________________
સૂત્ર ૪ થી ૬—આ વ્યામિ નામનો નિયમ સહભાવ અને ક્રમભાવરૂપે બે પ્રકારનો છે. દા. ત. રૂપ અને રસનો સહભાવનિયમ છે. આ એક સામગ્રીજન્ય છે. વ્યાપ્ય વ્યાપક શિશપાત્વ અને વૃક્ષત્વનો સહભાવનિયમ, કાર્ય-કારણભૂત-ધૂમ-વતિનો ક્રમભાવનિયમ અને પૂર્વોત્તર ભાવિ કૃત્તિકાનો ઉદય અને રોહિણીનો ઉદયન ક્રમભાવનિયમ.
સૂત્ર ૭–પ્રમાણથી અબાધિત, અનિર્ણાત તથા સાધવાને ઈચ્છેલ “સાધ્ય' કહેવાય છે. જેમ કેવતિવાળો પર્વત' સાધ્યવિશિષ્ટ ધર્મ જ સાધનાને ઇશ્કેલ છે. આનું બીજુ નામ પક્ષ છે. આ સાધ્ય અનુમાનપ્રયોગના કાળની અપેક્ષાએ છે. અહીં પ્રમાણ અબાધિત ઇત્યાદિ પ્રત્યેક પદની ચર્ચા વિશદ વિશાળ છે.
સૂત્ર ૮-વ્યાતિગ્રહણની વેળામાં વતિ આદિ ધર્મ જ સાધ્ય છે. અહીં સ્વાર્થ અનુમાનના અંગોની ચર્ચા પણ જોવા જેવી છે.
સૂત્ર ૯–ધર્મીની પ્રસિદ્ધિ પ્રમાણથી ,વિકલ્પથી અથવા ઉભયથી જાણવી. દા. ત. (૧) સર્વજ્ઞ છે. (૨) પર્વત અગ્નિવાળો છે. (૩) શબ્દ પરિણામી છે. અહીં ત્રણેયનું વિશ્લેષણ પદ્ધતિસરનું છે.
સૂત્ર ૧૦-૧૧-હેતુ વિધિરૂપે અને નિષેધરૂપે બે પ્રકારનો છે. વિધિરૂપ હેતુ પણ વિધિસાધક અને નિષેધસાધકરૂપે બે પ્રકારનો છે તથા નિષેધરૂપ હેતુ પણ જાણવો. વિધિરૂપ વિધિસાધક હેતુ વ્યાપ્ય, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચરના ભેદે છે પ્રકારનું છે. સદુ-અસરૂપ પદાર્થમાં “સદ્ અંશવિધિ અસદ્ અંશ'-એ પ્રતિષેધ છે.
સૂત્ર ૧૨ થી ૧૫–અભાવનું ભાવસ્વરૂપ બતાવવા માટે કહે છે કે-અભાવ ચાર પ્રકારનો છે. જેની નિવૃત્તિમાં કાર્યનો આવિર્ભાવ પ્રાગ અભાવ.” જેમ કે-ઘટ પ્રત્યે માટીનો પિંડ.” જેની ઉત્પત્તિમાં મૂળ કારણભૂત કાર્યવિનાશ ‘પ્રધ્વંશ અભાવ.' જેમ કે-કપાલકદમ્બની ઉત્પત્તિમાં ઘટના ધ્વસ. માટે કપાલકદમ્બક પ્રāસાભાવરૂપ છે. એક સ્વરૂપથી બીજા સ્વરૂપનો ભેદ ‘અચોડ અભાવ.” જેમ કે-પટના સ્વભાવથી ઘટના સ્વભાવનો વ્યવચ્છદ, ત્રણેય કાળમાં તાદાત્મપરિણતિની નિવૃત્તિ અત્યંત અભાવ.' જેમ કે-જીવમાં અને અજીવમાં એત્વપરિણતિની વ્યાવૃત્તિ. પ્રતિષેધ કથંચિત્ અધિકરણથી ભિન્ન-અભિન્ન છે. ચારેય અભાવોની ચર્ચા જોવા જેવી છે.
સૂત્ર ૧૬–વિધિરૂપ હેતુ સાથે અવિરૂદ્ધ અને પ્રતિષેધ્યવિરૂદ્ધના ભેદથી બે પ્રકારનો છે. આ પ્રમાણે નિષેધસ્વરૂપી પણ બે પ્રકારનો છે.
સૂત્ર ૧૭ થી ૨૨-સાધ્ય અવિરૂદ્ધ વિધિસાધક વિધિસ્વરૂપી પૂર્વ છ પ્રકારના હેતુઓના ઉદાહરણો ૧૭ થી ૨૨ સૂત્રોમાં સવિસ્તાર વર્ણવેલાં છે.
સૂત્ર ૨૩ થી ૨૯ (૧) પ્રતિષેધ્ય સ્વભાવવિરૂદ્ધ વિધિહેતુ, (૨) પ્રતિષેધ્ય વિરૂદ્ધ વ્યાપ્ય, (૩) વિરૂદ્ધ કાર્ય, (૪) વિરૂદ્ધ કારણ, (૫) વિરૂદ્ધ પૂર્વચર, (૬) વિરૂદ્ધ ઉત્તરચર અને (૭) વિરૂદ્ધ સહચરના ભેદથી સાત પ્રકારનો, નિષેધસાધક વિરૂદ્ધ ઉપલબ્ધિ નામક વિધિહેતુઓ ૨૩ થી ૨૯ સૂત્રોમાં સોદાહરણ છે.