________________
२१०
तत्त्वन्यायविभाकरे एवेति वाच्यम्, अल्पप्रज्ञैरस्माभिस्तस्य भाषमाणस्यादर्शनेऽपि न वक्तेति निश्चेतुमशक्यत्वेन सन्दिग्धत्वात् । ननु सर्वज्ञस्य वचनं विरुद्धं तस्य रागस्वभावविवक्षाजन्यत्वेन प्रक्षीणमोहे तस्मिन् मोहापरपर्यायरूपतदिच्छाया असंभवात् । तथा च वचनाभाव एव निश्चित इति चेन्न, सुषुप्त्यादौ निरभिप्रायवागादिप्रवृत्त्यनापत्तेः, नहि सुषुप्त्यादौ वाग्व्यवहारादिहेतुर्रिच्छाऽस्ति । न चैषा वागादिप्रवृत्तिरिच्छापूर्विका, वागादिप्रवृत्तित्वात् प्रसिद्धेच्छापूर्वकवागादिप्रवृत्तिवदित्यनुमानेन तत्रापि साऽनुमेयैवेति वाच्यम्, हेतोरप्रयोजकत्वात्, यादृशस्य हि जाग्रतोऽनन्यमनसो वा तत्प्रवृत्तिरिच्छापूर्वकत्वं साधयितुं शक्यते, न पुनरन्यादशि । न च सुषुप्तस्यान्यमनस्कस्य वा तत्प्रवृत्तिरिच्छापूर्वकत्वेन व्याप्ताववगता तस्मान्न वक्तृत्वं विरुद्धम् ॥
પહેલા અનૈકાન્તિકને દર્શાવે છે ભાવાર્થ – “પ્રથમ-જેમ કે-વિવાદ આસ્પદ પુરુષ સર્વજ્ઞ નથી, કેમ કે-વક્તા છે. અહીં વિપક્ષ સર્વજ્ઞમાં १तृत्व संहि५ छ."
વિવેચન – પહેલો સંદિગ્ધ વિપક્ષવૃત્તિક અનૈકાન્તિક, એવો અર્થ છે. હેતુમાં દોષને ઘટાડે છે. 'अत्रे'ति-'सन्दिग्ध'मिति । शुं सर्वशqsueोय छे । न ? आप संशयथा हेतु होषित ४२ छे.
શંકા – વક્તા એવા સર્વશને કોઈએ પણ દેખેલ નહીં હોવાથી તે સર્વજ્ઞ વક્તા નથી, આવો નિશ્ચય કેમ ન થાય?
સમાધાન - અલ્પજ્ઞ એવા આપણાથી તે સર્વજ્ઞને બોલતો નહીં દેખેલ હોવાથી પણ તે સર્વજ્ઞ વક્તા નથી, એવો નિશ્ચય કરવો અશક્ય હોવાથી સર્વજ્ઞમાં વક્તત્વ સંદિગ્ધ છે.
શંકા - સર્વજ્ઞમાં વચનનો વિરોધ છે, કેમ કે તે વચન રાગસ્વભાવી વિવેક્ષાથી જન્ય હોઈ, પ્રક્ષીણમોહ તે સર્વજ્ઞમાં મોહના અપરપર્યાયરૂપ તે વચનની ઇચ્છાનો અસંભવ છે. તથા વચનનો અભાવ નિશ્ચિત કેમ નહીં?
સમાધાન – એમ જો માનો, તો સુષુપ્તિ આદિ અવસ્થામાં અભિપ્રાય વગરની વચન આદિની પ્રવૃત્તિની અપ્રાપ્તિ થશે, કેમ કે સુષપ્તિ આદિ અવસ્થામાં વચનવ્યવહાર આદિ હેતુભૂત ઇચ્છા નથી. તિ વખતે અનુભવાતી ઇચ્છા નથી. જો અનુભવાતી ઈચ્છા માનવામાં આવે, તો પછીથી ઈચ્છાન્તરની માફક તે
१. नहि तदानीमनुभूयमाना इच्छाऽस्ति, तथात्वे पश्चादिच्छान्तरवत्तस्या अपि स्मरणं स्यात् अविदितेच्छा तु न सम्भवति इच्छायास्स्वसमानाधिकरणज्ञानविषयकत्वनियमेनाज्ञातेच्छाया असम्भवादिति भावः ॥ २. वचनं प्रति नियतो हेतुश्चैतन्यं करणपाटवञ्च, न च तयोस्सत्त्वेऽपि वचनप्रवृत्तेरदर्शनात् विवक्षापिसहकारिकारणमिति वाच्यम्, सहकारिकारणस्य नियमेनापेक्षणीयत्वाभावात् नक्तञ्चरादेस्संस्कृतचक्षुषो वाऽनपेक्षितालोकसन्निधे रूपोपलम्भात् तां विना सुषुप्त्यादौ तद्दर्शनाच्च, क्वचित्तु कण्ठाद्यभिघातजनकप्रवृत्तिजनकेच्छाजनकेष्टसाधनताज्ञानविषयस्येष्टतासम्पादनार्थमुपयुज्यते इति ॥