________________
१५
સૂત્ર ૪–વચનાત્મક શબ્દ, સંકેતની અપેક્ષાવાળો અને સ્વાભાવિક અર્થબોધજનક શક્તિવાળો છે. અહીં સંકેતની અને સ્વાભાવિક અર્થબોધક શક્તિની ચર્ચા ચારૂરૂપમાં છે.
સૂત્ર પ–વક્તાપુરુષના ગુણ-દોષની અપેક્ષાએ શબ્દગત યથાર્થતા-અયથાર્થતા જાણવી. અહીં વિવેચનગત ચર્ચા સમીક્ષણીય છે.
સૂત્ર ૬–શબ્દ, વર્ણ-પદ-વાક્યરૂપે ત્રણ પ્રકારનો છે. ભાષાવર્ગણાના પરમાણુઓથી આરંભેલ રૂપી-આકાર આદિ વર્ણ છે. ઘટ આદિ સમુદાયમાં વર્તમાન વર્ષોના પ્રત્યેકનો અર્થ છે, કેમ કેતેઓના વ્યત્યયમાં બીજા અર્થમાં તેઓ જાય છે. અહીં વર્ણ આત્મક શબ્દ પીદ્ગલિક છે. તેની પાંચ હેતુઓથી સિદ્ધિ જોવા જેવી છે.
સૂત્ર ૭–સ્વાર્થબોધજનક શક્તિવાળો અને બીજા પદમાં રહેલ વર્ણોની અપેક્ષા વગરનો પરસ્પર સહકારિ વર્ણોની આનુપૂર્વી “પદ' કહેવાય છે. અહીં પદવિષયક શંકા-સમાધાન નિરીક્ષણીય છે.
સૂત્ર ૮–સ્વાર્થબોધજનક શક્તિવાળો અને બીજા વાક્યમાં રહેલ પદનિરપેક્ષ પરસ્પર સહકારિ પદોનો સમુદાય “વાક્ય કહેવાય છે. અહીં આકાંક્ષા અને યોગ્યતા આસત્તિવાળા પદસમુદાયને જ વાક્ય' કહે છે. અહીં આકાંક્ષા આદિની વ્યાખ્યા સમીચીનતયા અવલોકનીય છે.
સૂત્ર ૯-અનેકાન્ત આત્મક પદાર્થમાં વિધિમુખથી અને નિષેધમુખથી પ્રવર્તમાન આ શબ્દ સપ્તભંગીને જયારે અનુસરે છે, ત્યારે જ આ શબ્દનું પૂર્ણ અર્થપ્રકાશકપણું હોઈ પ્રમાણપણું છે. અહીં શંકા-સમાધાન સમીક્ષણીય છે.
સૂત્ર ૧૦–પ્રશ્નના અનુરૂપે એકધર્મી વસ્તુરૂપ વિશેષ્યવાળા અને અવિરૂદ્ધ વિધિનિષેધરૂપ ધર્મવિશેષણવાળા બોધજનક સાત વાક્યોનો પર્યાપ્તસમુદાય સપ્તભંગી' કહેવાય છે. અહીં લક્ષણ, પદકૃત્ય અને સમન્વય બુદ્ધિપૂર્વક અવલોકનીય છે.
સૂત્ર ૧૧-(૧) સ્યાદ્ અતિ એવ ઘટઃ, (૨) સાત નાસ્તિ એવ ઘટ:, (૩) સ્યાત અસ્તિ નાસ્તિ ચ ઘટઃ, (૪) સ્યાહુ અવક્તવ્ય એવ, (૫) ચાતું અસ્તિ ચ અવક્તવ્યa, (૬) સ્યાત નાસ્તિ ચ અવક્તવ્ય ચ, (૭) યાતુ અસ્તિ નાસ્તિ ચ અવક્તવ્ય ચ-એમ સદષ્ટાન્ત સાત વાક્યોના આકારો જાણવા. અહીં પ્રત્યેક શબ્દના વિશિષ્ટ અર્થો અને શંકા-સમાધાનો વિશેષ વિલોકનીય છે.
સૂત્ર ૧૨-૧૩–સંશયવિષયભૂત ધર્મો સાત છે. તેના સંશયો સાત છે, તેની જિજ્ઞાસાઓ સાત છે અને તેના પ્રશ્નો તથા ઉત્તરો પણ સાત-સાત છે. અહીં પ્રશ્નના વશે ઉત્તરરૂપ સપ્તભંગી છે. એની વિશેષ ચર્ચા તથા સંશયના વિષયભૂત કથંચિત્ સત્ત્વ આદિ સત ધર્મોની નામ સહિત ચર્ચા છે.
સૂત્ર ૧૪-૧૫–પહેલા આદિ સાત ભંગોમાં પ્રધાનતાએ સત્ત્વ આદિનું ભાન વિવક્ષિત છે. સૂત્ર ૧૬ થી ૧૯-આ સપ્તભંગી સકલ આદેશ અને વિકલ આદેશના ભેદથી બે પ્રકારની છે.