________________
२१
વિતંડારૂપે ત્રણ પ્રકારની કથા કહેલી છે, પરંતુ અહીં જલ્પ અને વિતંડા જુદી કથા નથી, કેમ કે–વાદથી જ તેની ચરિતાર્થતા થાય છે.
સૂત્ર –કથાનો આરંભક તો જિગીષ અને તત્વનિર્ણિનીષ હોય છે. અહીં શંકા-સમાધાનપૂર્વકનું વિવેચન છે.
સૂત્ર પ-૬-જિગીષ અને તત્ત્વનિર્થિનીપુના લક્ષણો. તત્ત્વનિર્ણિનીષના સ્વાત્મનિતત્ત્વનિર્ણિનીષ અને પરાત્મનિતત્ત્વનિર્ણિનીપુ-એમ બે ભેદો છે. અહીં શંકા-સમાધાનો છે.
સૂત્ર ૭-૮-આરંભક-(૧) જિગીષ, (૨) સ્વાત્મનિતત્ત્વનિર્મિનીષ, (૩) ક્ષાયોપથમિક જ્ઞાનવાનું પરમતત્ત્વનિર્ણિનીષ અને (૪) કેવલી–એમ ચાર છે. તેમજ પ્રત્યારંભક પણ ચાર જાણવા.
સૂત્ર ૯-જ્યારે બંને જિગીષ અને જિગીષુ-પરમતત્ત્વનિર્મિનીષ–એમ બંને તથા જિગીષ અને કેવલી–એમ બંને વાદી અને પ્રતિવાદી હોય છે, જ્યારે વાદી-પ્રતિવાદી-સભ્ય-સભાપતિરૂપ ચાર અંગો અપેક્ષિત છે.
સૂત્ર ૧૦-૧૧–જો સ્વાવનિતત્ત્વનિર્ણનીષ વાદી-પરમતત્ત્વનિર્થિનીપુ સમર્થ પ્રતિવાદી છે, તો વાદી-પ્રતિવાદીરૂપ બે અંગો અપેક્ષિત છે. જો અસમર્થ પ્રતિવાદી હોય, તો સભ્યની સાથે ત્રણ અંગો અપેક્ષિત છે. જો કેવલી પ્રતિવાદી છે, તો બે અંગો જ પર્યાપ્ત છે. જો પરમતત્ત્વનિર્ણિનીષ (ક્ષા. જ્ઞાની) વાદી અને પ્રતિવાદી જિગીષ હોય, તો ચાર અંગો અપેક્ષિત છે. અહીં શંકા-સમાધાનો દર્શનીય છે.
સૂત્ર ૧૨-૧૩–સ્વાત્મનિર્ણિનીષરૂપ બંનેનો, જિગીષસ્વાત્મતત્ત્વનિર્ણિનીષરૂપ બંનેનો, સ્વાત્મનિર્ણિનીપુજિગીપુરુષ બંનેનો અને બંને કેવલીન વાદી-પ્રતિવાદી ભાવ ન હોવાથી વાદ સંભવતો નથી. વાદી અને પ્રતિવાદી સ્વપક્ષમંડન અને પરપક્ષખંડન પ્રમાણથી કરે. સૂત્ર ૧૪ થી ૧૭–સભ્યનું લક્ષણ, સભ્યના કાર્યો, સભાપતિનું લક્ષણ અને સભાપતિનું કર્તવ્ય.
(ત્રીજો ભાગ-૧-૨-૩ કિરણ) સૂત્ર ૧-આઠ કર્મોની શૂન્યતાપ્રયોજક અનુષ્ઠાનરૂપ ચારિત્રના નિત્યનૈમિત્તિકના ભેદથી બે ભેદો છે. સાધુઓથી હંમેશાં જે આચરાય, તે “ચરણ.' દા.ત. વ્રત વગેરે, પ્રયોજન હોય છતે જે કરાય, તે ‘કરણ.' દા.ત. પિંડવિશુદ્ધિ આદિ.
સૂત્ર –વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવૃત્ય, બ્રહ્મચર્ય, ગુપ્તિ, જ્ઞાન આદિ તેમજ તપ, ક્રોધ આદિ નિગ્રહરૂપે આઠ પ્રકારનું પણ અવાન્તરભેદથી સત્તર પ્રકારનું ચરણ છે. એવં ત્રીજા વિભાગના ત્રણ કિરણોમાં ચરણે અને કરણનો ૭૦-૭૮ ભેદથી વિસ્તાર સારી રીતે કરેલો છે, જે જોવા જેવો છે.