________________
१७८
तत्त्वन्यायविभाकरे परस्परपरिहारेणावस्थानान्न तयोस्तादात्म्यं, तस्मात्पूर्वोक्तेषु पञ्चविधेषु हेतुषु नास्य समावेशस्सम्भवतीति पृथगुक्तिः, एवमविरुद्धकार्यकार्यादेः कारणकारणादेः पूर्वपूर्वचरादेरुत्तरोत्तरचरादेश्च कार्यकारणपूर्वचरोत्तरचरभेदैरेव सङ्ग्रहान्नाधिक्यशङ्का कार्येति ॥
છઠ્ઠા સાધ્યાવિરૂદ્ધ સહચરનામક વિધિહેતુનું વર્ણન.
ભાવાર્થ – “આ રૂપવાળો છે, કેમ કે-રસ છે. આમ સહચરહેતુ જાણવો. આ છ અવિરૂદ્ધ વિધિહેતુના ઉદાહરણો છે.” (૬).
વિવેચન – ખરેખર, રસ, નિયમ રૂપનો સહચારી છે. એથી રૂપના અભાવમાં નહીં ઉપપન કે ઉત્પન્ન થતો (અસંભવ સ્થિતિવાળો) રસ, રૂપનો ગમક થાય છે.
૦ આ ઉદાહરણોમાં ભાવરૂપ જ પરિણામ આદિનો, પ્રયત્ન આતંતરિયત્ન આદિ હેતુઓ ભાવરૂપ અવિરૂદ્ધ જ સિદ્ધ કરે છે, માટે વિધિસાધક, વિધિરૂપ સાધ્ય અવિરૂદ્ધ ઉપલબ્ધિરૂપ બીજા નામવાળા હોય છે.
૦ ડાબા-જમણા ગાયના બે શિંગડાની માફક સમાનકાળમાં થનાર રૂપ અને રસમાં કાર્ય-કારણભાવ નથી, કેમ કે-પૂર્વ-અપરભાવ નથી.
૦ પરસ્પર સ્વભાવ(સ્વરૂપ)ના પરિત્યાગપૂર્વક અવસ્થાન (એક સ્થાનમાં સ્થિતિ) હોઈ રૂપ-રસ એક બનતાં નથી અર્થાત્ રૂપસ્વભાવી રસ થતો નથી કે રસસ્વભાવી રૂપ બનતું નથી. તેથી પૂર્વકથિત પાંચ પ્રકારના હેતુઓમાં આ સહચરનામક હેતુનો સમાવેશ સંભવતો નથી, માટે જુદું કથન છે. આ પ્રમાણે અવિરૂદ્ધ કાર્ય કાર્ય આદિ, કારણ કારણ આદિ, પૂર્વ પૂર્વચર આદિ, ઉત્તર ઉત્તરચર આદિનો કાર્ય-કારણપૂર્વચર-ઉત્તરચર ભેદોથી જ સંગ્રહ થતો હોઈ અધિકતાની શંકા કરવી નહીં.
अथ विधिहेतुर्विधिसाधक एवेति नियमप्रतिषेधाय प्रतिषेधसाधकत्वमुपवर्णयितुं प्रथम तत्प्रभेदानाह
विरुद्धविधिहेतुः प्रतिषेधसाधकः प्रतिषेध्यस्वभावविरुद्धतव्याप्यादि भेदेन सप्तપ્રવર: | ૨૩ .
विरुद्धविधिहेतुरिति । प्रतिषेध्येन विरुद्धो विधिहेतुरित्यर्थः, अस्य विभागप्रकारमाह प्रतिषेध्यस्वभावविरुद्धेति, अयमेको भेदः, तद्व्याप्येति, प्रतिषेध्यविरुद्धव्याप्येत्यर्थः, आदिना कार्यकारणपूर्वचरोत्तरचरसहचराणां ग्रहणम् तथा च प्रतिषेध्यस्वभावविरुद्धविरुद्धव्याप्यविरुद्धकार्यविरुद्धकारणविरुद्धपूर्वचरविरुद्धोत्तरचरविरुद्धसहचरभेदेन सप्तविध इति फलितार्थः ॥
હવે વિધિસાધક વિધિહેતુરૂપ જ હેતુઓ છે. આવા નિયમના નિષેધ માટે પ્રતિષેધસાધકપણાના વર્ણન માટે પહેલાં તેના પ્રભેદોને કહે છે.