________________
२०२
तत्त्वन्यायविभाकरे
અંતર્ભાવની અપેક્ષાએ વ્યભિચાર દોષરૂપ નથી, કેમ કે-વિપક્ષથી વ્યાવૃત્ત સપક્ષમાં અને પક્ષમાં વિદ્યમાન જ હેતુમાં ગમકપણું છે.”—એમ નહીં બોલવું; કેમ કે-પક્ષના અંતભવદ્વારા વ્યાપ્તિનો અનિશ્ચય હોયે છતે, બીજા ધર્મીમાં જ સ્વસાધ્યની સાથે વ્યાપ્તિ નિશ્ચય થવા છતાં, પક્ષમાં હેતુનું સત્ત્વ છતાં સ્વસાધ્યની અસાધકતાની આપત્તિ છે. ત્યાં વ્યાપ્તિનું ગ્રહણ નહીં હોવાથી સત્પતિપક્ષ દોષ નથી.] વળી કેટલાક, અન્યદર્શનીઓએ સ્થાપેલ હેતુઓમાં દરેકમાં ત્રણ દોષ માને છે. જેમ કે-શબ્દ અનિત્ય જ છે, કેમ કે-કૃતક છે. ઇત્યાદિમાં કૃતત્વ અસિદ્ધ છે, કેમ કે-એકાન્ત અનિત્યમાં તેનો અસંભવ છે. નિત્ય-અનિત્ય આત્મકમાં કૃતકત્વનો સંભવ છે. એકાન્ત અનિત્યથી વિપરીત નિત્ય-અનિત્ય આત્મક જ શબ્દનું જ સાધકપણું હોઈ વિરૂદ્ધ છે. વિપક્ષ એવા નિત્યમાં પણ વર્તમાનપણું હોવાથી અનૈકાન્તિક (વ્યભિચારી) પણ છે ઇતિ. - ધર્મભૂષણે કહેલ અકિંચિકર નામક જુદો હેત્વાભાસ નથી. ખરેખર, તે અકિંચિત્કર, સિદ્ધસાધનરૂપે અને બાધિત વિષયરૂપે બે પ્રકારનો પણ આ હેત્વાભાસ, અપ્રયોજક એવા બીજા નામવાળો છે-પક્ષગત દોષોમાં જ અંતર્ગત છે. અર્થાત્ સિદ્ધસાધનરૂપ અકિંચિત્કર પ્રતીતનામક પક્ષાભાસથી અભિન્ન છે. બાધિત વિષયરૂપ અકિંચિત્કર, નિરાકૃતનામક પશાભાસથી અભિન્ન છે, માટે આ હેતુદોષ નથી. તેથી હેત્વાભાસો ચાર પ્રકારના નથી.
૦ “જ્યાં પક્ષદોષ છે, ત્યાં અવશ્ય હેતુદોષ પણ કહેવો–એવું નહીં બોલવું, કેમ કે-જો એમ માનવામાં આ આવે, તો દષ્ટાન્ત આદિ દોષની પણ અવશ્ય વાચ્યતાની આપત્તિ આવશે.
अधुनाऽसिद्धं लक्षयति - हेतुस्वरूपाप्रतीतिगुयक्ताप्रतीतव्याप्तिको हेतुरसिद्धः ॥२॥
हेतुस्वरूपेति । अप्रतीतव्याप्तिको हेतुरिति हेतोः सत्त्वस्यासिद्धौ संदेहे वाऽप्रतीतव्याप्तिक इत्यर्थो न तु व्याप्तेर्वैपरीत्येन निश्चयात् संशयाद्वाऽप्रतीतव्याप्तिकस्तादृशस्य विरुद्धानैकान्तिकत्वात् तदेतत्सूचयितुं हेतुस्वरूपाप्रतीतिप्रयुक्तेति विशेषणम् । यत्र सत्त्वं नास्ति तस्य संशयो वा स हेतुरेव न भवति तथा च तादृग्वस्तु हेतुत्वलक्षणविरहादसिद्धं, न तु पक्षधर्मत्वाभावात् । नहि पक्षधर्मत्वं हेतोर्लक्षणमन्यथानुपपत्तिबलेन तदभावेऽप्यनुमानाद्धेतुत्वस्य पूर्वमुपदर्शितत्वात् । यथा नित्यश्शब्दश्चाक्षुषत्वादित्यादौ व्याप्तित्वरूपलक्षणविरहाच्चाक्षुषत्वमसिद्धं, स्वरूपाप्रतीतिश्चात्रासत्त्वात् । तथा बाष्पादिभावेन सन्दिह्यमानो धूमो वह्निसिद्धौ प्रयुज्यमानोऽसिद्ध उच्यते तत्र संदिग्धसत्त्वेन व्याप्त्यभावादिति ॥
અસિદ્ધ હેત્વાભાસનું લક્ષણ ભાવાર્થ – “હેતુસ્વરૂપની અપ્રતીતિજન્ય અપ્રતીત વ્યાપ્તિવાળો હેતુ “અસિદ્ધ છે. વિવેચન – “અપ્રતીત વ્યાપ્તિવાળો હેતુ'-આ પ્રમાણે હેતુના સત્ત્વની અસિદ્ધિમાં કે સંદેહમાં ‘અપ્રતીત વ્યાપ્તિવાળો” આવો અર્થ છે. નહીં કે વ્યાપ્તિની વિપરીતતાવડે નિશ્ચયથી કે સંશયથી અપ્રતીત વ્યાપ્તિક,