________________
१७
પ્રામાણ્ય અને અપ્રામાણ્ય પદના અર્થો, શંકા-સમાધાનો અને સ્વતઃપ્રમાણેપરતઃપ્રમાણની ચર્ચા દર્શનીય છે.
સૂત્ર ૨–જ્ઞાનનિષ્ઠ પ્રામાણ્ય અને અપ્રામાણ્ય, સ્વજ્ઞાનના કારણમાં વર્તમાન ગુણ અને દેશની અપેક્ષાએ ઉત્પત્તિમાં પરતઃ જ છે. અહીં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ તથા શંકા-સમાધાન પણ ખાસ વિલોકનીય છે.
સૂત્ર ૩–જ્ઞાનની જ્ઞપ્તિ (અનુવ્યવસાય) અનભ્યાસદશાપક્ષમાં પરતઃ પ્રામાણ્ય છે અને અભ્યાસદશાપન્નમાં સ્વત એવ પ્રામાણ્ય છે. અહીં અભ્યાસ અને અનભ્યાસના પરમાર્થો, શંકાસમાધાનો ખૂબ મનનીય છે.
સૂત્ર ૪–આ પ્રમાણનો વિષય, સામાન્યવિશેષ આદિ અનેકાન્ત આત્મક વસ્તુ છે. અહી પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ અને શંકા-સમાધાનો પ્રૌઢતાપૂર્વક પ્રલોકનીય છે ઃ તથા સામાન્યવિશેષ આત્મક પદાર્થની સિદ્ધિ, નિત્ય-અનિત્ય આત્મક પદાર્થની સિદ્ધિ, દ્રવ્યપર્યાય આત્મક પદાર્થની સિદ્ધિ, ભેદઅભેદ આત્મક પદાર્થની સિદ્ધિ (સંખ્યા, સંજ્ઞા, લક્ષણ, કાર્યના ભેદથી દ્રવ્યપર્યાયમાં ભેદ અને દેશકાળસ્વભાવના ભેદથી અભેદની ચર્ચા ઉલ્લેખનીય છે.), ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્મક પદાર્થન સિદ્ધિ (ધ્રૌવ્ય, ઉત્પાદવ્યયથી અનુવિદ્ધ છે અને ધ્રૌવ્યથી અનુવિદ્ધ ઉત્પાદવ્યય છે.) અને અનુવેધન પરમાર્થ દર્શનીય છે. અભિલાપ્ય અને અનભિલાપ્ય આત્મક પદાર્થની સિદ્ધિ.
સૂત્ર ૫-૬–સામાન્ય=તિર્યક્ અને ઊર્ધ્વતાના ભેદથી બે પ્રકારનું છે. તિર્યક્ સામાન્ય=પ્રત્યે વ્યક્તિમાં જે સમાન પરિણામરૂપ ભાવ છે તે. જેમ કે-નાનાવર્ણવિશિષ્ટ ગોવ્યક્તિ માત્રમ ‘ગોત્વધર્મ.’ પૂર્વ અને ઉત્તરપર્યાયોમાં અનુગામિ દ્રવ્ય ‘ઊર્ધ્વતાસામાન્ય’ છે. જેમ કે-કટક-કંક આદિ પૂર્વ અપરપર્યાયોમાં સુવર્ણદ્રવ્ય.
સૂત્ર ૭ થી ૯–વિશેષ=ગુણ અને પર્યાયના ભેદે બે પ્રકારનો છે. સહભાવી ગુણ છે. જેમ કેઆત્માના ઉપયોગ વગેરે ક્રમભાવી પર્યાયો કહેવાય છે. જેમ કે-આત્માના સુખદુ:ખ આદિ. અહીં વ્યંજન અને અર્થપર્યાયોની છણાવટ તથા શંકા-સમાધાનપૂર્વકની ચર્ચા ચારૂત્તર છે. કાળના ભેદથી ગુણપર્યાયોમાં ભેદ છે.
સૂત્ર ૧૦–પ્રમાણજન્ય ફળ બે પ્રકારનું છે. (૧) અનંતરફળ અને (૨) પરંપરફળ.
સૂત્ર ૧૧-૧૨–કેવલજ્ઞાનનું પરંપરફળ ‘માધ્યસ્થ્ય’ છે. તીર્થંકરત્વના ઉદયથી તો હિતોપદે પ્રવૃત્તિફળ છે. સુખ તો કેવલજ્ઞાનનું ફળ નથી પરંતુ સકલ કર્મક્ષયનું ફળ છે. કેવળ ભિન્ન જ્ઞાનોનું ફળ હેયહાન, ઉપાદેયનું ઉપાદાન અને ઉપેક્ષણીયની ઉપેક્ષારૂપ બુદ્ધિઓ છે.
સૂત્ર ૧૩–ફળ પ્રમાણથી ભિન્ન-અભિન્ન છે. પ્રમાણપણાએ પરિણત જ આત્મા ફળરૂપે પરિણ1 થતો હોવાથી પ્રમાણફળનો કથંચિદ્ અભેદ છે. કાર્ય-કારણભાવથી પ્રતીયમાન થતા હોવાથી તે પ્રમાણફળમાં કથંચિદ્ ભેદ છે.