્રખ્યાપક યથાવસ્થિત અર્થનું જે પ્રકારે જ્ઞાન છે, તે પ્રકારના ઉપદેશક.
(૩) પ્રક્ષણદોષઃખરેખર, જે ભ્રમથી અન્યથાભૂત અર્થને યથાવસ્થિતપણાએ જાણે છે, તે જ્ઞાન પ્રમાણે કહે છે. તેમાં યથાર્થ વસ્તૃત્વના વારણ માટે “પ્રક્ષીણદોષ' કહેલ છે.
૦ ફક્ત યથાવસ્થિતપણાએ અર્થના પરિજ્ઞાતા એવા મૂક આદિનું આગમમાં અનુપયોગિપણું હોઈ તે યથાર્થ વક્તા નથી, માટે “યથાવસ્થિત અર્થપ્રખ્યાપક' એમ કહેલ છે.
ખરેખર, જે યથાર્થ વાચ્યવેદી, પરિજ્ઞાનના અનુસારે તેના ઉપદેશમાં કુશળ થાય છે, તેનું જ વચન વિસંવાદશૂન્ય થાય છે, કેમ કે-મૂઢવંચકના વચનમાં વિસંવાદ દેખાય છે.
૦ તેથી જે જેનો અવંચક, તે તેનો આપ્ત છે. આવું વૃદ્ધોએ કહેલ ઋષિ-આર્ય-મ્લેચ્છવ્યાપક આપ્તનું લક્ષણ છે, કેમ કે-તેવા પુરુષમાં તે તે અર્થબોધક, તે તે વચનનું અવિસંવાદિપણું હોઈ તેટલું જ માત્ર આપ્તપણું છે.