________________
तत्त्वन्यायविभाकरे
વિવેચન – સાધનધર્મથી પ્રયુક્ત સાધ્યના યોગવાળા અથવા સાધ્યધર્મના અભાવથી પ્રયુક્ત સાધનભૂત ધર્મના અભાવના યોગવાળા દૃષ્ટાન્તમાં, પ્રદર્શિત હેતુનો સાધ્યધર્મીમાં જે ઉપસંહાર-યોજના છે, તેનું પ્રતિપાદક વચન અર્થાત્ જે વચનથી વ્યાપ્તિવિશિષ્ટ હેતુ સાધ્યધર્મીમાં ઉપનીતકરાય-ઉપસંહારાય, તે વચન ‘ઉપનય.’ દૃષ્ટાન્તમાં સાધ્યની સાથે દેખેલ હેતુનું સાધ્યધર્મીમાં અનુસંધાનરૂપ વચન.
૦ પદકૃત્ય – સાધ્યધર્મીમાં ઉપસંહારવચન બીજાનું પણ સંભવી શકે છે, માટે ‘સાધનનું’ એમ કહેલું છે. દેષ્ટાન્તપ્રદર્શિત સાધનનું બીજે પણ ઉપસંહારવચન તે પ્રકારે થાય, માટે ‘સાધ્યધર્મીમાં’–એમ કહેલ છે. ૦ સાધ્યધર્મીમાં જેનો અવિનાભાવ ગ્રહણ કરેલ છે, એવા સાધનનું પ્રતિપાદક હેતુવચન પણ ઉપસંહારવચન થઈ જાય, ‘માટે દૃષ્ટાન્તપ્રદર્શિત સાધન’નું—એમ કહેલ છે.
दान्तिके हेतुं योजयित्वापि यस्साकांक्षस्तं प्रति निगमनस्यावश्यकत्वात्तत्स्वरूपमाह साध्यधर्मस्य धर्मिण्युपसंहारवचनं निगमनम् । यथा तस्मात्तथेति ॥ इति सद्धेतुनिरूपणम् ॥ ४३ ॥
साध्यधर्मस्येति । साध्यधर्मस्य वह्न्यादेतद्धर्मिणि पर्वतादौ येन वचनेनोपसंहरणं तद्वचनं निगम्यन्ते प्रतिज्ञाहेतूदाहरणोपनयार्था अनेनेति निगमनमित्यर्थः । तत्र दृष्टान्तमाह तस्मादिति वह्निव्याप्यधूमवत्त्वादित्यर्थः तथा - पर्वतो वह्निमानित्यर्थः । एते नान्तरीयकत्वप्रतिपादका वाक्यैकदेशरूपाः पञ्चावयवाः प्रदर्शिता इत्याशयेनाहेतीति, इत्थमित्यर्थः, सद्धेतुनिरूपणं व्याप्तिविशिष्टहेतुनिरूपणमित्यर्थः ॥
इति तपोगच्छनभोमणि श्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कार श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा
विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाश
व्याख्यायां सद्धेतुनिरुपणंनाम
चतुर्थ: किरण:
દાન્તિકમાં-જેને દૃષ્ટાન્ત લાગુ હોય તે પક્ષમાં હેતુની યોજના થઈ, છતાં જે આકાંક્ષાવાળો છે (આટલું બધું કહેવાથી શું થયું કે શો નીચોડ આવ્યો ?-આવી આંકાક્ષાવાળો છે), તેના પ્રત્યે નિગમની આવશ્યકતા હોવાથી તે નિગમનના સ્વરૂપનું વર્ણન.
१९८
—
ભાવાર્થ – “સાધ્યધર્મનું ધર્મીમાં ઉપસંહારવચન, એ ‘નિગમન.’ જેમ કે-તેથી આ પર્વતમાં અગ્નિ छे.”मा प्रभाणे 'सद्धेतुनिरुपणम् ।'