________________
२१८
तत्त्वन्यायविभाकरे
નરશિરનું કપાલ શુચિ છે. આવો પક્ષ, લોકથી નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસ છે. પ્રત્યક્ષ સિવાયનું પ્રમાણ નથી. આ પ્રમાણે પક્ષ કરનાર ચાર્વાકનો આ પક્ષ, સ્વવચનથી નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસ છે.”
વિવેચન – શાક આદિના આહાર પરિણામપૂર્વક્તા વગર શ્યામત્વની અપ્રાપ્તિ હોવાથી, શાક આદિ આહાર પરિણામપૂર્વક શ્યામત્વ જ મિત્રોતનયત્વની સાથે વ્યાપક છે. પરંતુ ફક્ત શ્યામત્વ જ મિત્રાતનયત્વની સાથે વ્યાપક નથી, કેમ કે-શ્યામત્વ વગર પણ મિત્રોતનયપણું છે, એવો ભાવ છે. લોકદ્વારા નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસને કહે છે કે “નતિ, તોતિ ' ખરેખર, લોકમાં પ્રાણીના અંગપણામાં સમાનતા હોવા છતાં, વસ્તુસ્વભાવથી કોઈક પવિત્ર, કોઈક અપવિત્ર તરીકે પ્રસિદ્ધ છે. જેમ કે-ગાયરૂપ પિંડમાંથી ઉત્પત્તિની સમાનતા હોવા છતાં, તે ગાયનું દૂધ શુદ્ધ ગણાય છે, પરંતુ તેનું માંસ અશુદ્ધ ગણાય છે. આ પ્રમાણે લોકવ્યવહારની અપેક્ષાએ તેના પક્ષનું નિરાકરણ જાણવું. સ્વવચન નિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસને કહે છે કે “નાસ્તીતિ સ્વવનેતિ ' અહીં આ આશય છે કે-ખરેખર, ચાર્વાક એક પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે માને છે, એમ બીજા અનુમાન આદિને પ્રમાણ તરીકે માનતા નથી, ત્યારે પ્રત્યક્ષ સિવાયનું પ્રમાણ નથી.” આવા આકારના આ વચનના સ્વવિષયમાં પ્રમાણનો અભાવ હોવાથી તેની સ્વ ઈષ્ટસિદ્ધિ કેમ થાય? જો બીજા પ્રમાણને માને, તો પ્રત્યક્ષ સિવાયના પણ સ્વવચનની પ્રમાણતા હોઈ તે વચનથી સ્વપક્ષ બાધિત જ છે.
શંકા – લોકપ્રતીતિનિરાકૃત સાધ્યધર્મવિશેષણક પક્ષાભાસનો પ્રત્યક્ષનિરાકૃત સાધ્યધર્મવિશેષણક આદિમાં જ અને વચન શબ્દરૂપ હોઈ, સ્વવચનનિરાકૃત સાધ્યધર્મવિશેષણકનો આગમનિરાકૃત સાધ્યધર્મવિશેષણકમાં અંતર્ભાવનો સંભવ હોઈ, આ બંનેનો જુદો ઉપન્યાસ નિરર્થક કેમ નહીં?
સમાધાન – શિષ્યજનની બુદ્ધિના વિકાસ માટે આ બંનેનું પૃથક્ષપણાએ કથન છે. अथ तृतीयमनभीप्सितसाध्यधर्मविशेषणकं पक्षाभासमाह -
तृतीयो यथा शब्दस्यानित्यत्वमिच्छतश्शब्दो नित्य इति पक्षस्तस्यानभीप्सितसाध्यधर्मविशेषणक इति ॥ १४ ॥
तृतीय इति । तस्येति समाभाक्षोदिनैवं वदत इत्यर्थः । अनभीप्सितेति, अनित्यत्वस्यैवेष्टतया नित्यत्वस्यानभीप्सितत्वादिति भावः, इतिशब्दः पक्षाभाससमाप्तिद्योतक: तेनाप्रसिद्धविशेषणाप्रसिद्धविशेष्याप्रसिद्धोभयेषां पक्षाभासत्वं निरस्तमप्रसिद्धविशेषणस्यैव साध्यत्वात् अन्यथा सिद्धसाधनत्वापत्तिः स्यात् सर्वत्राप्रसिद्धस्य साध्यस्य दोषत्वे क्षणिकत्वं साधयतो बौद्धस्य पक्षोऽन्यान् प्रति पक्षाभासस्स्यात् क्षणिकतायाः काप्यप्रसिद्धत्वात्, धर्मिणश्च विकल्पात्प्रतीतिसम्भवेनाप्रतीतविशेष्योऽपि न पक्षाभासः, एतेनाप्रतीतोभयोऽपि निराकृत તિ છે.